6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે.

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 1

ઇ પછી ઈબ્રાહિમ ઘણો ઘરડો થયો, અને એના દીકરો ઈસહાક પુખ્ત પુરુષ બન્યો. ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરો(દાસો)માંના એકને પોતાના મલકમાં જ્યાં ઈના વડવાઓ વસવાટ કરતા હતા ન્યા ઇના દીકરા ઈસહાકને હાટુ વહુ લાવવા હારું પાછો મોકલ્યો.

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 2

ઈબ્રાહિમના વડવાઓ જ્યાં રહેતા હતા ઇ મલકમાં ઘણી લાંબી મજલ કાયપા બાદ, ઈશ્વર ઈબ્રાહિમના ચાકરને રિબકા હુધી લઇ ગયો. રિબકા ઈબ્રાહિમના ભાઈની પૌત્રી થતી હતી.

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 3

રિબકાએ પોતાના કુટુંબને છોડવાનું અને ચાકર હાર્યે ઈસહાકને ઘરે જવાનું સ્વીકાર્યું. જેવી ઇ આવી કે તરત જ ઈસહાકે એની સાથે વિવાહ કયરા.

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 4

ઘણો સમય વિતતા, ઈબ્રાહિમ દેવલોક પામ્યો. અને ઈશ્વરે દરેક વચન જે એને કોલ-કરાર પેટે દીધા હતા તે ઈસહાકને પણ આપવામાં આવ્યા. ઈશ્વરે ઈબ્રાહિમને વચન દીધું હતું કે તેને ગણી ન શકાય એટલી સંતતિ થશે. પણ ઈસહાકની બાઈ રિબકાને વસ્તાર નોહતો.

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 5

ઈસહાકે રિબકા હાટુ પ્રાર્થના કયરી અને ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય કયરી, ને તેની બાઈ રિબકા ગર્ભવતી થઈ. ઈશ્વરે તેને જોડીયા બાળકો દઈને હારા દિવસોની ભેટ દીધી. બન્ને બાળકો જ્યારે રિબકાના પેટમાં હતા ત્યારે તેઓ અંદરો-અંદર બાઝાબાઝ કરવા લાગ્યા, માટે રિબકાએ ઈશ્વરને પૂયછું કે આ હું થઈ રહ્યું સે પ્રભુ?

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 6

ઈશ્વરે રિબકાને કીધું, “તારા પેટમાં બે કૂળ વિકસી રહ્યા છે. એમાંથી બે અલગ પ્રજાઓ થાહે અને એક પ્રજા બીજી પ્રજા કરતા બળવાન થાહે, અને વડો નાનાની ચાકરી કરહે. ”

6. ૦૬. ઈશ્વર ઈસહાકને હંધુય પૂરું પાડે છે. — illustration 7

ી રિબકાને બાળકો જન્મ્યાં, પહેલો દીકરો જન્મ્યો તે લાલ તથા રૂંવાટીવાળા લૂગડા સરીખો હતો અને તેઓએ ઇનું નામ એસાવ પાયડું. ત્યાર પછી નાનો ભાઈ એસાવના પગની એડી હાથમાં પકડીને બહાર આયવો, અને તેઓએ ઇનું નામ યાકૂબ રાયખું.

લની વાર્તાઉત્પતિ 24:1-25:26

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).