48. ૪૮. ઇસુ વાએંદો કરેંલો મસીહા હે
ઝર પરમેશ્વરેં દુન્ય નેં બણાવી, તર બદ્દુ અસલ હેંતું. કઈ પાપ નેં હેંતું. આદમ અનેં હવા એકબીજા નેં પ્રેમ કરતં હેંતં, અનેં વેય પરમેશ્વર નેં પ્રેમ કરતં હેંતં. કુઈ બેંમારી કે મરણ નેં હેંતું, અનેં ઝીવી પરમેશ્વર ચાહતા હેંતા હીવીસ દુન્ય હીતી.
તર હવા નેં સેંતરવા હારુ શેતાનેં હાપ દુવારા બગીસા મ હેંનેં હાતેં વાત કરી, કેંમ કે વેયો હેંનેં ધુંખો દેંવા માંગતો હેંતો. પસી આદમ અને હવાએં પરમેશ્વર વિરુધ પાપ કર્યુ. હેંનવેં પાપ કર્યુ એંતરે હારુ, દુન્ય ઇપેર દરેક મનખ બેંમાર પડે હે અનેં મરણ પામે હે.
આદમ અને હવાએં પાપ કરવા થી એક વદાર ખતરનાક વાત બણી. વેય પરમેશ્વર ન વેરી બણેંજ્ય. એંનું પરિણામ ઇયુ આયુ કે તર પસી દરેક મનખ પાપી સોભાવ હાતેં જલમેં હે. પરમેશ્વર અનેં મનખ ની વસેં નો સબંધ પાપ ને લેંદે ટુટેંજ્યોં. પુંણ પરમેશ્વર કન વેયા સબંધ નેં પાસો બણાવવા ની યોજના હેંતી.
પરમેશ્વરેં વસન આલ્યુ કે હવા ની પીઢી મહો એક માણસ શેતાન ના મુંણકા નેં ઝગદેં નાખશે હેંને ઇયુ હુંદું કેંદું કે શેતાન હેંનની એડી નેં ઘા કરહે. હેંનો મતલબ ઇયો થાયો કે શેતાન મસીહ નેં માર દડહે, પુંણ પરમેશ્વર હેંનનેં પાસા જીવતા કરહે. અનેં પસી મસીહ શેતાન ના સામ્રત નેં હમેશા હારુ ઝગદેં નાખહે. કેંતરક વરહં પસી પરમેશ્વરેં પરગટ કર્યુ કે વેયો મસીહ ઇસુ હે.
પરમેશ્વર જળાકાર દુવારા દુન્ય નો નાશ કરવાવાળા હેંતા, એંતરે હારુ પરમેશ્વરેં નુહા નેં પુંતાના કુટુમ નેં બસાડવા હારુ જહાજ બણાવવા નું કેંદું. ઈવી રિતી થી પરમેશ્વરેં પુંતાના ઇપેર વિશ્વાસ કરવા વાળં મનખં નેં બસાય. ઈવી રિતી દરેક પુંતાનં પાપં નેં લેંદે નાશ નેં યોગ્ય હેંતં, પુંણ પરમેશ્વરેં ઇસુ નેં મુંકલ્યા કે ઝી કુઇ હેંનના ઇપેર વિશ્વાસ કરે હેંનેં બસાડેં સકહે.
ઘણં વરહં થી યાજકંવેં મનખં હારુ પરમેશ્વર નેં ભુંગ સડાયો ઝેંનાથી હેંનનેં ખબર પડે કે હેંનના પાપં ને લેંદે દંડ યોગ્ય હે. પુંણ વેયા ભુંગ હેંનના પાપં નેં દૂર કરેં સક્યા નહેં. ઇસુ મુંટા પ્રમુખ યાજક હે. બીજા યાજકં નેં જેંમ નહેં, હેંનવેં ફક્ત એક ભુંગ તરીકે પુંતાનું અર્પણ કર્યુ કે ઝી દુન્ય ન મનખં ન પાપ નેં દૂર કરે. ઇસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હે કેંમ કે હેંનવેં બદ્દ પાપં નો દંડ પુંતાના ઇપેર ઉઠાવેં લેંદો..
પરમેશ્વરેં ઇબ્રાહેંમ નેં કેંદું, “દુન્ય ની બદ્દી જાતિ તારા દુવારા આશીર્વાદ પામહે.” ઇસુ ઇબ્રાહેંમ ની પીઢી ના હેંતા.
