11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો)

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 1

ઈશ્વરે ફારુનને ચેતવ્યો કે જો તે ઈઝ્રરાએલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી હરેક પહેલા જન્મલાને હણી નાંખશે. જ્યારે ફારુને ઈ હાંભળ્યું ત્યારે તેણે તે માન્યો નહિ અને ઈશ્વરના આદેશને માન્યો નહિ.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 2

ઈશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે એના હાટુ એક મારગ દીધો સે કે, જેનાથી પોતાના પ્રથમ જન્મેલાને હણાવાથી બચાવી (ઉગારી) શકાય. દરેક કુટુંબે(ખોરડાએ) એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું બલી ચડાવવું.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 3

ઈશ્વરે ઈઝ્રરાએલીઓને કીધું કે હવીના લોહીમાંથી થોડુંક એમના ઘરના દરવાજાની બારસાખો પર છાંટવું અને શેકેલું માંસ ખમીર વગરની રોટલી સાથે ફટાફટ ખાઈ લ્યો. તેઓ જ્યારે વાળું કરતા હતા ત્યારે એમને એણે મિસર છોડી જવા હાટુ તૈયાર થઈ રહેવા કીધું.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 4

ઈશ્વરે ઈઝ્રરાએલીઓને જેમ કરવા હાટુ કીધું હતું એમ જ એમણે કીધું. મધરાતે ઈશ્વરનો દૂત મિસરના પ્રથમ જન્મેલાઓને હણવાહાટુ નિહરિયો.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 5

હંધાય ઈઝ્રરાએલીઓના ડેલીઓ ઉપર લોહી લગાવ્યાનું નિશાન હતું. એટલે ઈશ્વરે એવાઓમાના દરેકને બચાવ્યા. તેઓમાંના હંધાય હેમખેમ હતા. હલવાનના લોહીને લીધે એમને છોડી દેવામાં આવ્યા.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 6

પરંતુ મિસરીઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહીં અને એમના અનાદર કર્યો. એટલે ઈશ્વરે તેમના ઘર છોડ્યા નહીં. ઈશ્વરના દુતે મિસરના હરેકના પ્રથમ જન્મેલાઓને હણી નાંખ્યા.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 7

મિસરનું દરેક નર બાળક જેલમાં બંદીવાન બનાવ્યાથી લઇને ફારુનનાં પ્રથમ જન્મેલા સુધીના હંધાય મરણ-ને-શરણ થયા. મિસરમાં લોકો પોતા પર આવેલા આ ઊંડા દુ:ખોને લીધે છાતી કુટી કલ્પાન કરવા લાગ્યા અને રુદન કરવા લાગ્યા.

11. ૧૧. પાસ્ખા (આકાશી રોટલો) — illustration 8

રાત્રે, ફારુને, મૂસા અને હારુનને બોલાવીને કીધું, “ઈઝ્રરાએલીઓને લઈને હાલ જ મિસર છોડી જા!” ’’મિસરીઓએ પણ ઈઝ્રરાએલી લોકોને તરત જ વઈ જવા આજીજી કરી.

લની વાર્તાનિર્ગમન 11:1-12:32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).