1. ૦১. સર્જન
આ રીતે હંધાયની શરુઆત થઈ. ઈશ્વરે છ દાહડામાં અખિલ બ્રહ્માંડ અને એમાંના હંધાયની રચના કરી. ઈશ્વરે જ્યારે પૃથ્વી સરજી ત્યારે ઇ અસ્તવ્યસ્ત અને હાવ ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થ્યો..
ત્યારે ઈશ્વરે કીધું, “અજવાળું થાઓ. “અને અજવાળું થઈ ગ્યું અને ઈશ્વરે અજવાળાને ભાળ્યું કે ઇ બોઉ હારું સે, અને ઈશ્વરે અજવાળું તથા અંધારું નોખા પાયડા. અને ઈશ્વરે અજવાળાને “દહાડો”કીધો અને અંધારાને “રાત” કીધી. એમ ઈશ્વરે પ્રથમ દાહડે અજવાળું સરજયું.
બીજા દાડે ઈશ્વરે કીધુ કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી નોખા કરો. અને ઈશ્વરે અંતરિક્ષ બનાયવું, ને અંતરિક્ષ તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી નોખા કયરા. તેવું થ્યું. અને ઈશ્વરે તે અંતરિક્ષ ને આકાશ કીધુ.
ત્રીજા દા'ડે, ઈશ્વરે કીધું કે આકાશ તળે ના પાણી એક જગામાં ભેગા થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ ને એમ જ થ્યું. અને ઈશ્વરે ઇ કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠા થયેલા પાણીને “ દરીયાઓ“કહ્યાં. અને ઈશ્વરે ભાળ્યું કે એમણે જે બનાવ્યું તે બહુ હારું સે.
ઇ પછી ઈશ્વરે કીધું, “ આ પૃથ્વી ખડ, શાક તથા ફળ-ફળાદી ઊગાવે. “અને એમ જ થ્યું. ઈશ્વરે ભાળ્યું કે એમણે જે બનાયુ ઇ બહુ હારુ સે.
અને સર્જનના ચોથા દાડે, ઈશ્વરે કીધું કે રાત ને દા'ડો નોખો કરવા હારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહનો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોના અર્થે થાઓ. અને ઈશ્વરે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી તેનાથી એક નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી. એમ, સૂર્ય, ચંદ્ર અને તારલિયાઓ થયા. જેથી એ પૃથ્વીને ઉજાસ આપે અને એમ રાત અને દાહડાને નોખા થાય. ઈશ્વરે ભાળ્યું કે એમણે જે બનાયું સે તે બહુ સારુ સે.
પાંચમા દાડે, ઈશ્વર બોલ્યા એટલે દરેક પાણીગરા પ્રાણીઓ જે પાણીમાં રહે છે ઇ બનાવ્યા. ઈશ્વરે ભાળ્યું કે એમણે જે બનાયું છે તે હારુ સે. અને ઈશ્વરે હંધાયને આશીર્વાદ દીધો.
સર્જનના છઠ્ઠા દાડે ઈશ્વરે કીધું, “પૃથ્વીના પટ પરના હંધાય પ્રકારના જનાવરો થાઓ.“એટલે ઈશ્વરે જેવું કીધું હતું એની ઘોડે જ થ્યું. કેટલાક પાલતું જનાવરો, કેટલાક પેટે સરકનાર અને કેટલાક વન-વગડાના જનાવરો હતા.અને ઈશ્વરે ભાળ્યું કે તે હારુ સે.
અને ઈશ્વરે કીધું, “ આવો આપણે નિજ સ્વરુપ તથા નિજ ગુણની જેમ માણસને બનાવીએ. તેઓ પૃથ્વી પર અને હંધાય જનાવરો પર અમલ ચલાવે. “
એમ ઈશ્વરે થોડીક માટી લઈને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસ ને બનાયવું, અને એનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. અને ઇ માણસનું નામ આદમ પાયડું. ઈશ્વરે એદન વાડી બનાવી, કે જેમાં આદમ રહી શકે, આદમને આ બધાની હંભાળ લેવા માટે ઈશ્વરે ઇમા રાખ્યો.
વાડીની વચોવચ ઈશ્વરે બે એકદમ ખાસ ઝાડ વાવ્યા – જીવનનું ઝાડ અને હારુ- નરહુ જાણવાનું ઝાડ. ઈશ્વરે આદમને કીધું કે આ વાડીના હંધાય ઝાડના ફળ તું ખાઈ શકે સે ફક્ત હારા - નરહા જાણવાના ઝાડનું ફળ તારે ખાવું નહિ. જો તું આ ઝાડનું ફળ ખાશે તો તું મરી જઈશ.
પછી ઈશ્વરે કીધું. “ માણસ હાવ એકલ પંડો રહે ઇ હારું નથ”.અને જનાવરોમાંથી પણ કોઈ આદમને લાગની સાથી મયળી નય.
એટલે ઈશ્વરે આદમને ભર નીંદરમાં નાયખો. અને ઈશ્વરે એની પાંસળીઓમાંની એકને લીધી, એની એમણે એક નારી બનાવી. અને એને આદમ પાહે લાવ્યાં.
એટલે જ્યારે આદમે તેને જોઈ, ત્યારે એણે કીધું, “ અરે! “આ તો મારાં હાડકાંમાંનું હાડકું અને મારાં માંસમાનું માંસ સે. ઇ મારા સરખી અને મારા હાટુ છે. એટલે ઇ નારી કેહવાશે, કેમકે એને નરમાંથી લેવામાં આવી હતી. અને એટલે જ માણસ પોતાના માબાપને છોડી દેશે અને એની બાઈ હારે એક ડીલના થાહે.
ઈશ્વરે માણસ અને બાઈને પોતાના નિજરૂપ પ્રમાણે ઘડ્યા. ઈશ્વરે એમને આશીર્વાદ દેતા કીધું, “તમને ઘણા છૈયા-છોકરા થાઓ અને એનો વસ્તારો વધતો જાઓ અને એમ કરીને આખી પૃથ્વીને ભરી દયો. ”અને ઈશ્વરે દીઠું કે એમણે જે કંઈ બનાવ્યું હતું એ હંધુય ઘણું હારુ હતું. એનાથી એમને ઘણો હરખ થ્યો. આ હંધીય ઘટના સર્જનના છ દા'ડાઓમાં બયની.
રે સાતમો દાડો આવ્યો ત્યારે ઈશ્વરે પોતાનું હંધુય કામ પૂરું કર્યું. પછી આ દા'ડે ઈશ્વરે એમના હંધાય કામોમાંથી પોરો લીધો. એમણે સાતમા દા'ડાને આશીર્વાદ દયને પવિત્ર જાહેર કર્યો. કારણ કે આ દા'ડે એમણે એમના હંધાય ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામોમાંથી પોરો લીધો હતો. આ રીતે ઈશ્વરે અખિલ બ્રહ્માંડ અને એમાનું હંધાયનું સર્જન કર્યું.
લની વાર્તાઉત્પતિ 1-2
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).