36. ૩૬. ઇસુ નું રુપ બદલાવું
એક દાડો, ઇસુ પુંતાનં તાંણ સેંલં નેં હાતેં લેંનેં ડુંગોર ઇપેર હુંનવેંણ જગ્યા મ પ્રાર્થના કરવા હારુ જ્યો. વેયા તાંણ સેંલા પતરસ , યાકૂબ અનેં યૂહન્નો હેંતા, આ યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલવા વાળો નેં પુંણ બીજો હે.
ઝર ઇસુ પ્રાર્થના કરેં રિયો હેંતો, તર હેંનું મોડું સૂર્યા નેં જુંગ ભભળવા મંડ્યુ અનેં હેંનં સિસરં ઈજવાળા જુંગ ધોળં-ધગ થાએંજ્ય એંવં ધોળં કે ધરતી ઇપેર કુઈ ધોળં નેં કરેં સકે.
હેંનેં બાદ એલિય્યાહ અનેં મૂસો ભાળવા જડ્યા. ઝી કે ઘણં વરહ પેલ ઈયા માણસ ધરતી ઇપેર જીવી નેં જ્યા હેંતા. હેંનવેં યરુશલેમ મ ઇસુ નું ઝી મરણ થાવાનું હેંતું હેંના બારા મ વાત કરી.
ઝર એલિય્યાહ અનેં મૂસો ઇસુ હાતેં વાત કરેં રિયા હેંતા, તર પતરસેં ઇસુનેં કેંદું,“આપડે હારુ આંસ રેંવું તાજી વાત હે.” એંતરે હારુ હમું તાંણ મંડપ બણાવજ્યે. એક તારી હારુ, એક એલિય્યાહ હારુ અનેં એક મૂસા હારુ.” પુંણ પતરસ નેં જાણતો હેંતો. કે વેયો પુંતે હું કેં રિયો હે.
ઝર પતરસ હેંમ કેંસ રિયો હેંતો તર એક વાદળે આવેંનેં હેંનનેં ઢાકેં દેંદા. વાદળા મહી એંમ વાણી આવી, “આ મારો બેંટો હે, ઝેંનેં હૂં પ્રેમ કરું હે. અનેં એંનેં ઇપેર હૂં ઘણો ખુશ હે. તમું એંનું હામળો.” તર તાંણયે સેંલા એક-દમ સમકેંજ્યા અનેં નિસં પડેંજ્યા.
તર ઇસુવેં હેંનનેં અડેંનેં કેંદું, “ઘભરાવો નહેં. ઈબા થો.” હેંનવેં પાસું ભાળ્યુ તે ખાલી ઇસુ નેં સુંડેંનેં હેંનની આજુ-બાજુ બીજુ કુઈયે નેં હેંતું.
ફેંર ઇસુ અનેં તાંણ સેંલા પાસા ડુંગોર થી નિસં ઉતર્યા. તર ઇસુવેં હેંનનેં કેંદું, “આં ઝી કઈ થાયુ હે હેંના બારા મ કેંનેંયે કઈ નેં કેંતા વેહ. હૂં થુંડક દાડં મ મરેં જએં અનેં પાસો જીવતો થાએં જએં. હેંનેં બાદ આ વાત તમું બીજં મનખં નેં કેં સકો હે.”
બાયબલ ની વારતા: મત્તિ 17:1-9; મરકૂસ 9:2-8; લુક 9:28-36
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).