30. ૩૦. પાંસ હજાર મનખં નેં ઇસુ ખાવાનું ખવાડે હે
ઈસુવેં પુંતાનં સેંલં નેં પરસાર કરવા અનેં મનખં નેં શિક્ષણ આલવા હારુ ઘણં અલગ-અલગ ગામં મ મુંકલ્યા. ઝર વેયા પાસા ફરેંનેં ઇસુ કનેં આયા તર, હેંનવેં ઝી કર્યુ હેંતું, હેંના બારા મ ઇસુ નેં વતાડ્યુ. હેંનેં બાદ ઇસુવેં હેંનનેં થુડીક વાર આરમ કરવા હારુ દરજ્યા ને પેંલે પાર જાવા હારુ કેંદું. એંતરે હારુ વેયા નાવડા મ બેંહેંનેં દરજ્યા ને પેંલે પાર જ્યા.
પુંણ ઘણં બદં મનખવેં હેંનનેં જાતં ભાળ્યા, તે વેય હેંનનેં મળવા હારુ હેંનં કરતં પેલ તાં પોતેંજ્ય. ઝર ઇસુ અનેં હેંનના સેંલા દરજ્યા ને પેંલે પાર પોત્યા, તે પેલ થકીસ મનખં નો મુંટો ટુંળો તાં બેંહેંનેં હેંનની વાટ જુંએં રિયો હેંતો.
હેંના ટુંળા મ 5000 તે ખાલી માણસેંસ હેંતા, સુંરં બઈરં ની ગણતરી નહેં કરવા મ આવી. ઇસુ નેં લાગ્યુ કે વેય મનખં ગુંવાળ વગર ન ઘેંઠં જુંગ હે, એંતરે હારુ ઇસુ નેં હેંનં ઈપેર ઘણી દયા આવી. ઇસુવેં હેંનનેં શિક્ષણ આલ્યુ, અનેં હેંનં મ ઘણં બદં મનખં ઝી બિમાર હેંતં હેંનનેં ઇસુવેં હાજં કર્ય.
હાંજ પડેં ગઈ, તે સેંલવેં ઇસુ નેં કેંદું,“વદાર મોડું થાએંજ્યુ હે અનેં આં નજીક મ તે કઈ બજાર હુદી નહેં, એંતરે હારુ હાવુ એંનં મનખં નેં જાવા દે તે વેય ખાવા હારુ કઈક લેં સકે.”
પુંણ ઇસુવેં સેંલં નેં કેંદું,“તમુંસ એંનં મનખં નેં કઈક ખાવા હારુ આલો!” હેંનવેં કેંદું,“હમું કીવી રિતી હેંનં હારુ ખાવા ની વેવસ્તા કરેં સકજ્યે? હમારી કન તે ખાલી પાંસ રુટજ્યી અનેં બેસ માસલજ્યી હે.”
ફેંર ઇસુવેં પુંતાનં સેંલં નેં કેંદું,“મનખં નેં કો કે વેય પસા-પસા ની ટુકડી કરેંનેં ભુંએં ખોડ મ બેંહેં જાએ.”
ઝર મનખં બેંહેંજ્ય તે ઇસુવેં વેયે પાંસ રુટજ્યી અનેં બે માસલજ્યી હાથ મ લીદી, અનેં હરગ મએં ભાળ્યુ અનેં ખાવેના હારુ પરમેશ્વર નું ધનેવાદ કર્યુ.
પસે ઇસુવેં રુટજ્યી અનેં માસલજ્ય ના બટકા કર્યા અનેં વેય બટકં સેંલં નેં આલ્ય, અનેં સેંલંવેં મનખં નેં વાટ્યુ! બદ્દ મનખંવેં ધાપેંનેં ખાદું, તે હુંદું ખાવા નું બસેંજ્યુ.
તર સેંલંવેં વદેંલં બટકં ભેંઘં કર્ય તે બાર ટુંપલં ભરાએંજ્ય, વેય બટકં ખાલી પાંસ રુટજ્યી અનેં બે માસલજ્યી મ ન હેંતં.
બાયબલ ની વારતા: મત્તિ 14:13-21; મરકુસ 6:31-44; લુકા 9:10-17; યૂહન્ના 6:5-15
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).