34. ૩૪. ઇસુ બીજી વારતા હિકાડે હે
ઇસુવેં હેંનનેં હરગ ના રાજ ના બારા મ બીજી ઘણી વારતા હમળાવી. દાખલા તરિકે, “હરગ નું રાજ રાઈ ના એક દાણા જુંગ હે, ઝેંનેં એક માણસેં પુંતાના ખેંતર મ વાઈવું. તમું જાણો હે કે રાઈ નો દાણો બીજં બદ્દ બી કરતં નાનો આવે હે.
પુંણ વેયો દાણો ઝર ઉગે અનેં વદે હે, વેયો સુંડ બીજં બદ્દ કરતં મુંટો થાએં જાએ હે. એંતરો મુંટો થાએ હે કે આકાશ મ ઉડવા વાળં જનાવરં આવેંનેં હીની ડાળજ્ય ઇપેર આરમ કરે હે.”
ઇસુવેં એક બીજી વારતા હમળાવી, “હરગ નું રાજ એક એંવા ખમીર જુંગ હે, ઝેંનેં એક બજ્યેરેં થુંડુંક લેંનેં લુંઠ મ ઉંમેર દેંદું, અનેં ગુંધેંલો પુરો લુંઠ ખમીર બણેંજ્યો.”
“હરગ નું રાજ એક એંવા ખજાના જુંગ હે. ઝી એક માણસ નેં મળ્યુ અનેં હેંને પુંતાના ખેંતર મ ડાટેં દેંદું. ફેંર બીજા માણસ નેં વેયો ખજાનો મળ્યો અનેં હેંને ફેંર ડાટેં દેંદો. વેયો એંતરો બદો ખુશ થાએંજ્યો કે હેંને ઘેર જાએંનેં ઝી કઈ હેંનેં કન હેંતું વેયુ બદ્દું વેંસેં દેંદું, અનેં હેંનં પઈસં થી ખેંતર વેંસાતું લેં લેંદું.”
“પરમેશ્વર નું રાજ ઘણા કિમતી મોતી જુંગ હે. કેંમ કે ઝર એક વેપારી નેં ઝર કિમતી મોતી મળેં જાએ, તે વેયો હેંનેં વેંસાતું ખરીદવા હારુ, પુંતાની બદ્દી મિલકત વેંસેં દે હે.”
હેંને બાદ ઇસુવેં એંવં મનખં નેં વારતા હમળાવી, “ઝી એંમ જાણતં હેંતં કે પરમેશ્વર હેંનનો સ્વીકાર કરહે, કેંમકે વેય ભલાઈ ન કામં કરે હે. અનેં વેય એંવં મનખં નેં નકમ્મ જાણતં હેંતં, ઝી ભલાઈ ન કામં નહેં કરતં, એંતરે હારુ ઇસુવેં હેંનનેં આ વારતા વતાડી, એક દાડો બે માણસ મંદિર મ પ્રાર્થના કરવા હારુ જ્યા. હેંનં મ એક જણો વેરો ઉગરાવવા વાળો હેંતો અનેં બીજો ધાર્મિક અગુવો હેંતો.”
ધાર્મિક અગુવે ઈવી રિતી પ્રાર્થના કરી, “પરમેશ્વર તારું ધનેવાદ થાએ, કે હૂં બીજં મનખં જુંગ ઝેંમ કે લુટવા વાળો, ખુંટો નિયા કરવા વાળો, સિનાળવું કરવા વાળો, અનેં એંના વેરો ઉગરાવવાળો જેંવો પાપી હુંદો નહેં.
આં તક કે હૂં અઠવાડજ્યા મ બે વાર તે ઉપવાસ રાખું હે, અનેં મારી બદ્દી કમાણી મહો દસાવો ભાગ હુંદો આલું હે.
પેંલે વેરો ઉગરાવવા વાળે માણસેં ધાર્મિક અગુવા થી સિટી ઇબે રેંનેં, પુંતાની આંખેં ઇપેર કરેંનેં ભાળ્યુ હુંદું નેં, પુંણ હેંને પુંતાની સાતી કુટેંનેં પ્રાર્થના કરી, “હે પરમેશ્વર, મારી ઇપેર દયા કર કેંમકે હૂં એક પાપી માણસ હે.”
પસે ઇસુવેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે, પરમેશ્વરેં પેંલા વેરો ઉગરાવવા વાળા ની પ્રાર્થના હામળી અનેં હેંનેં ધર્મી ગણ્યો. પુંણ હેંના ધાર્મિક અગુવા ની પ્રાર્થના તાજી નેં લાગી. ઝી ઘમંડી હે હેંવં દરેક મનખં નેં પરમેશ્વર નમ્ર કરહે, પુંણ ઝી કુઈ પુંતાનેં નમ્ર કરે હે, હેંનં બદ્દ નેં માન આલહે.
બાયબલ ની વારતા: મત્તિ 13:31-33,44-46; મરકુસ 4:30-32; લુક 13:18-21; 18:9-14
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).