29. ૨૯. દયા વગર ના નોકર ની વારતા
એક દાડો, પતરસેં ઇસુ નેં પૂસ્યુ,“હે માલિક, અગર મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તે મારે હેંનેં કીતરી વાર માફ કરવો જુગે? હું હાત વાર?” તર ઇસુવેં કેંદું,“હાત વારેંસ નેં પુંણ હાત ના હિત્તર વાર!” હેંનો મતલબ ઇસુ નું એંમ કેંવું હે કે આપડે હમેશા માફ કરવું જુગે.
તર ઇસુવેં હેંનનેં એક વારતા હમળાવી. ઇસુવેં કેંદું,“પરમેશ્વર નું રાજ એક એંવા રાજા જુંગ હે, ઝી પુંતાનં નોકરં કન હિસાબ લેંવા માંગે હે. હેંના રાજા ના એક નોકર નું એંતરું બદું લેંણું હેંતું, કે વેયો 200000 વર તક મજુરી કરે તર પૂરુ થાએં સકે, ઝી પઈસા હેંને રાજા કન થી લેંદા હેંતા.”
પુંણ નોકર વેયુ લેંણું પૂરુ નેં કરેં સક્યો, એંતરે હારુ રાજાવેં કેંદું,“મારા પઈસા પુરા કરવા હારુ એંના માણસ નેં અનેં હેંના પુરા પરિવાર નેં ગુલામ તરિકે વેંસેં દો.”
હેંને નોકરેં હેંના રાજા ન પોગં મ પડેંનેં કેંદું કે,“મારી હારુ થુડીક ધીરજ રાખ, હૂં તારા બદ્દા પઈસા સુકવેં દેં.” રાજાવેં નોકર ઇપેર દયા કરી, અનેં હેંને નોકર નું બદું લેંણું માફ કર દેંદું, અનેં હેંનેં જાવા દેંદો.
પુંણ વેયો નોકર ઝર રાજા કન થી ઘેર જાવા હારુ નકળ્યો, તર હેંનેં હેંનો જુડીદાર નોકર ભેંધો થાયો, ઝેંનેં કન વેયો સ્યાર મઈનં ની મજુરી એંતરા પઈસા નો કર્જદાર હેંતો. હેંને હેંના જુડીદાર નોકર નું ગળું હાએંનેં નેં કેંદું,“મારી કન થી લેંદેંલા પઈસા મન હમણસ આલ દે.”
હેંને જુડીદાર નોકરેં પેંલા નોકર ન પોગં મ પડેંનેં કેંદું,“મારી ઇપેર થુડીક ધીરજ રાખ, હૂં તારા બદ્દા પઈસા આલ દેં.” પુંણ વેયો નેં માન્યો અનેં હેંના જુડીદાર નોકર નેં ઝાં તક વેયો પઈસા નેં આલે તાં તક જેલ મ પુરાવ દેંદો.”
અમુક બીજા નોકર હેંતા હેંનવેં આ બદ્દું ભાળ્યુ અનેં વેયા મન મ ઘણા દુઃખી થાયા. વેયા રાજા કન જ્યા અનેં આ બદ્દી વાત હેંનેં કીદી.
રાજાવેં હેંના નોકર નેં બુંલાયો અનેં હેંનેં કેંદું,“હે ભુંડા નોકર! તેં મારી હાતેં અરજ કરી અનેં મેંહ તારું લેંણું માફ કર દેંદું, તે તારે હુંદું હેંમેંસ કરવું જુંગતું હેંતું. ફેંર રાજા વદાર ગુસ્સે થાએંજ્યો અનેં ઝાં તક વેયો બદ્દું લેંણું નેં સુકવેં દે તાં તક હેંનેં જેલ મ પુરાવ દેંદો.”
પસે ઇસુવેં સેંલનેં કેંદું,“તમું તમારા ભાઈ નેં હૃદય થી માફ નેં કરો તે મારો હરગ વાળો બા હુંદો તમારી દરેક નેં હાતેં ઇવીસ રિતી કરહે.
બાયબલ ની વારતા: મત્તિ 18:21-35
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).