28. ૨૮. જુંવન ધનવાન અધિકારી
એક દાડો, એક ધનવાન જુંવન અધિકારજયેં ઇસુ કનેં આવેંનેં પૂસ્યુ,“ખાસ ગરુ અમર જીવન મેંળવવા હારુ મારે હૂં કરવું જુગે?” ઇસુવેં હેંનેં કેંદું,“તું હુંકા હારુ મનેં ‘ખાસ’ કે હે? ખાલી એંકેંસ હે ઝી ખાસ હે, અનેં વેયો પરમેશ્વર હે. પુંણ અગર તું અમર જીવન મેંળવવા માંગતો વેહ તે પરમેશ્વર ન નિયમં પાળ.”
“મારે કઈ-કઈની આજ્ઞા માનવી જુગે?” હેંને પૂસ્યુ. ઇસુવેં જવાબ આલ્યો,“માર નેં દડવું, સિનાળવું નેં કરો, સુરી નેં કરો, ઝૂઠુ નહેં બુંલો, આઈ-બા નું કેંદેંલું માનો, અનેં તમારા પાડુસિ ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ કરો.”
પુંણ જુંવનેં કેંદું,“આ બદ્દી આજ્ઞા તે હૂં નાનપણ થી પાળું હે. પુંણ હૂં હઝુ હું કરું? ઝેંનાથી મનેં અમર જીવન મળે.” ઇસુવેં હેંનેં ઇપેર નજર કરી અનેં હેંનેં પ્રેમ કર્યો.
ઇસુવેં જવાબ આલ્યો, “અગર તું સંપૂર્ણ થાવા માંગતો વેહ, તે પસી જા અનેં ઝી કઈ તારી કન હે વેયુ બદ્દુ વેંસેંનેં, વેયા પઈસા ગરીબં નેં આલ દે, તે તનેં હરગ મ ખજાનો મળહે. પસી મારી વાહેડ સાલ.”
જુંવન માણસેં ઝર ઇસુવેં ઝી કેંદું હેંતું વેયુ હામળ્યુ, તર વેયો ઘણોસ ઉદાસ થાએંજ્યો, કેંમકે વેયો ઘણો ધનવાન હેંતો અનેં બદ્દી વસ્તુવં નેં સુંડવા માંગતો નેં હેંતો. વેયો પાસો વળેંનેં ઇસુ કન થી જાતોર્યો.
પસી ઇસુવેં હેંના સેંલં નેં કેંદું,“ધનવાન મનખં નેં પરમેશ્વર ના રાજ મ જાવું ઘણું કાઠું હે! હોવ એક ધનવાન માણસ નેં પરમેશ્વર ના રાજ્ય મ પરવેશ કરવા કરતં એક ઉંટ હારુ હોઈ ના નાકા મહી સરકેં જાવું હેલું હે.
ઝર સેંલવેં ઇસુવેં ઝી કેંદું વેયુ હામળ્યુ, તર હેંનનેં આઘાત લાજ્યો અનેં કેંદું, “તે પસી કુંણ તારણ મેંળવેં સકહે?”
ઇસુવેં સેંલં મએં ભાળ્યુ અનેં કેંદું, “મનખં થી તે નહેં થાએં સકતું, પુંણ પરમેશ્વર થી બદ્દુ થાએં સકે હે.”
પતરસેં ઇસુ નેં કેંદું, “હમું બદ્દુંસ સુંડ દેંનેં તમારી વાહેડ આયા હે, હમનેં હું ઇનામ મળહે?”
ઇસુવેં જવાબ આલ્યો,“દરેક મનખ ઝી મારી હારુ પુંતાનં ઘેરં, ભાજ્ય, બુંનં, આઈ, બા, સુંરં કે મિલ્કત સુંડ દેંહે ,વેયુ હો ગણું વદાર મેંળવહે અનેં હેંનેં અમર જીવન હુંદું મળહે. “પુંણ ઘણં મનખં ઝી પેલ હે વેય સેંલ્લં થાહે, અનેં ઘણં ઝી સેંલ્લં હે વેય પેલ થાહે.”
બાએંબલ ની વારતા: મત્તિ 19:16-30, મરકૂસ 10:17-31, લુકા 18:18-30
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).