8. ૦૮. ઈશ્વર યૂસફ અને એના કુટુંબને બચાવે છે.
વરસોના વ્હાણા વિત્યા પછી જ્યારે યાકૂબ વયોવૃદ્ધ થયો. તેણે પોતાના વહાલા દીકરા યૂસફને, એના ભાઈઓ કે જેઓ ઘેટાં ચરાવતા હતા, એઓની ભાળ કાઢવા મોકલ્યો.
યૂસફના ભાઈઓ, યૂસફને નફરત કરતા હતા. કારણ કે, તેમનો બાપ એને હંધાયથી વધારે વ્હાલ કરતા હતા. વળી યૂસફને સપનું આવ્યું હતું કે તે એમના ભાઈઓ પર ધણીપણું કરનાર છે. જ્યારે યૂસફ, એના ભાઈઓ કને આવ્યો, ત્યારે એમણે એનું અપહરણ કરી લીધું અને એને કેટલાક ગુલામોના વેઠિયાના વેપારીઓને વેચી માર્યો.
યૂસફના ભાઈઓ ઘરે પાછા આવે ઇ પહેલા એમણે યૂસફના ઝભ્ભાને ફાડી નાંખ્યો અને એને બકરાના લોહીમાં ઝબોળ્યો. ઇ પછી એમણે ઇ ઝભ્ભો એમના બાપને દેખાડ્યો કે જેથી તે એવું હમજે કે જંગલી જનાવરે યૂસફને ફાડી ખાધો સે. ઇ જોઈને યાકૂબ ઘણો ખેદિત થયો.
ગુલામ- વેઠિયાઓના વેપારીઓ યૂસફને મિસરમાં લઈ ગયા. મિસર જબરો અને જોરાવર મલક હતો અને ઇ નાઈલ નદીના તીરે આવેલો હતો. ગુલામોના વેપારીઓએ યૂસફને રાજવી શ્રીમંત અધિકારીને ન્યા વેચી માર્યો. યુસફે એના માલિકની સેવા-ચાકરી બહુ હારી રીતે આદરી. અને ઈશ્વરે યૂસફને આશીર્વાદ દીધો.
એના માલિકની બાઈએ યૂસફ સાથે સહવાસ કરવા ચાહ્યું, પણ યુસફે આમાં ઈશ્વર સામે પાપ કરવાનો નકાર ક્યરો . બાઈ ઘણી જ કોપાયમાન થઈ અને એણે યૂસફ ઉપર ખોટા આળ ચડાવ્યો એટલે એની ધરપકડ કરવામાં આવે સે અને એને જેલમાં ધકેલવામાં આવે સે. જેલખાનામાં પણ યૂસફ ઈશ્વર તરફ ભરોસાપાત્રો ઠર્યો અને ઈશ્વરે એને આશીર્વાદિત કયરો.
ઇ નિર્દોષ હોવા છતાંય બંદીખાનામાં રહ્યો. બે વર્ષ પછી, યૂસફ જેલમાં હતો ત્યારે એક રાત્રે, ફારુન કે જે મિસર દેશનો રાજા હતો, એને બે સ્વપ્નો આવ્યા. એનાથી ઇને ઘણો મૂંઝારો થવા લાગ્યો. એના ભોમીયામાંથી કોઈ એનો અર્થ બતાવી શક્યું નહી.
ઈશ્વરે યૂસફને સપનાનો મરમ (ભેદ) ઉકેલવાની શક્તિ દીધી હતી. એટલે ફારુન યૂસફને જેલમાંથી કાઢી લાવ્યો. યૂસફે સપનાનો ભેદ ઉકેલતા રાજાને જણાવ્યું કે, ”ઈશ્વર કાપણીના ભર્યાપૂર્યા સાત વર્ષો દેવાનો સે અને ત્યાર પછી દુકાળના સાત વર્ષો. ”
ફારુન યૂસફથી ઘણો જ પ્રસન્ન થયો. અને તેણે આખા મિસરમાં એને રાજા પછીના બીજા દરજ્જાનો અધિકારી ઠરાવ્યો.
યુસફે લોકોને કાપણીના શુભ સાત વર્ષોમાં ખોરાક હાટુ ધાન એકઠું કરવા કીધું. ઇ પછી યુસફે લોકોને દુકાળની વેળાએ ઇ ધાન વેચ્યુ જેથી એમની પાહે પૂરતા જથ્થામાં ખાણું હોય.
આ દુકાળ કેવળ મિસર હાટુ જ ભયાનક નોહતો, પણ કનાન કે જ્યાં યાકૂબ અને એનું કુટુંબ રહેતું હતું ઇ માદરે વતનમાં પણ એટલો જ ભયાનક હતો.
આથી યાકૂબે તેના મોટા દીકરાઓને હટાણું કરવા હાટુ મિસર દેશમાં મોકલ્યા. એના ભાઈઓ જ્યારે અનાજ લેવા હાટુ યૂસફ કને ઊભા રહ્યા ત્યારે તેઓ યૂસફને જાણી શક્યા નહીં. પણ યૂસફ એમને ઓળખી ગયો.
તેના ભાઈઓની એણે કસોટી કરી એ જાણવા હારુ કે ઈ લોકો સુધર્યા સે કે નહીં? ઈ પછી, યુસફે એમને કીધું, “હું તમારો ભાઈ યૂસફ છું! ડરશો માં! તમે જયારે મને ગુલામ-વેઠિયા તરીકે વેચી માર્યો ત્યારે તમે મારું ભૂડું કરવાને ઈચ્છ્યું હતું, પરંતુ ઈશ્વરે ઇ ભૂંડાયને હારામાં ફેરવી તોળી સે! તમે હંધાય આવીને મિસરમાં વસો કે હું તમને અને તમારા કુટુંબીજનોની ખોટ પૂરૂ. ”
જ્યારે યૂસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના બાપ યાકૂબને કીધું કે, “યૂસફ જીવે છે. ” ત્યારે તે ઘણો જ હરખાયો.(હરખ ઘેલો થ્યો)
જો કે યાકૂબ ઘણો વયોવૃદ્ધ માણસ હતો. તે પોતાના કુટુંબ હારે મિસરમાં ગ્યો અને ન્યા વસ્યો. યાકૂબ દેવલોક પામ્યો ઇ પહેલા એણે એના હરેક દીકરાઓને આશીર્વાદ દીધો.
ના વચનો કે જે ઈશ્વરે ઈબ્રાહિમને દીધા હતા તે ઈસહાક કને આવ્યા અને એ પછી યાકૂબ કને અને એ પછી એના બાર દીકરાઓ અને એમના કુટુંબો કને આવ્યા. આ બાર દીકરાઓના વંશજો બાર કુળમાં ઉજર્યા.
લની વાર્તાઉત્પતિ 37-50
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).