37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 1

લાજરસ નામનો એક માણસ હેતો, હીની બે બુંનેં હીતી એક મરિયમ અનેં બીજી માર્થા. વેય બદ્દ ઇસુ ન નજીક ન દોસદાર હેંતં. એક દાડો ઇસુ નેં હમિસાર મળ્યો કે લાજરસ ઘણો બીમાર હે. ઇસુવેં ઝર આ હમિસાર હામળ્યો તર ઇસુવેં હેંનનેં કેંદું,“આ બીમારી ઈની મોત હારુ નહેં, ઇયે પરમેશ્વર ની મહિમા હારુ હે.” ઇસુ હેંનં હાતેં પ્રેમ કરતો હેંતો, પુંણ ઝાં વેયો હેંતો તાંસ હેંનેં બે દાડા લાગેંજ્યા.

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 2

બે દાડ બાદ, ઇસુવેં પુંતાનં સેંલં નેં કેંદું, “સાલો આપું ફેંર યહૂદિયા પરદેશ જાજ્યે.” સેંલવેં જવાબ આલ્યો, “પુંણ ગરુ થુંડક દાડં પેલ તાંનં મનખં તનેં માર નાખવા માંગતં હેંતં.” ઇસુવેં કેંદું, “આપડો દોસદાર લાજરસ હુઈજ્યો હે, અનેં મારે હેંનેં જગાડવાનો હે.”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 3

સેંલવેં ઇસુ નેં કેંદું, “માલિક, અગર લાજરસ હુઈજ્યો વેંહે તે પાસો ઉઠેં જાહે.” તર ઇસુવેં હેંનનેં સાફ રિતી કેં દેંદું,“લાજરસ મરેંજ્યો હે. હૂં ખુશ હે કે હૂં તાં નેં હેંતો, ઝેંનેં થી તમું મારી ઇપેર વિશ્વાસ કરેં સકો.”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 4

ઝર ઇસુ લાજરસ ના ગામ મ પોત્યો તર લાજરસ નેં મરવા ના સ્યાર દાડા થાએંજ્યા હેંતા. તર માર્થા ઇસુ નેં મળવા હારુ આવી અનેં હિન્યી ઇસુ નેં કેંદું, “ હે પ્રભુ, અગર તું આં હેંતો તે મારો ભાઈ નેં મરતો. પુંણ હૂં વિશ્વાસ કરું હે કે તું પરમેશ્વર કન ઝી કઈ માંગહેં વેયો તનેં આલહે.”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 5

ઇસુવેં જવાબ આલ્યો, “પુનરુત્થાન અનેં જીવન હૂં હે. ઝી કુઈ મારી ઇપેર વિશ્વાસ કરે હે વેયુ અગર મરેં જાએ તે હુંદું જીવતું રેંહે. ઝી મારી ઇપેર વિશ્વાસ કરહે વેયુ કેંરં યે નેં મરે. હું તું આ વાત ઇપેર વિશ્વાસ કરે હે.” માર્થાવેં જવાબ આલ્યો,“હા પ્રભુ. હૂં વિશ્વાસ કરું હે કે તું પરમેશ્વર નો બેંટો હે.”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 6

તર મરિયમ હુદી તાં આવેં ગઈ અનેં વેયે ઇસુ નેં પોગેં લાગી અનેં કેંદું, “ હે પ્રભુ, અગર તું આં હેંતો તે મારો ભાઈ નેં મરતો.” ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “તમેં લાજરસ નેં કાં મિલ્યો હે?” હેંનવેં ઇસુ નેં કેંદું, “કબરેં આવેંનેં ભાળ લે.” તર ઇસુ ગાંગર્યો.

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 7

કબર એક ભડભેટ મ કુંરેંનેં બણાવેંલી હીતી. હેંનેં ઇપેર એક મુંટો ભાઠો મેંલેંલો હેંતો. ઇસુવેં કબર કનેં જાએંનેં કેંદું, “એંના ભાઠા નેં હરકાવો.” પુંણ માર્થાવેં કેંદું,“હેંનેં મરવા ના સ્યાર દાડા થાએંજ્યા હે. હેંનેં મહી હાવુ તે વાસ આવતી વેંહે.”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 8

ઇસુવેં જવાબ આલ્યો, “હું મેંહ તનેં નહેં કેંદું કે અગર તું વિશ્વાસ કરહેં તે તું પરમેશ્વર ની મહિમા ભાળહેં?” તર હેંનવેં હેંના ભાઠા નેં હરકાવ દેંદો.

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 9

તર ઇસુવેં આકાશ ની તરફ ભાળેંનેં કેંદું, “હે બા, તેં મારું હામળ્યુ એંતરે હારુ હૂં તારું ધનેવાદ કરું હે. હૂં જાણું હે કે તું હમેશા મારું હામળે હે, પુંણ ઝી મનખં મારી આજુ-બાજુ ઈબં હે, વેય વિશ્વાસ કરે કે તેં મનેં મુંકલ્યો હે, એંતરે હારુ હેંનને લેંદે હૂં કું હે.” તર ઇસુવેં જુંર થી સિસાએંનેં કેંદું, “લાજરસ બારતો આવ!”

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 10

એંતરે હારુ લાજરસ બારતં આયો! વેયો હઝુ તક ખાપુંણ થી ફુંતેંલો હેંતો. ઇસુવેં કેંદું, “હેંનું ખાપુંણ સુંડ નાખો. અનેં હેંનેં સુટો કરો!” આ સમત્કાર ભાળેંનેં ઘણં બદં યહૂદી મનખંવેં વિશ્વાસ કર્યો.

37. ૩૭. લાજરસ નેં ઇસુ મરેંલં મહો જીવતો કરે હે — illustration 11

પુંણ યહૂદી મનખં ના ધાર્મિક અગુવા બળવા વાળા હેંતા, એંતરે હારુ વેયા એંવું કાવતરું કરવા હારુ ભેંગા થાયા કે આપું ઇસુ નેં અનેં લાજરસ નેં કીવી રિતી માર દડજ્યે.

બાયબલ ની વારતા: યૂહન્ના 11:1-46

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).