4. ૦૪. ઈબ્રાહેંમ હાતેં પરમેશ્વર નો કરાર
જલાપાલું થાવા ન ઘણ વરહં બાદ, દુન્ય મ ઘણં બદં મનખં વદેંજ્ય હેંતં, અનેં વેય એકેંસ ભાષા બુંલતં હેંતં. પરમેશ્વરેં આખી ધરતી મ ફેલાવા નું કેંદું હેંતું, હેંનેં સુંડેંનેં વેય એક જગ્યા ભેંગં થાય અનેં એક સેર બણાયુ.
વેય અભિમાની થાએંજ્ય અનેં પરમેશ્વરેં ઝી કેંદું હેંતું હીની વાત નેં હેંનવેં ધિયાન મ નેં રાખી. હેંનવેં આકાશ તક પોતે એંવો એક બુરજ બણાવા ની સરુવાત કરી. પરમેશ્વરેં ભાળ્યુ કે વેય ભુંડાઈકરવા હારુ હાતેં મળેંનેં કામ કરતં રેંહે તે વેય વદારે પાપી બાબતો કરહે.
એંતરે હારુ પરમેશ્વરેં હેંનની ભાષા બદલેં નાખી અનેં આખી દુન્ય મ મનખં નેં વખેંર નાખ્ય. હેંનવેં ઝી સેર બણાવા ની સરુવાત કરી હીતી હેંના સેર નું નામ બેબીલોન હેંતું, ઝેંનો અરથ ગુસવણ થાએ હે.
ઘણં વરહં બાદ પરમેશ્વરેં ઇબ્રાહેંમ નામ ના એક માણસ હાતેં વાત કરી. પરમેશ્વરેં હેંનેં એંમ કેંદું, “તારું દેશ અનેં તારો પરિવાર સુંડેંનેં ઝી જગ્યા તનેં હૂં વતાડું તાં તું જા. હૂં તનેં આશિર્વાદ આલેં અનેં તારી થી એક મુંટી કોમ પેદા કરેં. હૂં તારું નામ મુંટું કરેં. ઝી તનેં આશિર્વાદ આલે હેંનનેં હૂં આશિર્વાદ આલેં, અનેં ઝી તનેં હરાપ આલે હેંનનેં હૂં હરાપ આલેં. તારી લેંદે ધરતી ઇપેર ન બદ્દ મનખં આશિર્વાદ મેંળવહે. ”
એંતરે હારુ ઇબ્રાહેંમ પરમેશ્વર ની આજ્ઞા માનેં નેં હીની બજ્યેર સારા અનેં હેંના બદ્દા નોકર અનેં ઝી કઈ હેંનેં કન હેંતું વેયુ બદ્દું લેંનેં પરમેશ્વરેં ઝી કનાન દેશ વતાડ્યુ હેંતું તાં વેયો જ્યો.
ઝર ઇબ્રાહેંમ કનાન મ આયો તર પરમેશ્વરેં કેંદું, “તારી આજુ-બાજુ ભાળ, હૂં તનેં અનેં તારી પીઢી ન મનખં નેં આ દેશ ઝી તું ભાળે હે વારસા તરિકે આલેં. ” તર ઇબ્રાહેંમ હેંના દેશ મ રેંવાસી થાયો.
એક દાડો ઇબ્રાહેંમ, પરમેશ્વર ના યાજક મલ્કીસીદેક નેં મળ્યો. મલ્કીસીદેકેં ઇબ્રાહેંમ નેં એંમ કેં નેં આશિર્વાદ આલ્યો, “આકાશ અનેં ધરતી ના માલિક ઇબ્રાહેંમ નેં આશિર્વાદ આલો.” તર ઇબ્રાહેંમેં મલ્કીસીદેક નેં હીની બદ્દી વસ્તુ મહો દસવો ભાગ આલ્યો.
ઘણં વરહં નકળેંજ્ય પુંણ ઇબ્રાહેંમ અનેં સારા નેં હઝુ તક કઈ સુંરું નેં હેંતું. પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં ફેંર વાએંદો કર્યો, કે તમનેં સુંરો થાહે, અનેં આકાશ ન તારં જુંગ હેંનો પરિવાર વદહે. ઇબ્રાહેંમેં પરમેશ્વર નું વસન પાળ્યુ
એંતરે હારુ પરમેશ્વરેં એંમ જાહેર કર્યુ કે ઇબ્રાહેંમ ધર્મી માણસ હેંતો. તર પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં કરાર કર્યો. કરાર તે બે પક્ષ વસેં સહમતી હે. પરમેશ્વરેં કેંદું, “હૂં તનેં તારા પુંતાના શરીર નોસ સુંરો આલેં.” હૂં કનાન દેશ તારી પીઢી ન મનખં નેં આલેં. પુંણ હઝુ તક ઇબ્રાહેંમ નેં સુંરો નેં હેંતો.
બાએંબલ ની વારતા ઉત્પતિ 11-15
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).