10. ૧૦. દશ મહામારીઓ

10. ૧૦. દશ મહામારીઓ — illustration 1

મૂસા અને હારુન બેઉં ફારુન પાંહે પૂગ્યા. એમણે કીધું, “ઈઝ્રારાએલના ઈશ્વરનું કહેણ સે કે, મારા લોકને જાવા દયે !” ફારુને એમની વાત કાન ધરી નહીં. ઈઝ્રારએલીઓને ગુલામીમાંથી આઝાદ કરવાને બદલે એણે એમની પાંહે વધુને વધુ વેઠ કરાવી.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 2

ફારુન ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી આઝાદ કરવાની મના કરતો રહ્યો એટલે ઈશ્વરે મિસર પર દસ ભયંકર મહામોટી વિપત્તિઓ મોકલી. આ મહામારીઓથી ઈશ્વરે ફારુનને બતાવી દીધું કે તે ફારુન કરતાં અને મિસરના બધા દેવતાઓ કરતાં મહાશક્તિશાળી છે.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 3

ઈશ્વરે નાઈલ નદીને લોહીમાં ફેરવી તોળી, તો પણ ફારૂને ઈઝ્રારાએલીઓને છોડ્યા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 4

ઈશ્વરે આખે-આખ્ખા મિસર ઉપર દેડકા છોડ્યા. ફારૂને મૂસાને દેડકા દૂર કરવાની વિનંતી કરી. બધા દેડકાઓ મરણને શરણથયાં. એમ પછી પણ ફારૂને પોતાના હૃદયને હઠે ભરાવ્યું અને ઈઝ્રારાએલીઓને મિસરમાંથી આઝાદ કયરા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 5

એટલે ઈશ્વરે જૂઓના ઝુંડની મહામારી મોકલી. ત્યાર પછી તેણે માખીઓની મહામારી મોકલી. એટલે ફારૂને મૂસા તથા હારૂનને તેડાવીને કીધું કે જો તેઓ આ મહામારીઓને દૂર કરશે તો તે ઈઝ્રારાએલીઓને મિસરમાંથી જવા દેહે, એટલે જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી. પરંતુ ફારૂને પોતાના હૃદયને કઠણ કયરૂ અને લોકોને જાવા દીધા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 6

તે પછી, ઈશ્વરે મિસરીઓના બધા જનાવરોને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા. પરંતુ ઈશ્વરે ફારુનના હૃદયને કઠણ કયરૂ અને તેણે ઈઝ્રારાએલીઓને છુટા કર્યા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 7

તેથી ઈશ્વરે મૂસાને ફારુનની આગળ હવામાં રાખ ઊડાડવાનું કીધું. જ્યારે એણે એમ કીધું એટલે મિસરીઓ ઉપર પીડાદાયક ગુમડા ફૂટી નીકળ્યા પણ ઈઝ્રારાએલી કોમને કાંઈ પણ થયું નહીં. ઈશ્વરે ફારુનનું હૃદય હઠીલું કયરું એટલે ફારુને ઈઝ્રારાએલીઓને જાવા દીધા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 8

ઇ પછી, ઈશ્વરે કરા વરસાવ્યા, એથી મિસરની હંધીય વાવણી અને જે કોઈ ઘર બહાર નીકળ્યા ઇ હંધાયનો નાશ કયરો. ફારૂને મૂસા અને હારુનને બરકીને કીધું કે “મેં પાપ કર્યું છે. તમે અહીંયાથી જઈ હકો છો. ”એટલે મૂસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 9

એમ છતાંય ફારુને પાછું પાપ કયરુ અને પોતાનું હૃદયને કઠોર કયરું. એણે ઈઝ્રારાએલીઓને ગુલામીમાંથી જાવા દીધા નહીં.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 10

એટલે ઈશ્વરે મિસર ઉપર તીડોના ઝુંડે-ઝુંડ મોકલ્યા. કરાથી જે વાવણી બચી હતી ઇ આ તીડોએ સફાચટ્ટ કરી દીધી.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 11

ઇ પછી ઈશ્વરે અંધાર ઓઢાડયો. જે ત્રણ દાહડા હુધી હાલ્યો. ઇ એટલો ગાઢ અંધાર હતો કે મિસરીઓ પોતાની ડેલીમાંથી બહાર નીહરી હક્યા નહીં. પણ ઈઝ્રારાએલીઓ જ્યાં વસતા હતા ન્યા અજવાસ પથરાયેલો હતો.

10. ૧૦. દશ મહામારીઓ — illustration 12

મહામારીઓ પછી પણ, ફારુન હજી પણ ઈઝ્રારાએલીઓને છુટ્ટા કરવાને રાજી નોહતો. હજી ફારુન આ હંધુય કાને ધરતો ન હતો. એટલે ઈશ્વરે એક છેલ્લી મહામારી મોકલવાનું આયોજન કરીયું કે, જે ફારુનનો મ્હાયલો બદલી નાંખશે.

લની વાર્તાનિર્ગમન 5-10

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).