31. ૩૧. ઇસુ પાણેં ઇપેર સાલે હે
પાંસ હજાર મનખં નેં ખાવાનું ખવાડવા બાદ, ઇસુવેં સેંલં નેં કેંદું કે વેયા નાવ મ બેંહેંનેં દરજ્યા ને પેંલે પાર જાતા રે. મનખં નેં સુટં કરવા બાદ ઇસુ ડુંગોર ઇપેર હુંનવેંણ જગ્યા મ પ્રાર્થના કરવા હારુ જ્યો. તાં ઇસુ એંખલોસ હેંતો, અનેં મોડી રાત તક હેંને પ્રાર્થના કરી.
ઘણી રાત થાએં ગઈ તે હુંદા વેયા દરજ્યા ની વસું-વસેંસ પોત્યા હેંતા. કેંમકે વાએંરું હેંનનેં હામેંસ સાલતું હેંતું, એંતરે હારુ સેંલા પુંતાની નાવ નેં ઘણી મુશ્કિલ થી સલાડેં રિયા હેંતા.
ઇસુ પ્રાર્થના પૂરી કરેંનેં સેંલં કન જ્યો, વેયો નાવ કનેં આવવા હારુ પાણેં ઇપેર સાલવા લાજ્યો.
સેંલંવેં ઝર ઇસુનેં ભાળ્યો તે વેયા સમકેંજ્યા, કેંમકે હેંનનેં લાજ્યુ કે આ તે કઈક ભૂત આવેંરિયો હે, એંતરે હારુ ઇસુવેં જુંર થી સિસાએંનેં કેંદું,“સમકો નહેં હૂં હે!”
તર પતરસેં ઇસુનેં કેંદું,“ઓ પ્રભુ, અગર તું હે, તે મનેં પર્વંગી આલ કે હૂં હુંદો પાણેં ઇપેર સાલેંનેં તારી કન આવેં સકું.” ઇસુવેં પતરસ નેં કેંદું,“આવ!”
એંતરે હારુ પતરસ નાવ મહો ઉતરેંનેં ઇસુ કન જાવા હારુ પાણેં ઇપેર સાલવા મંડ્યો. પુંણ થુડીક વાર સાલવા બાદ, હેંને ઇસુ મએં થી નજર ફેંરવેં લીદી અનેં જુંર થી સાલતા વાએંરા અનેં ઝાબોળં ઇપેર હેંનું ધીયાન જાતુંરિયુ.
તર વેયો ઘબરાએંજ્યો અનેં પાણેં મ બુડવા મંડ્યો. હેંને સિસાએંનેં કેંદું,“ઓ પ્રભુ, મનેં બસાવ!” ઇસુવેં તરત હાત લાંબો કરેંનેં પતરસ નેં હાએં પાડ્યો. પસે ઇસુવેં પતરસ નેં કેંદું,“અરે અરદા વિશ્વાસ વાળા, તેં મારી ઇપેર ભરુંહો કેંમ નેં કર્યો?”
અનેં ઝર ઇસુ અનેં પતરસ નાવ મ સડેંજ્યા, તે તરત વાએંરું બંદ થાએંજ્યુ અનેં પાણેં ની ઝાબોળેં હુદી ટાડી પડેં ગજ્યી. સેંલા વિસાર કરતા થાએંજ્યા અનેં ઇસુ અગ્યેડ નમેં જાએં નેં હેંનેં કેંદું,“ખરેખર તું પરમેશ્વર નો બેંટો હે.”
બાયબલ ની વારતા: મત્તિ 14:22-33; મરકુસ 6:45-52; યૂહન્ના 6:16-21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).