7. ૦૭. ઈશ્વરે યાકૂબને આશીર્વાદ દીધો.
સમય જાતા બાળકો મોટા થાતા ગ્યા, યાકૂબને ઘરમાં જ રહેવાનું વધારે ફાવતું હતું, જયારે એસાવને શિકારે જવાનું વધારે ગમતું હતું. રિબકા ઇના નાના દીકરા યાકૂબને પ્રેમ કરતી પણ ઈસહાક ઇના મોટો દીકરા એસાવને પ્રેમ કરતો હતો.
એક દહાડે, એસાવ શિકાર પરથી ઘરે પાછો આયવો, ત્યારે તે બહુ ભૂખ્યો થયો. એસાવે યાકૂબને કીધું, “તે રાંધેલા ભોજનમાંથી મને થોડું ખાણું દે. ” યાકૂબે જવાબ દેતા કીધું, “પહેલા તું મને તારું મોટાભાઈપણાના બિરુદને અને તેના હકકપણાને આપી દે. એટલે એસાવે યાકૂબને તેનો મોટાભાઈપણાના બિરુદને અને તેના મોટાભાઈપણાના હકને દઈ દીધો. ત્યારે બદલામાં તેને થોડું ભોજન દીધું.
ઈસહાક ઈના મોટા દીકરા એસાવને આશીર્વાદ દેવા માંગતો હતો. પરંતુ ઇ એમ કરે, ઇ પહેલા રિબકા અને યાકૂબે યાકૂબના સ્વાંગમાં એસાવ હોય તેવી રીતે બાપને છેતર્યો. ઈસહાક બહુ ઘરડો થયો હતો. અને નજરે ભાળી શકતો નોહોતો. માટે યાકૂબે એસાવના લુંગડા પ્હેરી લીધા અને પોતાના ગળા અને હાથ ઉપર બકરીનું ચામડું પહેર્યું.
યાકૂબ ઈસહાક પાહે આયવો અને કીધું, “હું એસાવ છું. ”હું તારી કને એટલે આવ્યો સુ કે તું મને આશીર્વાદ દઈ હકે.” જ્યારે ઈસહાક બકરીના વાળને અડક્યો અને તેના પહેરણની વાસ લીધી, ત્યારે“તેણે એવું માન્યું કે, હું એસાવને આશીર્વાદ દય રહ્યો સુ. ”
ઇ પછીથી એસાવને યાકૂબથી ધ્રુણા થતી હતી કારણ કે તેણે તેના મોટાભાઈપણાનું બિરુદ અને હક્ક અને તેનો આશીર્વાદ ચોરી લીધા હતા. એથી એસાવે તેના પિતાના દેવલોક પામ્યા બાદ યાકુબનું ઢીમ ઢાળી દેવાની યોજના બનાવી.
પણ રિબકાને એસાવની આ યોજના વિશે આગોતરી જાણ મળતા જ તેણે અને ઈસહાકે યાકૂબને તેના સબંધીઓ કને દૂર વસવા હાટુ મોકલી દીધો.
યાકૂબ રિબકાના સગાવાળાઓ સાથે ઘણા વર્ષો સુધી રહ્યો. અને ઇ સમય ગાળામાં તેના વિવાહ થયા અને એનાથી ઇને બાર દીકરાઓ અને બીજી દીકરીઓ થયા. ઈશ્વરે એને ઘણો માલેતાજુર(ધનિક) બનાવ્યો.
એના માદરે વતન કનાનથી વીસ વર્ષો દૂર રહ્યા પછી, યાકૂબ તેના કુટુંબ-કબીલા, તેના ચાકરો અને જનાવરોના ટોળા સાથે ન્યા પાછો વળ્યો.
યાકૂબ બહુ ડરી ગયો હતો કારણ કે તે વિચારતો હતો કે એસાવ હજી પણ તેનું ઢીમ-ઢાળી નાંખવા મથે સે. એથી તેણે એસાવને હાટુ ભેટ- સોગાદો તરીકે જનાવરોના ઘણાં ટોળા મોકલ્યા. ચાકરો આ જનાવરો એસાવની કને લાવ્યા હતા, એમણે એસાવને કહ્યું કે, “તારો દાસ યાકૂબ તને આ જનાવરો દઈ રહ્યો છે. તે ઉતાવળે આવી રહ્યો સે. ”
ુ એસાવે તો તેને માફ કરી જ દીધો હતો, અને તેઓ એક-મેકને નીરખી હરખાયા. ઇ પછી યાકૂબ કનાનમાં શાંતિથી વસ્યો. એટલામાં ઈસહાક દેવલોક પામ્યો અને યાકૂબ તથા એસાવે તેના બાપને દાટ્યો. જે કરારના વચનો ઈશ્વરે ઈબ્રાહિમને દીધા હતા ઇ હવે ઈસહાક પછી યાકૂબને દેવામાં આવ્યા.
લની વાર્તાઉત્પતિ 25:27-33:20
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).