4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ)

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 1

જળપ્રલય થયાના ઘણા વરહો વિત્યા બાદ, મલકમાં ઘણા લોક થઈ ગ્યા હતા, અને ઈ હંધાય એક જ ભાષા બોલતા હતા. ઈશ્વરે ઈ લોકોને પૃથ્વીને ભરપૂર કરવાનો આદેશ આપ્યો હતો, એના બદલે તેઓ હંધાય ભેગા થયા અને એક શહેર બાંધ્યું.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 2

તેઓ ઘમંડી બની ગયા અને ઈશ્વરે જે કાઈ કીધું હતું એની તેઓએ કાળજી લીધી નહી. તેઓએ નભને આંબે એવો એક ઊંચો બુરજ બાંધવાની શરુઆત કયરી. ઈશ્વરે ભાળ્યું કે તેઓ દુષ્ટતા કરવા હારું હઉ ભેગા મળીને કામ કરતા રહેશે તો તેઓ વધારે ને વધારે પાપ કર્યા જ કરશે.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 3

એટલે ઈશ્વરે એમની હંધાયની ભાષા નોખી નોખી કરી દીધી. અને ઈ લોકોને જગત આખામાં વિખેરી કાઢ્યા. જે નગર તેઓએ બાંધવાનું શરૂ કયરું હતું એનું નામ બાબિલ હતું, જેનો અર્થ “ગૂંચવણ” થાય સે.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 4

ઘણા સૈકાઓ પછી ઈશ્વરે ઈબ્રામ નામના જણ સાથે ગોષ્ઠિ કરી. ઈશ્વરે તેને કહ્યું “ તારો મલક તથા તારું કુટુંબ-કબીલું છોડીને જે મલક હું તને દેખાડું તું ન્યા જા. અને “હુ તને આશીર્વાદ દઈશ અને તારાથી એક મોટી કોમ ઉપજાવીશ. અને હું તારું નામ મોટું કરીશ. જેઓ તને આશીર્વાદ દે, એમને હું આશીર્વાદ આપીશ. અને જેઓ તને શ્રાપ દે એમને હું શાપ દઈશ. તારા લીધે પૃથ્વીના હંધાય કુટુંબ આશીર્વાદ પામશે. “

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 5

એટલે ઈબ્રામે ઈશ્વરનો આદેશ માન્યો. એણે એની બાઈ સારાય, એના હંધાય ચાકરો અને જે કંઈ એણે મેળવ્યું હતું ઇ હંધુય લઈને ઈશ્વરે કનાન નામની જે ભોમકા બતાવી હતી ન્યા તે ગ્યો.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 6

જ્યારે ઈબ્રામ કનાનમાં પૂગ્યો ત્યારે ઈશ્વરે કીધું, “ તારી આજુબાજુ ભાળ “હું તને તથા તારા વંશજોને આ મલક જે તું જુએ સે તેને તારા વારસા તરીકે તને દઈશ. ત્યારે ઈબ્રામ તે મલકમાં સ્થાયી થ્યો.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 7

એક દિવસ ઈબ્રામ, પરાત્પર ઈશ્વરના યાજક (પુરોહિત) મલ્ખીસદેકને મળ્યા. મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ દેતા કીધું કે, “ હે આકાશ અને પૃથ્વીના માલિક અને ધણી ઈબ્રામને આશીર્વાદ દયો. “એથી ઈબ્રામે મલ્ખીસદેકને તેના હંધાયમાંથી દસમો ભાગ દીધો.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 8

ઘણાંય વર્ષોના વાહણા વહી ગયા પણ ઈબ્રામ અને સારાયને હજી પુત્ર થ્યો નો'તો. ઈશ્વર ઈબ્રામને દર્શન દે સે અને ફરીથી વચન દીધું કે તને પુત્ર થાશે અને આકાશના તારાઓ સરીખા તારા વંશજો થાહે. ઈબ્રામે ઈશ્વરના વચનને હૈયે બાંધ્યું. ઈશ્વરે ઈ જાહેર કયરું કે ઈબ્રામ ન્યાયી હતો. કેમકે કે એણે ઈશ્વરના (આદેશ)વચનને માન્યું હતું.

4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર( દસ્તાવેજ) — illustration 9

ઈશ્વરે ઈબ્રામ સાથે કરાર કર્યો. કરાર તો બે જૂથો મધ્યની સહમતી છે. ઈશ્વરે કીધું, “હું તને તારા પોતાના જ પીંડનો પુત્ર દઈશ. “હું કનાન નામનો મલક તારા વંશજોને દઈશ. પણ હજી લગી ઈબ્રામને પુત્ર થ્યો નો'તો.

લની વાર્તાઉત્પતિ 11-15માંથી

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).