5. ૦૫. વચનનો દીકરો
દશ વરહ પછી ઈબ્રામ અને સારાય કનાન દેશમાં પુગ્યાં. એમને હજી પણ કોઈ સંતાન નોતું. માટે ઈબ્રામની પત્ની સારાયે એને કીધું, “ હજી સુધી ઈશ્વરે મને સંતાન દીધું નથ. અને હવે હું બાળક જણી હકું ઇ ઉમરમાં ય નથ. હવે તો હું ઘરડી થૈ ગઈ સુ, અહીં મારી દાસી હાગાર સે તું એની હારે વિવાહ કર કે એનાથી મારી હાટુ સંતાન થાય “
એટલે ઈબ્રામ હાગારને પરણ્યો. હાગારને પુત્ર થ્યો, અને ઈબ્રામે એનું નામ ઈશ્માએલ રાયખું. પરંતુ સારાયને હાગારની ઈર્ષા થવા લાગી. જ્યારે ઈશ્માએલ 13 વર્ષનો થયો, ત્યારે ઈશ્વર ફરીથી ઈબ્રામ હારે વાણી ઉચ્ચારી.
ઈશ્વરે કીધું, “ હું સર્વશક્તિમાન ઈશ્વર છું. “હું તારી સાથે કરાર કરીશ. “ત્યારે ઈબ્રામ દંડવત થય નમ્યો. ઈશ્વરે ઈબ્રામને ઇ પણ કીધું, “ તું ઘણી દેશ-જાતિઓનો બાપ થઈશ. “હું તને તથા તારા વંશજોને કનાન દેશ નામનો મલક એમના વારસા તરીકે દઈશ અને હું હરહંમેશ માટે એમનો ઈશ્વર થઈશ. તારે તારા પરિવારના દરેક પુરુષની સુન્નત કરવી. “
“તારી પત્ની, સારાય ને દીકરો થાશે - અને તે વચનનો દીકરો થાશે. તેનું નામ ઈસહાક રાખજે. હું મારો કરાર એની સાથે નિભાવીશ, અને તે એક મહાન દેશની કોમ બનશે. હું ઈશ્માએલને પણ મોટી દેશજાતિ બનાવીશ, પરંતુ મારો કરાર ઇસહાક હારે રહશે. ઇ પછી ઈશ્વરે ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહિમ પાડ્યું. જેનો અર્થ “ ઘણાઓનો પિતા“ એમ થાય સે. ઈશ્વરે સારાયનું નામ બદલીને સારા રાયખું, જેનો અર્થ રાજકુમારી થાય સે.
ઇ દિવસે ઈબ્રાહીમે પોતાના કુટુંબના સર્વ પુરુષોની સુન્નત કરી. એક વર્ષ પછી જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો અને સારા 90 વર્ષની ઉંમરે પહોંચી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરોને જણ્યો. એમણે એનું નામ ઈસહાક રાખ્યું. જેમ ઈશ્વરે કીધુ હતું એમ જ.
જ્યારે ઈસહાક જુવાન થ્યો, ત્યારે એવું કહીને ઈશ્વરે ઈબ્રાહિમની પરીક્ષા(કસોટી) કરી કે, “તારા એકના એક દીકરા ઈસહાકને લે, અને એને મારી હારુ બલિદાન ચઢાવ. “ફરી પણ ઈબ્રાહીમે ઈશ્વરનો આદેશ માન્યો અને પોતાના દીકરાનું બલિદાન દેવાને તૈયાર થયો
જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક બલિદાનની જગાએ જાતા હતા, ત્યારે મારગમાં ઈસહાકે પૂયછું કે, “ પિતાજી આપણી કને બલિદાન હાટુ લાકડાં તો સે પણ ઘેટું(ગધેડું) ક્યાં સે? “ઈબ્રાહિમે જવાબ દેતા કીધું, “ મારા દીકરા, બલિદાનને હારૂ ઘેટું પણ ઈશ્વર જ પુરું પાડશે. “
જ્યારે પિતા અને દીકરો બલિદાનની જગ્યાએ પુગ્યા એટલે, ઈબ્રાહીમે તેના દીકરા ઈસહાકને બાંધીને વેદી પર હુવાડ્યો અને ઇને બલી ચઢાવવા હાથ ઉગામી રહ્યો એટલામાં જ ઈશ્વરે કીધું, “ ઈબ્રાહિમ, ઉભો રહેજે, છોકરાને કંઈ કરીશ નહી. હવે મને તારા પર ભરોસો આંયવો સે કે તું મારો ભય રાખે સે અને તેં તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથ. “
ઇ જ ઘડીએ ઈબ્રાહીમે ન્યા જ ઝાડીમાં હલવાયેલો ઘેટાને જોયો. એવી રીતે ઈશ્વરે, ઈસહાકના બદલામાં ઘેટાને બલિદાન તરીકે પુરું પાયડું.
ઈશ્વરે ઈબ્રાહિમને કીધું, તે મને તારું સર્વસ્વ અર્પવાની ખેવના રાખી સે એટલે સુધી કે તારો એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથ તેથી હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારલિયા જેટલા અને દરિયા કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારો આદેશ માન્યો સે.
લની વાર્તાઉત્પતિ -16-22
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).