7. ૦૭. પરમેશ્વરેં યાકૂબ નેં આશિર્વાદ આલ્યો
સુંરા ઝેંમ-ઝેંમ મુંટા થાયા, યાકૂબ નેં ઘેર રેંવા નું અસલ લાગ્યુ, પુંણ એસાવ જંગલ મ શિકાર કરવા નું કામ કરતો હેંતો. રિબકા યાકૂબ નેં અસલ રાખતી હીતી, અનેં ઇસાગ એસાવ નેં અસલ રાખતો હેંતો.
એક દાડો એસાવ શિકાર કરેંનેં ઘેર પાસો આયો, તર વેયો ઘણો ભૂખો થાયો. એસાવેં યાકૂબ નેં કેંદું,“ઝી ખાવા નું તેં બણાયુ હે, હેંનં મહું મનેં થુંડુંક આલ.” યાકૂબેં વળતું એંમ કેંદું,“પેલ તું મનેં પેલ ખુંળા નો હક આલ.” એંતરે હારુ એસાવેં હેંનો પેલ ખુંળા નો હક આલ દેદો. તર યાકૂબેં હેંનેં થુંડુંક ખાવા નું આલ્યુ.
ઇસાગ એસાવ નેં હેંનો આશિર્વાદ આલવા નો હેંતો. પુંણ વેયો હેંમ કરે હેંનેં કરતં પેલ રિબકાવેં અનેં યાકૂબેં ઇસાગ નેં ઈવી રિતી સેંતર્યો કે વેયો યાકૂબ નેં એસાવ જાણેંનેં હેંનો આશિર્વાદ આલ દે. ઇસાગ ગએંડો થાએંજ્યો હેંતો અનેં વેયો ભાળેં નેં સકતો હેંતો. એંતરે હારુ યાકૂબેં એસાવ ન સિસરં પેર લેંદં, અનેં હેંના ઘુંઘળા મ અનેં હાથં મ બુંકડી નું સામડું પેર લેંદું.
યાકૂબ ઇસાગ કને આયો અનેં કેંદું,“હૂં એસાવ હે, હૂં તારી કનેં એંતરે હારુ આયો હે કે તું મનેં તારો આશિર્વાદ આલે.” ઝર ઇસાગ બુંકડી ન વાળં નેં અડ્યો અનેં હેંનં સિસરં નો હુંગારો લેંદો. તર હેંનેં એંમ લાગ્યુ કે આ એસાવ હે, અનેં હેંનેં આશિર્વાદ આલ દેંદો.
એસાવ યાકૂબ હાતેં નફરત કરવા મંડ્યો, કેંમકે હેંને એસાવ નો પેલ ખુંળા નો હક અનેં હેંનો આશિર્વાદ સુંર લેંદા હેંતા. એંતરે હારુ હેંને એંવું કાવતરું કર્યુ કે પુંતાના બા નેં મરવા બાદ યાકૂબ નેં માર નાખવા નો.
પુંણ રિબકા નેં એસાવ ના આ કાવતરા ના બારા મ ખબર પડી. એંતરે હારુ રિબકા વેં અનેં ઇસાગેં યાકૂબ નેં હેંનં હગં-વાલં કન સિટી રેંવા હારુ મુંક્લેં દેંદો.
યાકૂબ રિબકા ન હેંનં હગં-વાલં કન ઘણં વરહં તક રિયો. હેંના ટાએંમ મ હેંનું લગન હુંદું થાએંજ્યુ, અનેં હેંનેં બાર સુંરા અનેં સુરી થાઈ.પરમેશ્વરેં હેંનેં ઘણો ધનવાન બણાયો.
હેંના વતન કનાન થી વીસ વરહં તક સિટી રેંવા બાદ, યાકૂબ હેંનો પરિવાર, હેંના નોકર, અનેં ડગરં બુંકડં લેંનેં તાં પાસો જ્યો.
યાકૂબ ઘણો સમકતો હેંતો, કેંમકે વેયો એંમ વિસારતો હેંતો કે એસાવ હઝુ તક મનેં માર નાખવા સાહે હે. એંતરે હારુ હેંને એસાવ હારુ દાન ના રુપ મ ઘણં-બદં ડગરં-બુંકડં ના ટુંળા મુંકળ્યા. નોકર ઝેંવા એસાવ કનેં ડગરં-બુંકડં ના ટુંળા લેંનેં પોત્યા તર હેંનવેં હેંનેં કેંદું કે,“તારો દાસ યાકૂબ આ ડગરં-બુંકડં તનેં આલે હે. વેયો જલ્દી આં આવેંરિયો હે.
પુંણ એસાવેં તે હેંને માફ કર દેંદો હેંતો, અનેં વેયા બે યે એક-બીજા નેં ભાળેંનેં ખુશ થાયા. હેંનેં બાદ યાકૂબ કાનાન મ શાંતિ થી રિયો.તર ઇસાગ મરેંજ્યો, અનેં યાકૂબેં અનેં એસાવેં હેંનેં ડાટ્યો. ઝી કરાર ના વાએંદા પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં કર્યા હેંતા, વેયા હાવુ ઇસાગ નેં બાદ યાકૂબ નેં આલવા મ આયા.
બાએંબલ ની વારતા ઉત્પતિ 25:27-33:20
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).