32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 1

એક દાડો, ઈસુ અનેં હેંના સેંલા નાવ મ બેંહેંનેં દરજ્યા ને પેંલે પાર એક જગ્યા જ્યા ઝાં ગેરાસેની મનખં રેંતં હેંતં.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 2

ઝર વેયા દરજ્યા ને પેંલે પાર પોત્યા, તર એક માણસ હેંનં કનેં આયો ઝેંનેં મ ભૂત ભરાએંલો હેંતો.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 3

હેંના માણસ મ ઇતરી બદી શક્તિ હીતી, કે કુઈ ઇયે હેંનેં કાબુ મ નેં રાખેં સકતું હેંતું. આં તક કે ઘણી વાર મનખં હેંના હાથ અનેં પોગ હાકોળં થી બાંદ દેંતં, તે હુંદો વેયો હેંનેં તુંડ નાખતો હેંતો.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 4

વેયો માણસ માહણં મ રેંતો અનેં રાત-દાડો સિસાતો ફરતો હેંતો. વેયો સિસરં હુંદો નેં પેરતો હેંતો અનેં પુંતાના શરીર મ ભાઠા દકડેં-દકડેં નેં ઘવાએં જાતો હેંતો.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 5

ઝર વેયો માણસ ઇસુ કનેં આયો, તે વેયો હેંનેં હામેં ઢેંસુંણ માંડેંનેં બેંહેંજ્યો. તર ઇસુવેં ભૂત નેં કેંદું,“એંના માણસ મહો નકળેં જા!”

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 6

તર હેંના માણસ મ ભરાએંલો ભૂત જુંર થી સિસાએંનેં કેંવા મંડ્યો,“હે પરમપ્રધાન પરમેશ્વર ના બેંટા, ઈસુ, તારું મારી હાતેં હું કામ? કૃપા કરેંનેં મનેં તું દુઃખ નહેં આલે!” તર ઇસુવેં હેંનેં પૂસ્યુ,“નારું નામ હું હે?” હેંને જવાબ આલ્યો,“મારું નામ સેના હે. કેંમકે હમું ઘણા બદા હે.”

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 7

હેંને ભૂતેં ઇસુ નેં કેંદું,“કૃપા કરેંનેં એંના એરિયા થી બારતં નહેં કાડે!” તાં ટેંકેસ ડુંગોર ઇપેર ભુંડણં નો એક ટુંળો સરતો હેંતો. એંતરે હારુ ભૂતેં ઇસુ નેં અરજ કરેંનેં કેંદું,“કૃપા કરેંનેં હમનેં ભુંડણં ના ટુંળા મ મુંકલ દે.” તર ઇસુવેં કેંદું,“જો!”

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 8

સેંલ્લે ભૂતડં હેંના માણસ મહં નકળેંનેં ભુંડણં મ ભરાએંજ્ય. ભુંડણં નો આખો ટુંળો ડુંગોર ઇપેર થી નિસં દોડેંનેં જ્યો અનેં દરજ્યા મ કુદેંજ્યો. હેંના ટુંળા મ લગભગ 2000 ભુંડણં હેંતં.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 9

ભુંડણં ના ગુંવાળજ્યવેં, તાં ઝી કઈ થાયુ વેયુ બદ્દું ભાળ્યુ અનેં સેર મ જાતારિયા, અનેં ઝી કુઈ હેંનનેં ભેંગં થાય હેંનં બદ્દનેં ઝી કઈ ઇસુવેં કર્યુ હેંતું, વેયે બદ્દી વાત હેંનવેં કર દીદી. સેર મહં આવેંનેં મનખંવેં હેંના માણસ નેં ભાળ્યો, ઝેંનેં મ પેલ ભૂત ભરાએંલો હેંતો. વેયો સિસરં પેરેંનેં, શાંતિ થી બેંઠેંલો હેંતો અનેં એક સાદા માણસ જુંગેંસ વાત કરતો હેંતો.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 10

