46. ૪૬. પાવલુસ ઇસાઈ બણે હે
શાઉલ નામનો એક જુંવન માણસ હેંતો. ઝી મનખં ન સિસરં ની રખવાળી કરતો હેંતો ઝેંનવેં સ્તિફનુસ નેં માર દડયો હેંતો.વેયો ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ નેં કરતો હેંતો અનેં એંતરે હારુ વેયો વિશ્વાસી મનખં નેં સતાવતો હેંતો. વેયો યરુશલેમ ના ઘેર ઘેર મ જાએંનેં બજ્યેર, માણસ બદ્દ નેં હાતો હેંતો કે ઝેંનાથી હેંનનેં થાણા મ પુરેં સકે. તર મુંટા યાજકેં શાઉલ નેં પર્વનગી આલી કે વેયો ઇસાઈ મનખં નેં હાવા હારુ દમિશ્ક મ જાએ અનેં હેંનનેં પાસા યરુશલેમ લેં આવે.
ઝર શાઉલ દમિશ્ક ના રસ્તા ઇપેર હેંતો તર આકાશ મહો તેજ પ્રકાશ હેંની સ્યારેં મેર ભભળ્યો અનેં વેયો નીસં પડેંજ્યો. શાઉલેં કુઈક નેં કેંતં ઇયુ કેંતં હામળ્યુ, “હે શાઉલ! હે શાઉલ! તું મનેં હુંકા વિતાડે હે?” શાઉલેં પૂસ્યુ, “પ્રભુ, તમું કુંણ હે?” ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “હૂં ઇસુ હે. તું મનેં વિતાડે હે!”
ઝર શાઉલ ઉઠ્યો, તર વેયો ભાળેં સકતો નેં હેંતો. એંતરે હારુ હેંના દોસદાર હેંનેં દમિશ્ક મ લેંનેં જ્યા. શાઉલેં તાંણ દાડં તક કઇ બી ખાદું કે પિદું નેં હેંતું.
દમિશ્ક મ હનન્યાહ નામ નો એક સેંલો હેંતો. પરમેશ્વરેં હેંનેં કેંદું, “ઝી ઘેરમાં શાઉલ રુંકાએંલો હે તાં જા. હેંના ઇપેર તારો હાથ મેંલ ઝેંનાથી વેયો પાસો ભાળતો થાએં સકે.”પુંણ હનન્યાહવેં કેંદું, “પ્રભુ આ માણસેં વિશ્વાસી મનખં નેં કીવી રિતી વિતાડ્ય હે, મેંહ એંના બારા મ હામળ્યુ હે. પરમેશ્વરેં હેંનેં જવાબ આલ્યો, “જા! મેંહ હેંનેં પસંદ કર્યો હે કે વેયો યહૂદી અનેં બીજી જાતિ ન મનખં નેં મારા નામ ના બારા મ પરસાર કરે. વેયો મારા ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે ઘણું દુઃખ ઉઠાવહે.”
એંતરે હારુ હનન્યાહ શાઉલ કન જ્યો, હેંના ઇપેર પુંતાનો હાથ મેંલ્યો, અનેં કેંદું, “આવતી વખત ઇસુ ઝી રસ્તા મ તનેં પરગટ થાયા, હેંનવેં મનેં તારી કન મુંક્લ્યો હે, એંતરે કે તું પાસો ભાળતો થાએં સકે અનેં પવિત્ર આત્મા થી ભરપૂર થાએં સકે. શાઉલ તરતેંસ પાસો ભાળતો થાએંજ્યો, અનેં હનન્યાહવેં હેંનેં બક્તિસ્મ આલ્યુ. પસી હેંને ખાવાનું ખાદું અનેં હેંની તાકત પાસી આવેં ગઈ.
