39. ૩૯. ઇસુ ઈપેર કારવાઈ સાલે હે
હાવુ અરદી રાત થાએં ગઈ હીતી. સેનિક, ઇસુ નેં મુખી યાજક ને ઘેર લેંજ્યા, એંતરે હારુ કે વેયો ઇસુ નેં સવાલ પૂસે સકે. પતરસ હેંનનેં વાહે-વાહે જાએં રિયો હેંતો. ઝર ઇસુ નેં ઘેર મ લેં જાવા મ આયો, તર પતરસ બારતં આગ કન બેંહેંનેં તાપતો હેંતો.
ઘેર મ યહૂદી અગુવા ઇસુ ની કારવાઈ કરેં રિયા હેંતા. વેયા ઘણક ઝૂઠં ગવાહ નેં લેંનેં આયા હેંતા, ઝેંનવેં ઇસુ ના વિરુધ મ ઝૂઠી ગવાહી આલી વેયા અલગ-અલગ રિતી બુંલતા હેંતા, હેંનની ગવાહી એક-બીજા હાતેં મળતી નેં હીતી. એંતરે હારુ યહૂદી અગુવા ઇસુ નેં ગુંનેગાર સાબિત નેં કરેં સક્યા. ઇસુવેં કઈસ નેં કેંદું.
સેંલ્લે મુંટા યાજકેં ઇસુ મએં ભાળેંનેં કેંદું,“હું તું પરમેશ્વર નો બેંટો હે?”
ઇસુવેં કેંદું, “હાવ હૂં હે. તમું મનેં પરમેશ્વર ની જમણી બાજુ બેંઠેંલો અનેં હરગ મહો આવતં ભાળહો.” ઈયુ હામળેંનેં મુંટો યાજકેં ગુસ્સે થાએંનેં પુંતાનં સિસરં ફાડ નાખ્ય અનેં સિસાએંનેં યહૂદી મનખં ન અગુવં નેં કેંદું, “હાવુ આપડે બીજં ગવાહ ની કઈ જરુર નહેં! કે હેંને હું કર્યુ હે. તમું એંનેં હૂં પરમેશ્વર નો બેંટો હે એંમ કેંતં હામળોસ હે. તમારો હું ફેસલો હે?”
બદ્દા યહૂદી મનખં ન અગુવંવેં મુંટા યાજક નેં જવાબ આલ્યો, “વેયો મોત નેં લાએંક હે.” તર હેંનવેં ઇસુ ની આંખં ઇપેર પટ્ટી બાંદી, હેંનેં ઈપેર થુક્યા, હેંનેં માર્યો અનેં હીની મશ્કરી કરી.
પતરસ નેં બારતં બેંઠેંલો ભાળેંનેં, એક નોકરણન્યી કેંદું,“તું હુંદો ઇસુ નેં હાતેં હેંતો!” પતરસેં ના પાડ દીદી. હેંનેં બાદ એક બીજી નોકરણન્યી હુદી આસ વાત કરી, અનેં પતરસેં ફેંર ના પાડ દીદી. સેંલ્લે મનખવેં કેંદું, “હમું જાણન્યે હે કે તું ઇસુ નેં હાતેં હેંતો કેંમકે તું હુંદો તે ગલીલ નોસ હે.”
તર પતરસ હરાપ દેંવા અનેં હમ ખાવા મંડ્યો કે,“હૂં એંના માણસ નેં વળખતોસ નહેં.” હેંતરાક મ કુકડો બુલ્યો અનેં ઇસુવેં ફરેંનેં પતરસ નેં હામેં ભાળ્યુ.
પતરસ તાંહો સિટી જાતોર્યો અનેં જબર ગાંગર્યો. હેંના ટાએંમ મ ઇસુ નેં મોત ની સજ્યા હમળાવા મ આવી. તર ઇસુ નેં હવાડવા વાળે યહૂદાવેં ભાળ્યુ તે વેયો ઘણો દુઃખી થાયો અનેં તાંહો જાએંનેં વેયો ગળવા ખાએંનેં મરેંજ્યો.
બીજે દાડે હવેંર મ, યહૂદી અગુવા ઇસુ નેં રોમ સરકાર ના રાજપાલ પિલાતુસ કનેં લેંજ્યા. વેયા એંમ અસ્યા કરેંનેં લેંજ્યા કે પિલાતુસ હુંદો ઇસુ નેં ગુંનેગાર ઠરાવહે અનેં મોત ની સજ્યા આલહે. પિલાતુસેં ઇસુ નેં પૂસ્યુ, “હું તું યહૂદી મનખં નો રાજા હે?”
ઇસુવેં જવાબ આલ્યો, “તું કે હે મારું રાજ ઈની દુન્ય મ નહેં. અગર હેંમ હેંતું તે મારા સેંવક મારી હારુ લડાઈ કરતા. હૂં ધરતી ઇપેર પરમેશ્વર ના બારા મ હાસું કેંવા હારુ આયો હે. ઝી હાસ નું હે વેયુ દરેક જણ મારી વાણી હામળે હે.” પિલાતુસેં પૂસ્યુ, “હાસ હું હે?”
ઇસુ હાતેં વાત કર્યા બાદ પિલાતુસ બારતં મનખં ના ટુંળા કન જ્યો અનેં કેંદું, “મનેં તે આ માણસ ગુંનેગાર વેહ એંવું લાગતું નહેં.” પુંણ યહૂદી અગુવંવેં અનેં બીજં મનખવેં સિસાએં નેં કેંદું, “હેંનેં ક્રૂસ ઈપેર સડાવો!” પિલાતુસેં જવાબ આલ્યો, “હેંનેં મ કઈ ગુંનો નહેં.” પુંણ વેય ફેંર જુંર-જુંર થી સિસાવા મંડ્ય. તર પિલાતુસેં તીજી વાર કેંદું, “હેંનેં મ કઈસ ગુંનો નહેં.”
પિલાતુસ સમકેંજ્યો કે આ મનખં ખેંતક ધુંમાલ ઇબી કર દેંહે. એંતરે હારુ હેંને પુંતાનં સેનિકં નેં કેં દેંદું કે એંનેં ક્રૂસ ઈપેર સડાવો. રોમી સરકાર ન સેનિકવેં ઇસુનેં કોએડા માર્યા. અનેં હેંનેં રાજશાહી ઝભ્ભો અનેં કાટં નો મોંગટ પેરાયો. હેંનેં બાદ હેંનવેં એંમ કેં નેં ઇસુ ની મશકરી કરી કે, “ભાળો, યહૂદી મનખં નો રાજા!”
બાયબલ ની વારતા: મત્તિ 26:57-27:26; મરકુસ 14:53-15:15; લુકા 22:54-23:25; યૂહન્ના 18:12-19:16
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).