44. ૪૪. પતરસ અનેં યૂહન્ના લંગડા ભિખારી નેં હાજો કરે હે
એક દાડો પતરસ અનેં યૂહન્ના મંદિર મ જાએં રિયા હેંતા. ઝર વેયા મંદિર ને બાએંણે પોત્યા તર હેંનવેં એક લંગડા માણસ નેં પૈસા ભીખ માંગતં ભાળ્યો.
પતરસેં હેંના લંગડા માણસ તરફ ભાળેંનેં કેંદું, “મારી કન તનેં આલવા હારુ પૈસા નહેં. પુંણ ઝી મારી કન હે વેયુ હૂં તન આલેં. ઇસુ ના નામ મ ઉઠ અનેં સાલતો થા!”
તરતેંસ પરમેશ્વરેં વેયા લંગડા માણસ નેં હાજો કર દેંદો, અનેં વેયો સાલવા અનેં સ્યારે મેર કુદવા, અનેં પરમેશ્વર ની સ્તુતિ કરવા લાજ્યો. મંદિર ના આંગણા મ ઝી મનખં હેંતં વેય બદ્દ નવાઈ પામવા લાજ્ય.
ઝી માણસ હાજો થાયો હેંતો હેંનેં ભાળવા હારુ તરતેંસ મનખં નું ટુંળું ભેંગું થાએંજ્યુ. પતરસેં હેંનંનેં કેંદું, “તમું આ વાત થી હુંકા નવાઈ પામેં રિય હે કે આ માણસ હાજો થાયો હે? હમારા સામ્રત થકી આ માણસ હાજો નહેં થાયો. પુંણ ઇસુ ના સામ્રત થકી આ માણસ હાજો થાયો હે.”
“તમવેંસ રોમન રાજપાલ નેં કેંદું હેંતું કે ઇસુ નેં માર દડવા મ આવે. તમવેં બદ્દ નેં જીવન આલવાવાળા નેં માર દડ્યા, પુંણ પરમેશ્વરેં હેંનનેં મરેંલં મહા પાસા જીવતા કર દેંદા. તમું જાણતા નેં હેંતા કે તમું હું કરેં રિયા હે, પુંણ ઝર તમુ હેંનં કામં નેં કરેં રિય હેંતં, તે ઝી ભવિષ્યવક્તંવેં કેંદું હેંતું વેયુ પૂરુ થાયુ, હેંનવેં કેંદું હેંતું કે મસીહ દુખ ઉઠાવહે અનેં મરેં જાહે. પરમેશ્વરેં એંનેં એંવા તરીકા થી થાવા દેંદું. એંતરે હારુ હાવું તમું મન બદલો અનેં પરમેશ્વર તરફ ફરો ઝેંનાથી તમારં પાપ માફ કરેં દેંવા મ આવે.”
પતરસ અનેં યૂહન્ના ઝી કઈ કેં રિયા હેંતા એંનાથી મંદિર ના સોકીદારં ના મુખિયા ઘણા પરેસાન થાયા. એંતરે હારુ હેંનવેં હેંનનેં બંદીવાન બણાવ દેંદા અનેં થાણા મ પૂર દેંદા. પુંણ ઘણં મનખંવેં પતરસ ના પરસાર ઇપેર વિશ્વાસ કર્યો અનેં ઇસુ ઇપેર વિશ્વાસ કરવા વાળં ની સંખ્યા વદેંનેં ૫૦૦૦ થાએં ગઈ.
બીજે દાડે,યહૂદી અગુવા પતરસ અનેં યૂહન્ના નેં પ્રમુખ યાજક અનેં બીજા ધારમિક યાજકં ની હામેં લેં આયા, વેય હેંના માણસ નેં હુંદો લેંનેં આય ઝી ભીખ માગેં કરતો હેંતો. હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં પૂસ્યુ, “તમું આ લંગડા માણસ નેં કેંની સામ્રત્ત થી હાજો કર્યો?”
પતરસેં હેંનનેં જવાબ આલ્યો, “આ માણસ ઇસુ મસીહ ના સામ્રત થકી હાજો થાએંનેં તમાર અગ્યેડ ઇબો હે. તમવેં ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવ દેંદા, પુંણ પરમેશ્વરેં હેંનનેં મરેંલં મહા પાસા જીવતા કરેં દેંદા. તમવેં હેંનનો નકાર કર્યો,પુંણ તારણ મેંળવવા હારુ ઇસુ ના સામ્રત વગર બીજો કુઈ રસ્તો નહેં.”
અગુવા નવાઈ પાઈમા હેંતા કે પતરસ અનેં યૂહન્ના એંતરી હિમ્મત થી વાત કરેં રિયા હેંતા, કેંમ કે વેયા જાણતા હેંતા કે આ લોક મામુલી અનેં અભણ માણસ હે. પુંણ પસી હેંનનેં ઇયાદ આયુ કે આ લોક ઇસુ નેં હાતેં રેંતા હેંતા. તર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં ધમકી આલી કે અગર તમું એંના માણસ ઇસુ ના બારા મ મનખં નેં કુઈ વદાર હમિસાર આલો હેં તે હમું તમનેં ઘણો દંડ આલહું અનેં પસી હેંનનેં જાવા દેંદા.
બાયબલ ની વારતા: પ્રેરિતં નું કામ 3:1-4:22
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).