40. ૪૦. ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવા મ આયો
ઇસુ ની મશ્કરી કરવા બાદ, સેનિક ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવા હારુ સેર ની બહાર લેંજ્યા. હેંનવેં ઝેંના ક્રૂસ ઇપેર ઇસુ મરવા નો હેંતો વેયો ક્રૂસ ઇસુનેંસ તુંકાડ્યો.
સેનિક ઇસુ નેં ખોપડી નામ ની જગ્યા લેંજ્યા, હેંના હાથ અનેં પોગ ક્રૂસ હાતેં ખીલા ઠુંકેં દેંદા. પુંણ ઇસુવેં કેંદું, “બા હેંનનેં માફ કર, કેંમકે વેયા ઝી કરેં રિયા હે વેયુ નહેં જાણતા.” હેંના માથા ઇપેર “યહૂદી મનખં નો રાજા” એંમ લખેંલો બોડ ટાંગવા મ આયો, કેંમકે પિલાતુસેં હોક્મ કર્યુ હેંતું.
તર સેનિકવેં ઇસુ ન સિસરં વાટવા હારુ સીઠ્ઠી લખેંનેં નાખી કે કેંનેં હું મળે. ઝર હેંનવેં હેંમ કર્યુ તે વેયે ભવિષ્યવાણી પૂરી થાઈ, “હેંનવેં એક-બીજા મ મારં સિસરં વાટ લેંદં અનેં મારા ઝભ્ભા હારુ હેંનવેં સીઠ્ઠી નાખી.”
ઇસુ નેં બે નેં વસેં ક્રૂસ ઇપેર સડાવા મ આયો. હેંનં મનો એક સુંર ઇસુ ની નિંદા કરતો હેંતો, પુંણ બીજે કેંદું, “હું તું પરમેશ્વર થી હુંદો નહેં સમકતો ? વેયો આપં નેં દંડ આલહે, આપું તે ગુંનેગાર હે, પુંણ એંને માણસેં કઈ ગુંનો નહેં કર્યો.” હેંનેં બાદ હેંને ઇસુ નેં કેંદું,“કૃપા કરેંનેં તું મનેં ઇયાદ રાખજે ઝર તું પુંતાના રાજ મ રાજા બણહે, તું તારા રાજ મ આવહેં તર મનેં ઈયાદ કરજે.” ઇસુવેં હેંનેં જવાબ આલ્યો,“આજે તું મારી હાતેં હરગલોક મ વેંહે .”
યહૂદી મનખં ન અગુવંવેં અનેં ભીડ ન બીજં મનખવેં એંમ કેંનેં ઇસુ ની મશ્કરી કરી, “અગર તું પરમેશ્વર નો બેંટો વેહ, તે ક્રૂસ ઈપેર થી નિસં ઉતરેં આવ અનેં પુંતાનેં બસાવ લે, તર હમું તારી ઈપેર વિશ્વાસ કરહું.”
તર બફોર ના ટાએંમ મ આખા હેંના એરિયા મ ઇન્દારું થાએંજ્યુ. બફોર થી લેંનેં લગ-ભગ તાંણ વાગ્યા તક ઇન્દારું રિયુ.
તર ઇસુવેં જુંર થી સિસાએંનેં કેંદું,“પૂરુ થાયુ. બા હું મારો આત્મા તારં હાથં મ હુંપું હે.” હેંનેં બાદ વેયા માથું નિસં નમાવેં નેં મરેં જ્યા. ઝર ઇસુ નું મોત થાયુ તર એક મુંટું ભુકમ થાયુ, અનેં યરુશલેમ સેર ના મંદિર નો મુંટો પડદો ઝી મનખં નેં પરમેશ્વર ની કન જાવા હારુ રુંકતો હેંતો, વેયો ઇપેર થી લેંનેં નિસં તક ફાટેં નેં બે ભાગ થાએંજ્યો.
પુંતાની મોત દુવારા ઇસુવેં મનખં નેં પરમેશ્વર કન જાવા હારુ રસ્તો ખોલ દેંદો. ઝી સેનિક ઇસુ ની ભાળ-દેંખ કરેં રિયો હેંતો હેંને વેયુ બદ્દું ભાળ્યુ અનેં કેંદું,“ખરેખર, વેયો ગુંનેગાર નેં હેંતો. વેયો પરમેશ્વર નો બેંટો હેંતો.”
તર યૂસુફ અનેં નીકુદેમુસ બે યહૂદી માણસ ઝી ઇસુ ઇપેર વિશ્વાસ કરતા હેંતા કે ઇસુસ મસીહ હે, હેંનવેં પિલાતુસ કન જાએંનેં ઇસુ ની લાશ માંગી. હેંનવેં લાશ નેં ખાપુંણ મ પુંથેંનેં મુંટી ભડભેટ મ કુરીલી કબર મ મીલી. પસે કબર બંદ કરવા હારુ એક મુંટો ભાઠો ગગડાવેં નેં મેંલ દેંદો.
બાયબલ ની વારતા: મત્તિ 27:27-61; મરકુસ 15:16-47; લુક 23:26-56; યૂહન્ના 19:17-42
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).