વેય મનખં જબર સમકેંજ્ય અનેં ઇસુ નેં કેંદું કે તું આંહો જાતોરે. એંતરે હારુ ઇસુ નાવ મ બેંહેંનેં જાવા કરતો હેંતો. તર ઝેંના માણસ મ પેલ ભૂત ભરાએંલો હેંતો હેંને ઇસુ હાતેં જાવા હારુ અરજ કરી.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 11

પુંણ ઇસુવેં હેંનેં કેંદું,“ના, હૂં સાહું હે કે તું તાર ઘેર જા અનેં પરમેશ્વરેં તારી હારુ ઝી કર્યુ હે, હેંના બારા મ બદ્દ નેં વતાડ અનેં તારા પરિવાર ન મનખં નેં કે, કે પરમેશ્વરેં તારી ઇપેર કીવી રિતેં દયા કરી હે.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 12

એંતરે હારુ વેયો માણસ તાંહો જાતોર્યો અનેં બદ્દ મનખં નેં ઇસુવેં હેંનેં હારુ ઝી કર્યુ હેંતું, વેયે વાત જણાવી અનેં ઝેંનેં બી વેયે વાત હામળી, વેય બદ્દ વિસાર કરતં થાએંજ્ય.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 13

ઇસુ દરજ્યા ને પેંલે પાર પાસો જાતોર્યો. ઝર ઇસુ તાં પોતેંજ્યો, તે તાં ઇસુ ની આજુ-બાજુ મનખં નો એક મુંટો ટુંળો ભેંઘો થાએંજ્યો અનેં ઇસુ ઇપેર પડા-પડી કરવા લાજ્ય. હેંના ટુંળા મ એક બજ્યેર હીતી, ઝેંનેં બાર વરસ થી લુઈ સાલવા ની બિમારી હીતી. હિન્યી પુંતાનું બદ્દું ધન હીની બિમારી નું ઈલાજ કરવા મ ખરસ કરેં નાખ્યુ હેંતું કે વેયે હાજી થાએં જાએ, પુંણ હીની હાલત વદારે ખરાબ થાએં ગઈ.

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 14

હિન્યી હમળ્યુ હેંતું કે ઇસુવેં ઘણં બદં બીમાર મનખં નેં હાજ કર્ય હે. એંતરે હારુ હિન્યી વિસાર્યુ કે,“મનેં પાક્કો વિશ્વાસ હે કે અગર હૂં ખાલી ઇસુ ન સિસરંનેંસ અડેં લેં તે હૂં હુદી હાજી થાએં જએં!” એંતરે હારુ વેયે ઇસુ નેં વાહેડ આવી અનેં હેંનં સિસરં નેં અડી. ઝીવી વેયે ઇસુ ન સિસરં નેં અડી અનેં હેંનું લુઈ સાલવું બંદ થાએંજ્યુ!

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 15

ઇસુ નેં તરત ખબર પડેં ગઈ કે મારી મહી સામ્રત નકળી હે. એંતરે હારુ હેંને વાહે ફરેંનેં પૂસ્યુ,“મનેં કુંણ અડ્યુ?” સેંલવેં જવાબ આલ્યો,“તારી સારે બાજું મનખં નો ટુંળો હે, વેય તારી ઇપેર પડા-પડી કરે હે અનેં તું પૂસે હે કે મનેં કુંણ અડ્યુ?”

32. ૩૨. ભૂત ભરાએંલા એક માણસ નેં અનેં એક બિમાર બજ્યેર નેં ઇસુ હાજં કરે હે — illustration 16

વેયે બજ્યેર સમકતી અનેં ફફડતી જાએંનેં ઇસુ નેં હામેં ઢેંસુંણ માંડેંનેં બેંહેં ગઈ, અનેં કેંદું કે હીન્યી હું કર્યુ અનેં વેયે હાજી થાએં ગઈ. ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું,“તારે વિશ્વાસેં તનેં હાજી કરી હે. હાવુ શાંતિ થી ઘેર જાતિ રે.”

બાયબલ ની વારતા: મત્તિ 8:28-34; 9:20-22; મરકુસ 5:1-20; 5:24-34; લુકા 8:26-39; 8:42-48

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).