43. ૪૩. મન્ડલી જી સરૂઆત
જડે ઇસુ સરગ મેં પાછા વ્યા તડે ચેલા ઇસુ જી આગના પરમાણે યરુસાલેમ મેં ખમી રયા. વેસ્વાસી હમેસ ઓતે પ્રાર્થના કરે લા ભેરા થીન્ધા વા.
હર વરે મોલ વઢે જે ૫૦ ડી પોય, યહુધી હકડો ખાસ ડી મનીન્ધા વા જેં કે ૫૦ મેં જો ડી ચેં મેં અચેતો. ૫૦ મોં ડી ઉ ટાણો વો જેં કે યહુધી મોલ વઢે જે પરવ રીતા મનીન્ધા વા. સજી ધોનીયા મેં નું યહુધી પેરજા યરુસાલેમ અચીને ૫૦ મેં જે ડી જો ઓચ્છવ કેન્ધા વા. હી વરે ૫૦ મેં જો ડી પરભુ ઇસુ સરગ મેં પાછા વ્યા એન કે લગભગ હકડે અઠવારીયે પોય આયો વો.
જડે મડે વેસ્વાસી હેકડે ઠેકાણે તે ભેરા વા, ઓચીન્ધે જન ઘર મેં ઉ ભેરા વા ઈ હકડી આકરી વા જે અવાજ સે ભરજી વ્યો. ને પોય આગ જેડી જભ મડે વેસ્વાસી જે મથે તે આવઈ. ઉ મડે પવીતર આત્મા સે ભરજી વ્યા ને ઉ મડે બઈ ભાસા મેં કોછે લા લગા.
યેરુસાલેમ જા માડું હી અવાજ સોણ્યા તડે હી કોરો થઇ રયો આય હી નેરે લા હકડો ટોરો ભેરો થઇ વ્યો. જડે માડુ વેસ્વાસીએ કે પરમેશ્વર જે અધભુત કમ જી રજુઆત કેન્ધે સોણ્યા તડે ઓની કે અચરજ થ્યો કે ઉ હી ગાલ્યું પેન્ઢ પેન્ઢ જી ભાસાં મેં સોણી રયા વા.
કેતરાક માડુ ચેલે મથે ભધ વેધા કે ઉ ધારું જે નસે મેં આય, પણ પીતર ઓભો થે ને ઓનીકે ચેં, “મું જી ગાલ સોણો! હી માડુ નસે મેં નાય! હી ત ભવીસવાણી પુરી થીએતી, જકો યોએલ પરબોધક સે પરમેશ્વર ચ્યાં વા કે, ‘છેલે ડી એ મેં આંઉ મું જો આત્મા મણી કે ડીન્ધો
“એજરાએલ જા માડુ, ઇસુ હેકડા માડુ વા એની ને પરમેશ્વર જી સકતી સે ગચ મડે પેરકાર જી એંધાણી ને ચમત્કાર ક્યા વા, ઈ આંઈ ડેઠા અયોં ને બોજોતા. પણ આંઈ એનકે કરોસ મથે જડી લાથા!”
“ને ઇસુ મરી વ્યા, પણ પરમેશ્વર એનીકે મરે મેં નું જીરા ક્યા. હી ત ભવીસવાણી પુરી થે જી ગાલ આય જકો ચેં તી કે, ‘તું તોજે પવીતર કે કભર મેં સડે લા નઈ ડીએ.’ અસીં હી ગાલ જા સાકસી અયોં કે પરમેશ્વર ઇસુ કે મરે મેં નું જીરા ક્યા આય.”
“હાણે ઇસુ પરમેશ્વર જી સવરી કોરા વઠા આય. ને જન રીતા ઈ વચન ડેના વા એન પેરમાણે એનીને પવીતર આત્મા કે હલાય ડેના આય. જકો ચીજું આંઈ નેર્યા કે સોણી રયા અયોં, હી પવીતર આત્મા સે આય.”
“આંઈ હીજ ઇસુ કે કરોસ તે ઠોકી ડેના.” પણ હી ગાલ નક્કી આય કે પરમેશ્વર જ ઇસુ કે પરભુ ને મસીહા ભનાય આય.”
જકો ગાલ્યું પીતર ચેં હી ગાલ સોણી ને મડે ડોખી થઇ વ્યા. એતરે લા ઉ પીતર ને બ્યે પેરચારક કે પોછા ક્યા, “ભા, અસાંકે કોરો કેણો ખપે?”
પીતર ઓનીકે જભાભ ડેને, “મણી કે પેન્ઢ જે મન જો ભધલાવ કેણો ખપે ને ઇસુ ખ્રીસ્ત જે નાં મેં બાપ્તીસ્માં ગેનણું ખપે જે સે આંજા પાપ માફ થઇ સકે. ઈ આંકે પવીતર આત્મા જો ડાન પણ ડીન્ધા.”
પીતર જોકો ચેં એન મથે ૩૦૦૦ માડુ વેસ્વાસ ક્યા ને ઉ ઇસુ જા ચેલા ભની વ્યા. ઉ બાપ્તીસ્માં ગેણા ને યરુસાલેમ જી મંડલી જા સભ્ય ભની વ્યા.
ચેલા હમેસ પ્રેરીતે જે બોધ કે સોણધા વા, ભેરા રોન્ધા વા, ભેરા ખાધો ખેન્ધા વા ને મડે ભેરા પ્રાર્થના કેન્ધા વા. ઉ મડે ભેરા થઇ ને પરમેશ્વર જો ભજન કેન્ધા વા ને જકો એની વટે વો ઉ હકડે બ્યે મેં વેરાય ગેન્ધા વા. ઉ મડે હકડે બ્યે જો ધ્યાન રખધા વા. રોજે રોજ ગચ મડે માડુ વેસ્વાસી ભની રયા વા.
બાઈબલજી હેકડી વારતા : પ્રેરીતે જા કમ ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).