44. ૪૪. પીતર ને યોઆન હકડે ભીખારી કે સાજો કેતા
હકડો ડી પીતર ને યોઆન મંદીર મેં વની રયા વા. જડે ઉ મંદીર જે ધરવાજે તે પુગા તડે ઉ હકડે લંગડે માડુ કે ભીખ મંગધે ડેઠા.
પીતર ઉ લંગડે માડુ કોરા નેરી ને ચેં, “મું વટે તોકે ડેને લા પૈસા નાય. પણ જકો મું વટે આય ઈ આંઉ તોકે ડીન્ધો. ઇસુ જે નાં મેં ઓથી ને હલધો થી!”
તેર જ પરમેશ્વર ઉ લંગડે માડુ કે સાજો કેઈ ડેના, ને ઈ હલે લા ને ઠેકડા લગાય ને પરમેશ્વર જા વખાણ કેણ લગો. મન્ધીર જે આંગણ મેં જકો વા ઉ મડે કે અચરજ થ્યો.
જકો માડુ સાજો થ્યો વો એનકે નેરે લા તેર જ માડુ એ જો ટોરો ભેરો થઇ વ્યો. પીતર ઓનીકે ચેં, “આંકે એન ગાલ સે અચરજ કોલાય થીએતો કે હી માડુ સજો થ્યો આય? અસાંજી સકતી સે હી માડુ સાજો નાય થ્યો. પણ ઇસુ જી સકતી સે હી માડુ સાજો થ્યો આય.”
“આંઈ જ રોમન વઈવટ કેન્ધલ કે ચ્યાં વા કે ઇસુ કે મારી વજે મેં અચે. આંઈ જીવન ડને વારે કે હણી વેધા, પણ પરમેશ્વર ઇસુ કે મરે મેં નું જીરા ક્યા આય. આં કે ખભર ન વઈ કે આંઈ કોરો કેઈ રયા અયોં. પણ પરમેશ્વર આંજે કમ કે ભવીસવાણી પુરી કરે લા વાવર ક્યા. એતરે લા હાણે આંઈ આંજે મન કે ભધલી વજો ને પરમેશ્વર કોરા વરો કે જેસે આંજા પાપ માફ કેઈ છડે મેં અચે.”
પીતર ને યોઆન જકો કેઈ રયા વા એન સે મંદીર જા સરધાર બોરા હેરાણ થઈ વ્યા. એતરે ઉ એન કે કેધખાને મેં વેધા. પણ ગચ મડે માડુ પીતર જે બોધ કે સોણી ને એન મથે વેસ્વાસ ક્યા ને ઇસુ મથે વેસ્વાસ કરે વારે જી વસ્તી વધે ને ૫૦૦૦ થઇ વઈ.
બ્યે ડી, યહુધી સરધાર પીતર ને યોઆન કે વડે યાજક ને બ્યે ધાર્મીક અગુએ વટે ગની આયા. ઉ પીતર ને યોઆન કે પોછા ક્યા, “આંઈ હી લંગડે માડુ કે કેં જી સકતી સે સાજો ક્યા?”
પીતર ઓનીકે જભાભ ડેને, “હી માડુ ઇસુ ખ્રીસ્ત જી સકતી સે સાજો થે ને આં સામું ઓભો આય. આંઈ ઇસુ કે કરોસ તે જડી લાથા, પણ પરમેશ્વર ઇસુ કે મરે મેં નું પાછો જીરો ક્યા. આંઈ એન જો ધીકાર ક્યા, પણ ઓધાર ગેને લા ઇસુ જી સકતી સવા બ્યો કોઈ મારગ નાય.”
અગુએ કે બોરી અચરજ થઇ કે પીતર ને યોઆન એતરી હેમત સે ગાલ કેઈ રયા આય કો જે ઉ બોજધા વા કે હી માડુ સીધા ને અભણ માડુ આય. પણ પોય એન કે યાધ આયો કે હી માડુ ઇસુ ભેરા રોન્ધા વા. તડે ઉ પીતર ને યોઆન કે ડારો ડેના ને પોય વને લા ડેને.
બાઈબલજ હેકડી વારતા:પ્રેરીતે જા કમ:૩:૧-૪:૨૨¬
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).