2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 1

ઈશ્વરે એમના હાટુ સરજાવેલી એદન વાડીમાં આદમ અને તેની બાઈ મોજથી રહેતા હતા. ઇ બેમાંથી કોઈએ પણ લુગડા પેર્યા નહોતા, તેમ છતાંય તેઓ લાજતા નહોતા. કારણ કે જગમાં પાપ આયવુ નોતું. તેઓ ઘડીએ ઘડીએ પરમેશ્વર હારે વાડીમાં ફરતા અને વાતું કરતા.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 2

પણ આ વાડીમાં એક લુચ્ચો એરુ હતો. એણે બાઈને કીધું કે હું પરમેશ્વરે હાચોહાચ એવું કીધુ સે, કે વાડીના હંધાય ઝાડનું ફળ તમારે ન ખાવું?.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 3

બાઈએ જવાબ દીધો કે, “ પરમેશ્વરે એવું કીધુ સે, કે અમે હંધાય ઝાડનું ફળ ખાઈ શકીએ છીએ સિવાય કે હારું-નરહું જાણવાના ઝાડનું ફળ. “ઈશ્વરે અમને કહ્યું છે કે “જો તમે આ ફળ ખાશો અથવા અડશો તો તમે મરશો જ મરશો“

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 4

એરુએ ઇ બાઈને જવાબ દીધો કે “ આ હાવ હાચું નથ. તમે નહી જ મરશો “પરમેશ્વર જાણે સે કે તમે ખાશો ઇ જ ઘડીએ તમે પરમેશ્વરના ઘોડે હારું-નરહું જાણનારા થઈ જાશો.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 5

બાઈએ ભાળ્યું કે ફળ ખાવા હાટુ હારુ, અને જોવામાં સુંદર સે. ઇ પણ જ્ઞાનની જાણકાર બનવા માંગતી હતી, આથી એણે એક ફળ તોડ્યું અને ખાધું. એ બીના બાદ એ બાઈએ એના ભરથારને જે એની હારે રહેતો હતો એને પણ ખાવા હાટુ દીધું. એણે પણ તે ખાધું.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 6

ઇ જ ઘડીએ ઇ બેયની આંખો ઉઘડી ગઈ અને તેઓએ ભાળ્યું કે ઈ બેય ડીલે ઉઘાડા સે. ઇ બેઉએ પાંદડાઓને અંદરો અંદર સીવીને લુંગડા બનાવવાનો અને પોતાના ડીલને ઢાંકવાનો પ્રયત્ન કયરો.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 7

ઇ જ વેળાએ માણહ અને તેની બાઈએ વાડીમાં હાલતા પરમેશ્વરની અવાજ હાંભળ્યો. ઇ બેઉ જણ પરમેશ્વરથી હંતાણા અને પરમેશ્વરે ઇ માણહને કીધું, “ આદમ, તું ક્યાં સે? “આદમે કહ્યું. “ વાડીમાં તારો અવાજ સાંભળ્યો, અને મારા માં ભેં પેઠો, કારણ કે હું ડીલે હતો.“માટે હું હંતાણો.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 8

ઇ વેળાએ ઈશ્વરે કીધું “તને કોણે કયુ કે તું ઉઘાડો છે? જે ઝાડનું ફળ ખાવાની મેં તને ના કહી હતી, ઈ ફળ જ તેં ખાધું છે શું ? “માણસે કીધું, મારી હારોહાર રહેવા હારુ જે બાઈ તમે મને દીધી છે. એણે મને ફળ આપ્યું. ત્યારે પરમેશ્વરે બાઈને કીધુ, આ તેં હું કયરું? ઇ વેળાએ બાઈએ જવાબ દીધો “ એરુ એ મને છેતરી“

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 9

પરમેશ્વરે એરુને કીધું, તું શાપિત છે. તું પેટે હાલશે અને ધૂળ ખાહે. તારી અને બાઈની વચ્ચે અને તારા છૈયા અને તેના છૈયાછોરાની વચ્ચે હું વૈર બંધાવીશ. બાઈના છૈયા જ તારું માથું છુંદશે અને તું એની પાની છુંદશે.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 10

પરમેશ્વરે ઇ બાઈને કહ્યું, કે તું દુઃખે છોરા જણશે. અને તું તારા ધણીને હેઠે રહીશ, ને તારો ધણી તારા પર ધણીપણું કરશે.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 11

પરમેશ્વરે ઇ માણહને કહ્યું કે તેં તારી બાઈની વાત લેખામાં લઇ મારા આદેશને તોડ્યો સે એથી આ ભૂમિ શ્રાપિત થઈ સે અને એટલે તું પરસેવો પાડીને રોટલી ખાશે. તું મરશે અને તારુ ડીલ પાછું ધૂળમાં ભળી જાહે. ઇ માણહે એની બાઈનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમકે ઇ હંધાય જીવોની મા હતી. અને પરમેશ્વરે આદમ અને હવાને જનાવરના ચામડાના લુંગડા પહેરાવ્યાં.

2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ — illustration 12

ળાએ પરમેશ્વરે કહ્યું કે, “જુઓ આ માણસ આપણા સરીખો હારા-નરહાનો જાણકાર થ્યો સે. એમને જીવનના ઝાડનું ફળ ખાવા દેવાય નહિ, રખેને તેઓ અમર બની જાય.“એટલે પરમેશ્વરે આદમ અને હવાને એદન વાડીમાંથી બહાર તગેડી મૂક્યા. અને ઈશ્વરે ઇ ઝાડની વાડને હાચવવા હારુ વાડીમાં જવાના છીંડા ઉપર પરાક્રમી દેવદૂતોને પહેરો ભરવા મુયકા. જેથી તેઓ જીવનના ઝાડનું ફળ તોડીને ખાય હકે નહિ.

લની વાર્તાઉત્પતિ 3

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).