હેંને ટાએંમ થી, શાઉલેં દમિશ્ક મ રેંવાવાળં યહૂદી મનખં નેં પરસાર કરવો સાલુ કર્યો, હેંને કેંદું કે, “ઇસુ પરમેશ્વર નો બેંટો હે!” યહૂદી મનખં વિસાર કરતં થાએંજ્ય કે ઝી માણસ વિશ્વાસી મનખં નો નાશ કરવા કોશિશ કરતો હેંતો, હેંને હુંદો હાવુ ઇસુ ઇપેર વિશ્વાસ કરેં લેંદો હે. શાઉલ યહૂદી મનખં હાંમે ઇયુ સબૂત કરતો હેંતો કે ઇસુસ મસીહ હે.
ઘણં દાડં પસી, યહૂદી મનખંવેં શાઉલ નેં માર દડવા નું કાવતરું કર્યુ. હેંનવેં હેંનેં માર દડવા હારુ સેર ની ફાટક ઇપેર મનખં નેં હેંની નજર કરવા હારુ મુંકલ્ય. પુંણ શાઉલેં ઇયા કાવતરા ના બારા મ હામળેં લેંદું.અનેં હેંના દોસદારંવેં હેંનેં બસેંનેં નકળવા હારુ મદદ કરી. એક રાતેં શાઉલ ન દોસદારંવેં હેંનેં હુંડલા મ બેંહાડેંનેં સેર ની મુટી દિવાલ ઇપેર થી નીસં ઉતાર મેંલ્યો. શાઉલેં દમિશ્ક થી બસેં નકળેંનેં તરત ઇસુ નો પરસાર કરવાનું સાલુ રાખ્યુ.
શાઉલ સેંલં નેં મળવા હારુ યરુશલેમ મ જ્યો પુંણ વેયા હેંનેં થી ગભરાએંલા હેંતા. પસી બરનબાસ નામ નો એક વિશ્વાસી શાઉલ નેં પસંદ કરેંલં સેંલં કનેં લેંજ્યો. અનેં હેંને કેંદું કે શાઉલેં દમિશ્ક મ કીવી રિતી હિમ્મત થી પરસાર કર્યો હેંતો. હેંના પસી, સેંલંવેં શાઉલ નો અંગીકાર કર લેંદો.
કેંતરાક વિશ્વાસી ઝી યરુશલેમ મ સતાવ થાવા ને લેંદે દૂર સાલેંજ્યા હેંતા. વેયા દૂર અંતાકિયા સેર મ સાલેંજ્યા અનેં તાં ઇસુ ના તાજા હામિસાર નો પરસાર કર્યો. અંતાકિયા મ વદાર યહૂદી નેં હેંતા, પુંણ પેલી વાર હેંનં મહા ઘણા વિશ્વાસી બણેંજયા. બરનબાસ અનેં શાઉલ આ નવા વિશ્વાસી કન જ્યા ઝેંનાથી વેયા ઇસુ ના બારા મ વદાર હજુ હિકાડેં સકે અનેં મસીહી જૂથ નેં પાક્કું કરેં સકે. ઇસુ ઇપેર વિશ્વાસ કરવાવાળા પેલી વાર અંતાકિયા મસ “મસીહી કેંવાયા.
એક દાડો, ઝર અંતાકિયા ન બદ્દ વિશ્વાસી મસીહી મનખં ઉપવાસ અનેં પ્રાર્થના કરેં રિય હેંતં, તર પવિત્ર આત્માવેં હેનનેં કેંદું, “બરનબાસ અનેં શાઉલ નેં મારું કામ કરવા હારુ અલગ કરો ઝેંનેં હારુ મેંહ હેંનનેં બુંલાયા હે.” એંતરે હારુ અંતાકિયા ની મંડળજ્યી બરનબાસ અનેં શાઉલ ની ઇપેર હાથ મેંલેંનેં હેંનં હારુ પ્રાર્થના કરી. તર હેંનવેં બીજી જગ્યા મ ઇસુ ના તાજા હમિસાર નો પરસાર કરવા હારુ મુંકલ્યા. બરનબાસ અનેં શાઉલેં ઘણી બદ્દી જાતિ ન મનખં નેં ઇસુ ના તાજા હમિસાર નો પરસાર હમળાયો અનેં ઘણં બદ્દ મનખંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો.
બાયબલ ની વારતા: પ્રેરિતં નું કામ 8:3; 9:1-31; 11:19-26; 13:1-3
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).