13. ૧૩. ઈઝ્રાયલ હારે ઈશ્વરનો કરાર (પંચનામું)
ઈશ્વરે ઈઝ્રાયલીઓને લાલ દરિયામાંથી ઉગાર્યા પછી એમને વનવગડે સિનાઈ ગઢ બાજુ દોરી ગ્યા. આ ઇ જ પ્હાડી ગઢ હતો ન્યા મૂસાએ સળગતું ઝાડવું નીરખ્યુંતું લોકોએ ઇ ગઢની તળેટીમાં પોતાના તંબુ તાણ્યા.
ઈશ્વરે મૂસા અને ઈઝ્રાયલના લોકોને કીધું, “તમે મારા આદેશો પ્રમાણે હાલશો અને મારા કીધેલા કોલ-કરારો મજરે લેશો તો તમે ખાસ રત્નો, સંત-પુરોહીતોનું રજવાડું અને પવિત્ર મલક થાહો. ”
ત્રણ દાહડા પછી, જ્યારે લોકોએ પોતાને આત્મિક રીતે ઉજળા કર્યા, ત્યારે ઈશ્વર ગર્જના, વિજળી, ધૂમાડા અને રણ-શીંગડાના મોટી વાણીઓ હારે સિનાઈ ગઢ પર ઊતર્યા. ખાલી મૂસાને જ ઇ ગઢ ઉપર જવાની મંજુરી હતી.
ઇ વેળાએ ઈશ્વરે એમને કરાર દીધો અને કીધું, “હું યહોવા તમારો ઈશ્વર છું, જે તમને મિસરની વેઠમાંથી છોડાવી લાવ્યો. ”અન્ય દેવોને ન ભજો.
તમે મૂર્તિઓ ઘડશો નહીં અને એની પૂજા કરશો નહીં. કારણ કે હું યહોવા ભરોસાપાત્ર ઈશ્વર છું. મારું નામ અમથે-અમથું લેશો નહીં. સાતમો સાબ્બાથ દાહડો પવિત્ર પાળવાનું ભૂલશો માં. તમે છ દાહડા લગી તમારાં હંધાય કામો કરો, સાતમો દાહડો તમારા માટે આરામનો અને મારું સમરણ કરવાનો દાહડો સે.
તમારા મા-પિતાને સન્માનો. હત્યા કરશો માં. શીનાળવા કરશો માં. ચોરી કરશો માં. ખોટું બોલશો માં. તમારા પડોશીની બાઈ, એનું ખોરડું અને એનું જે કંઈ હોય એની ઈચ્છા સેવસો નહીં.
ઇ પછી ઈશ્વરે આ દસ આદેશો પથ્થરની શિલાઓ ઉપર લખી અને એમણે મૂસાને દીધી. ઈશ્વરે બીજા ઘણા આદેશો અને વિધિઓ આચરવાને હાટુ દીધા. જો લોકો આ આદેશોને આધીન રહેશે, તો ઈશ્વરે જેમ વચન દીધું હતું એમ તે એમને આશીર્વાદિત કરશે અને એમની રક્ષા કરશે. જો તેઓ તેનો અનાદર કરશે, તો ઈશ્વર એમને દંડ દેશે.
ઈશ્વર એમની આરાધના અને પૂજા માટે ઈઝ્રાયલીઓને પાહે જે મંડપ રચાવા માંગતા હતા એનું હંધુય વર્ણન દીધું. એને ઈશ્વરે ‘મળવાનો મંડપ’ એટલે કે મુલાકાત મંડપ થી ઓળખાવ્યો. એને બે ખંડ હતા, જેને એક મોટા પડદા વડે નોખા પાડવામાં આવતા હતા. પડદાની વાંહે ખંડમાં જવાની મંજુરી માત્ર મુખ્ય સંત-પુરોહિતને જ હતી, કારણ કે ન્યા ઈશ્વર બિરાજમાન હતા.
જે કોઈ ઈશ્વરના આદેશોનું અનાદર કરતું તે “મળવાના મંડપ” કને એક પશુને આણતા અને તેનું ઈશ્વરને બલિદાન ચઢાવતા. સંત-પુરોહિત ઇ પશુનો વધ કરતો અને એને વેદી ઉપર દાહ દેતો. જે પશુનું બલિદાન દેવામાં આવતું એનું લોહી માણસના પાપ-કર્મને ઢાંકી દેતું અને તે માણહને ઈશ્વરની નજરમાં પુણ્ય બનાવતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુન અને એના વંશજોને સંત-પુરોહિતો બનાવવા હાટુ જાહેર કર્યા.
હરેક લોકોને, ઈશ્વરે જે આદેશો દીધા હતા, એમાં ઈશ્વર એકલાનું જ ભજન કરવું અને એના જ ખાસ લોક બનવું ઇ આદેશ માટે તેઓ એકીસાથે સહમત બન્યા. એમ છતાંય એમણે ઈશ્વરને જ આધિન રહેવાના જે વચને બંધાયા હતા એમાં થોડીક વેળા બાદ જ એમણે મહામોટુ પાપ કર્યું.
મૂસા ઘણાં દાહડા સુધી ઈશ્વર સાથે સંવાદ કરતો સિનાઈ ગઢ ઉપર રહ્યો. લોકો એના પાછા વળવાની વાટ જોઈ કંટાળી ગયા. એટલે તેઓ હારુન પાંહે સોનું લઈને આવ્યા. અને એમના માટે મૂર્તિ ઢાળવાનું કીધું.
હારુને એમના હાટુ સોનાની મૂર્તિ દીધી. અને તેનો ઘાટ પોઠિયા જેવો હતો. લોકો વનવાસીની રીતે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. અને તેને બલિદાનો દેવા લાગ્યા. ઈશ્વર એમનાથી ખુબ જ કોપાયમાન થયો. અને એમનો નાશ કરવાને આયોજન કર્યું.
પરંતુ મૂસાએ એમના હાટુ પ્રાર્થના કરી અને ઈશ્વરે એની આજીજી સાંભળી અને એમનો સંહાર કર્યો નહી. જ્યારે મૂસા ગઢ ઊપરથી ઉતર્યો અને તેણે મૂર્તિ દીઠી ત્યારે તે એટલો બધો કોપાયમાન થયો કે એણે શીલાપાટ્ટીઓ જેની ઊપર ઈશ્વરે દસ આદેશો લખીને દીધા હતા ઈ શીલાપાટીઓને પછાડીને તોડી નાખી.
ત્યારે મૂસાએ ઈ મૂર્તિઓને ભરડી તેનો ભુક્કો કરીને એ ભુક્કાને એણે પાણીમાં હલાવીને લોકોને પીવડાવી દીધો. ઈશ્વરે લોકો ઉપર મરકી મોકલી અને એમાંના ઘણાં મરણને શરણ થ્યા.
બીજી વાર ગઢ પર ચઢી ગયો અને ઈશ્વરને લોકોને ક્ષમા કરવા આજીજી કરી. ઈશ્વરે મૂસાનું સાંભળ્યું અને તેઓને ક્ષમા કરી. મૂસાએ જે શીલાપાટી તોડી નાંખી હતી એની જગ્યાએ તેણે બીજી શીલાપાટી ઉપર દસ આદેશો કોતરીને દીધા. ઇ પછી ઈશ્વર ઇઝરાએલીઓને સિનાઈ ગઢથી વચનના મલક બાજુ આગળ હંકારી ગ્યા.
લની વાર્તાનિર્ગમન 19-34
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).