9. ૦૯. ઈશ્વરે મૂસાને બોલાવ્યો.
યૂસફના દેવલોક પામ્યા પછી એના હંધાય સગા-વાહલા મિસરમાં વસ્યા. તેઓ અને તેમના વંશજો ઘણાય વરહો લગણ ન્યા વસ્યા અને તેમને ઘણાં છોકરા-છૈયા થ્યા. તેઓ ઈઝ્રારાએલી પ્રજાથી ઓળખાયા.
ઘણા વરહોના વ્હાણા વહી ગ્યા અને પછી ઈઝ્રારાએલીઓની સંખ્યા વધતી ગઈ. મિસરી પ્રજાને હવે યૂસફ દ્વારા એમને કેટલી બધી સહાય મળી તે એમને એમના હવેના રાજાને સમરણમાં નોહતું. મિસરી લોકો ઈઝ્રારાએલીઓથી બીધા. કારણ કે તેઓ સંખ્યામાં ઘણા જ હતા. એથી મિસરમાં ઇ વેળાએ જે ફારુન રાજા રાજ્ય ચલાવતો હતો એણે ઈઝ્રારાએલીઓને મિસરીઓના ગુલામો બનાવી દીધા.
મિસરીઓએ ઈઝ્રારાએલી પ્રજા ઉપર હવેલીઓ અને મોટા નગરો બાંધવા હાટુ દબાણ વધાર્યું. મહાવેઠને લીધે એમની જીંદગી બદ્દતર બનીને રહી ગઈ, એમ છતાંય ઈશ્વરે એમને આશીર્વાદ દીધો અને એમને વધારે ને વધારે છોકરાં-છૈયા થયા.
ફારૂને ભાળ્યું કે ઈઝ્રારાએલીઓને ઝાઝા છોરું છે, હાટુ એથી એણે એના લોકોને હુકમ દીધો કે તેઓ ઈઝ્રારાએલીઓના હંધાય નર દીકરાને નાઈલ નદીમાં ફંગોળી દઈને મારી નાખે.
એક ઈઝ્રારાએલી બાઈએ નર દીકરાને જણ્યો. ઇ બાઈએ અને તેના ધણીએ ઈ દીકરાને જેમ બને એમ લાંબો સમય ઘરમાં હંતાડી રાખ્યો.
જ્યારે દીકરાના માં-બાપ એને લાંબો સમય હંતાડી ના શક્યા, એટલે એમણે એને એક ટોપલીમાં પોઢાડી અને બરુઓની વચમાં નાઈલ નદીના તીરે તરતો કર્યો. જેથી એઓ એને મૃત્યુથી તારી શકે. તેની મોટી બહેન એના ઉપર મિટ માંડીને જોતી રહી કે, આ તરતી ટોપલીનું હું થાય સે?
ફારુનની દીકરીએ તરતી ટોપલીને દીઠી અને એની માંય ભાળ્યું કે આમાં તો બાળક સે એટલે તરત જ એણે આ બાળકને પોતાના દીકરા તરીકે રાખી લીધો. એણે ઈઝ્રારાએલી બાઈને આયા તરીકે ભાડૂતી રાખી કે જેથી આ દીકરાની એ સાર-સંભાળ કરે. એ જાણતી નહોતી કે ભાડૂતી આયા ઈ આ બાળકની જ જનેતા (જણનારી) હતી. જ્યારે દીકરો સમજણો થયો એટલે હવે માં ના દુધની ખપ નોહતી, આયાએ દીકરાને પાછો મોકલી દીધો. એણે એનું નામ મૂસા રાયખું.
એક દાહડે જ્યારે મૂસા પુખ્ત વયનો થ્યો ત્યારે તેણે ભાળ્યું કે એક મિસરી એક ઈઝ્રારાએલી જણને ઢીબી રહ્યો છે. મૂસાએ તેના જાતિ ઈઝ્રારાએલીને બચાવવાનો પ્રયાસ કર્યો.
એ સમયે મૂસાએ વિચાર્યું કે કોઈ એને ભાળતું નથી, એ વેળાએ તેણે પેલા મિસરીનું ઢીમ ઢાળી દીધું. અને એના મડદાને દફનાવી દીધું. પરંતુ મૂસાએ જે કાંઈ કયરૂ હતું ઇ કોઈક ભાળી ગયું હતું.
મૂસાએ જે કયરું એની જાણ ફારુનને થઈ ગઈ ત્યારે એણે મૂસાને હણી નાંખવાનો પ્રયાસ કર્યો. મૂસા મિસરમાંથી અરણ્યમાં(વનમાં) મુઠીઓ વાળીને ભાગી ગ્યો, કે ત્યાં તે ફારુના સિપાઈઓથી બચી શકે.
મૂસા મિસરથી ઘણે દૂર એવા વન-વગડામાં ભરવાડ થઈને વસ્યો. અને આ જગ્યામાં એક બાઈને હારે વિવાહ કર્યો. પછી એને બે દીકરાઓ થયા.
એક દાહડે જ્યારે મૂસા ઘેટાંનું ધણ ચરતો હતો, તે વેળાએ એણે ભાળ્યું કે એક ઝાડવું સળગી રહ્યું હતું. પરંતુ ઝાડવું બળીને રાખ થતું ન હતું. આ ઘટનાને નજીકથી નિહાળવાને માટે તે એની પાંહે ગયો. જેવો ઈ સળગતા ઝાડવા પાંહે પૂગ્યો કે, ઈશ્વરની વાણીનો અવાજ હંભળાયો, “મૂસા, તારા ખાંસડા ઉતાર, કારણ કે જે ભૂમિ પર તું ઊભો સે તે પવિત્ર સે. ”
ઈશ્વરે આગળ કીધું કે, “મેં મારી પ્રજાની પીડા દીઠી સે અને હું તને ફારુન પાહે મોકલીશ. જેથી તું ઈઝ્રારાએલીઓને મિસરની વેઠમાંથી બહાર લાવી શકે. હું તમને કનાન દેશ આપીશ, એ વિષે મેં ઈબ્રાહિમને, ઈસહાકને અને યાકૂબને વચન દીધું હતું.
મૂસાએ પૂયછું કે, “જો લોકો પરખવા માંગે કે મને કોણે મોકલ્યો સે, તો મારે હું કહેવું ?” ઈશ્વરે કીધું કે, “હું જે છું તે છું. તેઓને જણાવ કે, “હું છું” એણે મને મોકલ્યો છે. ”તેઓને ઇ પણ જણાવજે કે, “હું યહોવા છું. તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો ઈશ્વર. આ મારું નામ હર હંમેશનું નામ છે. ”
ફારુન પાસે જતા ડરતો હતો. કારણ કે તે માનતો હતો કે પોતે સરખી રીતે બોલી શકતો નથી, એટલે ઈશ્વરે મૂસાની મદદે એના ભાઈ હારૂનને મોકલ્યો. ઈશ્વરે મૂસા તથા હારુનને ચેતવણી આપતા કીધું કે આ ફારુન નઠારો થાહે જ. (જીદ્દીબનશે જ.)
લની વાર્તાનિર્ગમન 1-4
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).