3. ૦૩. જળપ્રલય
ઘણાં લાંબા કાળ પછી લોકો જગતમાં જનજીવન જીવતા હતા. પણ તેઓ ઘણા દુષ્ટ અને હત્યારા બની ગયા હતા. ઇ એટલું ભૂંડુ હતું કે, ઈશ્વરને નિર્ણય લેવો પડ્યો કે આખા જગનો જળપ્રલય દ્વારા નાશ કરવો.
પરંતુ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો. તે નરાધમ લોકો મધ્યે જીવતો હોવા છતાંય ન્યાયી માણસ હતો. ઈશ્વર જે જળપ્રલય કરવા માંગતા હતા ઇ યોજના વિશે એમણે નૂહને જણાવ્યું. એમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કીધું.
ઈશ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13. 5 મીટર ઉંચુ વહાણ બનાવવાનું કીધું. નૂહને લાકડામાંથી વહાણને ઘડવાનું કહેવામાં આવ્યું. ઇ વહાણને ત્રણ માળ, ઘણા ઓરડા, ધાબાબંધ અને બારીવાળું બનાવવાનું કીધુ. અને જળપ્રલય વેળાએ નૂહ, તેનાં કુટુંબના તથા ઇ વેળાના જનાવરોને હેમખેમ રાખવામાં આવશે.
નૂહે ઈશ્વરનો આદેશ માન્યો. એટલા હાટુ નૂહ અને ઇના ત્રણ દીકરાઓએ ઈશ્વરે જે રીતે કીધું હતું એની ઘોડે વહાણ બનાયવું. આ વહાણ બનાવતા તેઓને ઘણાય વરહો લાગ્યા કારણ કે ઇ ઘણુંય મોટું હતું. નૂહે માણહોને આવનાર જળપ્રલયથી ચેતી જવા અને ઈશ્વર તરફ ફરી જવા કેટકેટલી વાર કીધું. પરંતુ તેઓએ એનુ કીધું જ નહિ.
ઈશ્વરે નૂહ અને તેના કુટુંબને પોતાની હારૂ અને જનાવરોને હારૂ પુરતું ખાણું એકઠૂં કરવાનો આદેશ કર્યો. જ્યારે હંધુય તૈયાર થઈ ગયું ત્યારે ઈશ્વરે નૂહને કીધું કે સમય પાકી ગયો સે કે તું, તારી બાઈ, તારા ત્રણ દીકરાઓ અને તેમની ત્રણ વહુઓ વહાણની અંદર જાઓ. જેથી ઇ હંધાયનો જીવ બચી જાય. ઇ હંધાય મળીને કુલ આઠ લોકો હતા.
ઈશ્વરે હરેક જનાવરો અને પંખીઓમાંથી નર અને નારીને નૂહ પાસે મોકલ્યા કે જેથી તેઓ સર્વ વહાણની અંદર જાય અને જળપ્રલયની વેળાએ તેઓ સુરક્ષિત રહે. ઈશ્વરે બલિ માટે જેનો ઉપયોગ થઈ શકે તેવા દરેક જનાવરો માંથી સાત નર અને સાત માદાને મોકલ્યા. જ્યારે હંધાય વહાણમાં ચડી ગયા ત્યારે ઈશ્વરે વહાણની દ્વારને બંધ કયરા.
ઇ પછી વરસાદ, વરસાદ અને બસ વરસાદ શરુ થયો. ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી અનરાધાર વરસાદ વરહિયો. જળનિધીમાંથી પાણીના ઝરા ફુટવા લાગ્યા. આખી પૃથ્વી અને એમાંનું હંધુય પાણી વડે ઢંકાઈ ગયું, એટલે સુધી કે મસમોટા પહાડો પણ નિરાળા રહ્યા નહી.
જે લોકો અને જનાવરો વહાણમાં હતા એના વગરનું જે કાંઈ કોરી ભૂમિ પર હતું ઈ હંધુય નાશ પામ્યું. વહાણ પાણી પર તરવા લાગ્યું અને એમાં જે કાંઈ હતું ઇને ઈશ્વરે ડૂબતા બચાવ્યું.
વરસાદી પાણી ઓછા થ્યા પછી, વહાણ પાંચ મહિના સુધી તરતું રહ્યું. અને ઇ પછી પાણી ઓસરવાની શરુઆત થઈ. એક દહાડે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ આખું જગ હજી લગી પાણીથી તરોતર હતું. ત્રણ મહિના પછી પર્વતોની ટોચ દેખાણી.
ચાલીસ દહાડા પછી, નૂહે કાગડાને બહાર મોકલ્યો, જેથી કળી હકાય કે પાણી ઓસરી ગયું સે કે નહિ? કાગડો કોરી ભૂમિ ગોતવાને માટે અહી-તહી ઊડ્યો, પણ એને કોરી જગ્યા મળી નહિ.
ઇ પછી નૂહે કબૂતર મોકલ્યું. પરંતુ તેને પણ કોરી જગ્યા મળી નહી એટલે તે નૂહ પાહે પાછું આયવું. એક અઠવાડિયા પછી નુહે કબૂતરને ફરી મોકલ્યું. એટલે ઇ જૈતુન ઝાડનું પાંદડુ લઈને વહાણમાં પાછું આયવું. પાણી ઓસરવા માંડયું. અને વનરાઈ પાછી ઉગવા લાગી.
નૂહે બીજુ એક અઠવાડીયું રાહ જોઈને કબૂતરને ત્રીજી વેળા મોકલ્યું. આ વખતે, તેને વિશ્રામ કરવાનું સ્થાન મળી જતા એ પાછું આયવું નહિ. પાણી સંકોરાવા લાગ્યું.
બે મહિના પછી ઈશ્વરે નૂહને કહ્યું, “તું અને તારું કુટુંબ તથા હંધાય જનાવરો વહાણમાંથી બહાર નીકળી આઓ. તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને એમ પૃથ્વીને ભરી દયો. “ઇ પછી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર નીકળી આવ્યા.
વહાણમાંથી બહાર નીકળી આવ્યા પછી, નૂહે બલીવેદી બનાવી અને હરેક પ્રકારના જનાવરો જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો, તેનું બલિદાન કયરૂ. ઈશ્વર બલિદાનથી પ્રસન્ન થયા અને નૂહ તથા તેના કુટુંબને આશીર્વાદ દીધો.
ઈશ્વરે કહ્યું “માણહને લીધે હું પૃથ્વીને શાપ દઈશ નહિ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી સે. જેમ મેં હંધાય પ્રાણીઓનો સંહાર કયરો સે એમ હું ફરી કદી કરીશ નહી. એટલે કે જળપ્રલયથી આ જગતનો નાશ નહી કરું. કારણ કે માણહ એના જન્મથી જ પાપી છે. “
ઈશ્વરે ઈ વચનના એંધાણી રૂપે નભમાં પહેલું મેઘધનુષ્ય બનાવ્યું. એટલે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે, ત્યારે ઈશ્વરે પોતે ઉચ્ચારેલા વચનનું સમરણ કરે છે અને ઈ જ પ્રમાણે માણહો પણ આ વાતને સમરણમાં લાવે છે.
લની વાર્તાઉત્પતિ 6-8
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).