12. ૧૨. નિર્ગમન (વનવગડે)
ઈઝ્રારાએલીઓ મિસરને છોડવાથી ઘણાં જ હરખાતા હતા. હવે તેઓ વેઠિયા રહ્યા ન હતાં પણ તેઓ વચનના મલકમાં જઈ રહ્યાં હતા. ઈઝ્રારાએલીઓએ મિસરીઓ પાસેથી જે કંઈ પણ માગ્યું તે હંધુય એટલે સુધી કે સોનું-ચાંદી, ઝવેરાત અને અન્ય મહામોંઘી ચીજો પણ દીધી. કેટલાક બીજા દેશોના લોકો કે, જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હતા. તેઓ પણ ઈઝ્રારાએલીઓ સંગાથે મિસર છોડીને હાલી નીકળ્યા.
ઈશ્વરે તેઓને દાહડાનો વેળાએ ઊંચા મેઘસ્તંભ થકી દોરવણી આપતાં અને રાત્રે એ અગ્નિસ્તંભ બની જતો. એમની યાત્રા વખતે ઈશ્વર હંમેશા એમની હારે હતા અને દોરવણી આપતા હતા. એટલે એમને ઈશ્વરની વાંહે જ હાલવાનું હતું.
થોડાક સમય પછી, ફારુન અને તેના લોકોનું મન પલટાયું અને તેઓ ફરીથી ઈઝ્રારાએલીઓને પોતાના વેઠીયા બનાવવાની ઈચ્છા સેવતા હતા. ઈશ્વરે ફારુનને જીદ્દી બનાવ્યો કે જેથી માણસો સમજી હકે કે ઈ જ એક માત્ર ઈશ્વર છે એમને ખાતરી થાય કે, યહોવા જ, ફારુન અને તેના દેવતાઓ કરતા વધારે બળવાન સે.
આથી ફારુન અને તેની સેના ઈઝ્રારાએલીઓને ફરીથી પોતાના વેઠિયા કરવા હાટુ વાંહે ગયું, ત્યારે ઈઝ્રારાએલીઓએ ભાળ્યું કે મિસરની સેના આવી રહી છે. એ વેળાએ એમને જણાયું કે, એઓ ફારુનની સેના અને લાલ દરિયાની વચમાં ફસાણા સે. ઈ હંધાય ઘણા જ ભયમાં આવી ગયા. અને બકવા લાગ્યા કે, “શા હારું અમોએ મિસર મૂકી દીધું ? અમે તો મિસર છોડીને મરણને જ વાહલું કીધું સે !”
મૂસાએ ઈઝ્રારાએલીઓને કીધું કે, “ડરપોક ના બનો!” ઈશ્વર આજે જ તમારે હાટુ ધીંગાણે ચડશે અને તમારી વ્હારે આવશે. ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, “પ્રજાને કહે કે, એઓ લાલ દરિયા સામે આગળ જાય. ”
ઇ પછી ઈશ્વરે મેઘસ્તંભ હટાવીને ઈઝ્રારાએલીઓ અને મિસરીઓની વાચો-વચ્ચ મુક્યો એટલે મિસરીઓ ઈઝ્રારાએલીઓને ભાળી ના શકે.
ઈશ્વરે મૂસાને કીધું કે તારો હાથ દરિયા પર લંબાવીને પાણીના બે ભાગ કરી દયે. ત્યારે ઈશ્વરે એવો વા હલાવ્યો કે દરિયાનું પાણી ડાબી તથા જમણી બાજુ સંકોરાવા લાગ્યું એટલે દરિયાની વાચો-વચ્ચ મારગ થઈ ગ્યો.
ઈઝ્રારાએલીઓ બેઉ બાજુ ઉભી થયેલી વંડી અને કોરી કટ જમીન પર હાલવા લાગ્યા.
ઇ પછી ઈશ્વરે મેઘસ્તંભ હટાવી લીધો જેથી મિસરીઓ ઈઝ્રારાએલીઓને જતા ન ભાળી શકે. મિસરીઓએ એવોની વાંહે ધપવાનો મનસુબો કરીયો.
એથી એમણે દરિયાવ મારગે ઈઝ્રારાએલીઓની વાંહે ગ્યા. પરંતુ ઈશ્વરે મિસરીઓને ભયમાં નાખ્યા એટલે એમના રથો ફસાણા. તેઓ અંદરો-અંદર બુમા-બૂમ કરવા લાગ્યા કે, “અહીંથી ભાગો !” ઈશ્વર ઈઝ્રારાએલીઓ હાટુ ધીગાણું ખેલી રહ્યા સે.
ઈઝ્રારાએલીઓ હેમખેમ દરિયાને ઓલે પાર પૂગી ગ્યા. ઇ પછી ઈશ્વરે મૂસાને ફરીથી પોતાનો હાથ લંબાવવા કીધું. જ્યારે એણે એમ કર્યું કે, લાગલું પાણી મિસરીઓ ઉપર ફરી વળ્યું અને પાછું પાણી મૂળ સ્થિતિમાં આવી દરિયો બની ગયું. અને હંધીય મિસરી સેના પાણીમાં બૂડી મરી.
એથી ઈઝ્રારાએલીઓએ ભાળ્યું કે મિસરીઓનું ઢીમ ઢળી ચુક્યું સે, ત્યારે એમણે ઈશ્વરમાં ભરોહો ઉભો થયો અને શ્રદ્ધા દાખવતા કીધું કે, મૂસા ઈશ્વરનો સંત હતો.
ઈઝ્રારાએલીઓ આ બધી બીનાઓથી હરખાયા અને અચંબિત થયા. આ રીતે ઈશ્વરે એમને મોતના “મો” માંથી અને વેઠપ્રથામાંથી અને મિસરીઓની ગુલામીમાંથી ઉગાર્યા હતા! એટલે હવે તેઓ ઈશ્વરની ઉપાસના કરવા હાટુ આઝાદ હતા. ઈઝ્રારાએલીઓએ એમની નૂતન આઝાદીનો ઉત્સવ માનવતા ઘણા ગીતડા ગાયા. એ હારું એમણે ઈશ્વર સ્તુતિગાન ગાયા.
રે ઈઝ્રારાએલીઓને હર વર્ષે પાસ્ખા ઉત્સવ મનાવવાનો આદેશ કર્યો. જેથી એઓ એને સ્મરણમાં રાખી શકે કે, કેટલા અજાયબ રીતે ઈશ્વરે એમને મિસરીઓ ઉપર મહાવિજય દેવડાવ્યો અને એમના વેઠિયાપણાથી અને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા. એમણે આ ઉત્સવને પૂર્ણ હલવાન ચઢાવીને, એને બેખમીર રોટલા હારે જમીને માનવતા હતા.
લની વાર્તાનિર્ગમન 12:33-15:21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).