બદ્દી જાતિ હેંનના દુવારા આશીર્વાદિત હે, કેંમ કે દરેક ઝી ઇસુ ઇપેર વિશ્વાસ કરે હે હેંનેં પાપં થી તારણ મળે હે, પરમેશ્વર ઇબ્રાહેંમ દુવારા દુન્ય ની બદ્દી જાતિ નેં આશિષ આલે હે, કેંમ કે ઝી કુઈ ઇસુ ઇપેર વિશ્વાસ કરે હે હેંનનેં પરમેશ્વર હેંનના પાપં થી બસાડે હે. ઝર આ મનખં ઇસુ ઇપેર વિશ્વાસ કરે હે, તે પરમેશ્વર હેંનનેં ઇબ્રાહેંમ ની પીઢી ન માને હે. ઇબ્રાહેંમ નેં પુંતાના સુંરા, ઇસાગ નો ભુંગ આલવા હારુ કેંદું. તે પરમેશ્વરેં ઇસાગ ને બદલે ભુંગ થાવા હારુ એક ઘેંટા નેં પૂરું પાડયુ. આપું બદ્દ આપડં પાપં નેં લેંદે મોત ને યોગ્ય હે. પુંણ પરમેશ્વરેં ઇસુ મસીહ નેં આપડી જગ્યા ઇપેર બલી ના રુપ મ મરવા હારુ આલ દેંદા. એંતરે હારુ આપું હેંનેં પરમેશ્વર નું હલવાન કેંજ્યે હે.
ઝર પરમેશ્વરેં મિસ્ર દેશ મ સેંલ્લી મહામારી મુંકલી, તર હેંને દરેક ઇસ્રાએલ કુટુમ નેં કેંદું કે વેય એક સંપૂર્ણ ઘેંટા નો ભુંગ આલે. હેંના હલવાન મ કુઈ દોષ નેં હુંવો જુગે અનેં હેંનું લુઈ પુંતાના દરવાજા ના સોખટા ઇપેર સ્યારે મેર ફેલાડ દે. ઝર પરમેશ્વરેં લુઈ ભાળ્યુ તર વેયા વેયુ ઘેર મેંલેંનેં અગ્યેડ જ્યા અનેં હેંનં મના પેલ જલ્મેંલા સુંરા નો નાશ નેં કર્યો. આ બણાવ પાસ્ખા તેંવાર કેંવાય હે.
ઇસુ આપડા પાસ્ખા નું ઘેંટું હે. વેયા પાપ વગર ના હેંતા અનેં હેંનનેં પાસ્ખા ના તેવાર ને ટાએંમેં મારેં દડાયા હેંતા. ઝર કુઈ મનખ ઇસુ ઇપેર વિશ્વાસ કરે હે, તર ઇસુ હેંના પાપં નું મુલ સુકવે હે. ઇયુ એંવું હે ઝેંમ કે પરમેશ્વર હેંના મનખ ની પાહે થી અગ્યેડ વદેંજ્યા, કેંમ કે વેયા હેંનેં દંડ નહેં આલતા.
પરમેશ્વરેં ઇસ્રાએલ ન મનખં હાતેં એક કરાર બાંદયો, કેંમ કે વેય પુંતાનં મનખં થાવા હારુ પસંદ કરેંલં મનખં હેંતં. પુંણ હાવુ પરમેશ્વરેં એક નવો કરાર કર્યો હે ઝી બદ્દ મનખં હારુ હે. આ નવા કરાર દુવારા કુઈ બી જાતિ નું કુઈ બી મનખ ઇસુ ઇપેર વિશ્વાસ દુવારા પરમેશ્વર ન મનખં નો હિસ્સો બણેં સકે હે .
મૂસા એક મુંટો ભવિષ્યવક્તા હેંતો, ઝેંને પરમેશ્વર ના વસન નેં સામ્રત થકી પરગટ કર્યુ. પુંણ ઇસુ બદ્દ ભવિષ્યવક્તં મ મુંટા ભવિષ્યવક્તા હે. વેયા પરમેશ્વર હે, એંતરે હારુ ઝી કઈ બી હેંનવેં કેંદું અનેં કર્યુ, વેય પરમેશ્વર ન કામં અનેં શબ્દં હેંતા. એંતરે હારુ પવિત્રશાસ્ત્ર મ ઇસુ નેં પરમેશ્વર નો શબ્દ કેંદા હે.
પરમેશ્વરેં દાઉદ રાજા નેં વસન આલ્યુ હેંતું કે હીની પીઢી મહો એક માણસ પરમેશ્વર ન મનખં ઇપેર હમેશા રાજ કરહે. કેંમ કે ઇસુ પરમેશ્વર નો બેંટો અનેં મસીહ હે. વેયા દાઉદ રાજા ની પીઢી ના વંશજ હે, ઝી અમરકાળ રાજ કરેં સકે હે.
દાઉદ ઇસ્રાએલ નો રાજા હેંતો, પુંણ ઇસુ આખાયે જગત ના રાજા હે. વેયા પાસા આવહે, અનેં પુંતાના રાજ્ય ઇપેર નિયા અનેં શાંતિ હાતેં હમેશા રાજ કરહે.
બાયબલ ની વારતા ઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨ શમુએલ ૭; હિબ્રૂ ૩:૧-૬, ૪, ૧૪-૫:૧૦, ૭:૧-૮:૧૩, ૯:૧૧-૧૦:૧૮; પ્રકાશિતવાક્ય ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).