14. ૧૪. અરણ્યે(વનવગડે) રઝડવું
ઈશ્વર એમના કરારના ભાગરૂપે જે આદેશો એમની કને મનાવવાની ઈચ્છા રાખતા હતા તે કીધા પછી એમણે સિનાઈ ગઢનો વસવાટ છોડી ઈશ્વરે એમને જે વચનનો મલક કે જેનું નામ કનાન હતું ઇ બાજુ લઇ જવાનો પ્રારંભ કર્યો. મેઘસ્તંભ કનાન બાજુ આગળ વધતો અને ઈ હંધાય એની પાછળ ધસતા હતા.
ઈશ્વરે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે વચન દીધું હતું ઇ એમના વંશજોને તે વચનનો મલક દેશે. પરંતુ હવે ત્યાં અનેક દેશજાતિઓ રેહેતી હતી. એમને કનાનીઓથી ઓળખવામાં આવતા હતા. કનાનીઓ ઈશ્વરને ભજતા પણ નોહતા અને એમને અનુસરતા પણ નોહતા. તેઓ જૂઠા દેવતાઓની પૂજા અને દુષ્ટ કાર્યો કરતા હતા.
ઈશ્વરે ઈઝ્રારાએલીઓને કીધું, “તમારે વચનના મલકમાં હંધાય કનાનીઓથી અલગ થવું. તમે એમની હારે વાર્તાલાપ (સંવાદ) કરો માં. અને એમની હારે વિવાહ પણ કરો માં. તમારે એમની હંધીય મૂર્તિઓનો નામશેષ કરવો. જો તમે મને વફાદાર નહીં રહો તો તમે મારે બદલે એમની મૂર્તિઓને સેવા કરશો? ”
જ્યારે ઈઝ્રારાએલીઓ કનાનની સીમાએ પુગ્યા એટલે મૂસાએ બાર માણસોને નક્કી કર્યા, ઈઝ્રારાએલના દરેક કુળમાંથી એક એક. તેણે ઈ માણહોને તે મલકની ખબર મેળવવા(ભાળ કાઢવા) મોકલ્યા કે ઈ મલક કોના સરીખો છે તે ભાળો. તેઓને કનાનીઓની પણ ભાળ મેળવવા કીધું કે, તેઓ જોરાવર સે કે માંયકાંગલા?
બાર માણસો ચાલીસ દાહડા લગી કનાનમાં વિચર્યા અને એ પછી તેઓ પાછા ફર્યા. તેઓએ લોકોને કીધું, “એ મલકની જમીન ફળાઉ છે અને એમાં મબલક પાક થાય છે. ”પરંતુ તેમાંના દશ જાસુસોએ કીધું, “નગર ખુબ જ બળીયુ અને લોકો ઘણા કદાવર છે! જો આપણે એમના પર હલ્લો કરીએ તો તેઓ ખરેખર આપણને હરાવીને હણી દેશે!”
તરત જ કાલેબ અને યહોશુઆ, બીજા બે જાસુસોએ કીધું, “એ હાવ સાચું છે કે કનાનીઓ ઊંચા અને જોરાવર છે, પરંતુ ખરેખર આપણે એમને હરાવી શકીએ એમ છીએ! ઈશ્વર આપણે સારું ધીગણું ખેલશે !”
પરંતુ લોકોએ કાલેબ અને યહોશુઆના સાદને સંભાળ્યો નહીં. તેઓએ મૂસા અને હારુન ઉપર ગુસ્સો કર્યો થયા અને કીધું, “શા હાટુ તું અમોને આ ગોઝારી જગાએ લાવ્યો છે? અમારે અહીં ધીગાણામાં હણાવા કરતા અને અમારી બાઈઓ ને બાળકો વેઠિયા બને ઈ કરતા અમારે મિસરમાં વસવું જોઈતું તું. લોકો મિસરમાં પાછા જવા માટે બીજા નેતાઓને પસંદ કરવા ઈચ્છતા હતા.
ઈશ્વર એ બધાથી ઘણો કોપાયમાન થયો અને તે “મળવાના મંડપમાં” પધાર્યા. ઈશ્વરે એમને કીધું, તમે મારી સામે છળ કર્યું છે, એ હાટુ તમે બધા લોકો વન-વગડે રઝડશો. કાલેબ અને યહોશુઆ સિવાય, એક-એક જણ જે વીસ વરસથી અથવા એનાથી મોટો હશે ઇ હણાશે અને ક્યારેય વચનના મલકમાં જઈ હકશે નહિ.
જ્યારે લોકોએ ઇ હાંભળ્યું ત્યારે લોકે કરેલા પાપ માટે પોતે ભોંઠા પડ્યા. તેમણે પોતાના શસ્ત્ર-સરંજામ ઉઠાવ્યા અને કનાન મલકના લોક ઉપર ધિંગાણે ચઢ્યા. મૂસાએ એમને ન્યા જવાને મના કરી, કારણ કે ઈશ્વર એમની હારે નહતો, પરંતુ એમણે એનું ધ્યાને લીધું નહીં.
ઈશ્વર એમની હારે ધીંગાણે ગયા નહીં એમની ભુંડી-પેટ હાર થઈ. એમના ઘણાંય હણાયા. એટલે ઈઝ્રારાએલીઓ કનાનથી પાછા ફરીને ચાલીસ વરસો લગી વન-વગડે રઝડ્યા.
આ ચાલીસ વર્ષોમાં ઈઝ્રારાએલીઓ લોકો વન-વગડે રઝડ્યા ઈ વેળા દરમ્યાન ઈશ્વરે એમનું ભરણ-પોષણ કયરું. તેણે એમને આકાશની રોટલો જેને “માન્ના” કહેવાય સે તે દીધી. તેણે લાવરીઓના ટોળાનું ઝુંડ (મધ્યમ કદનું એક પક્ષી) મોકલ્યું જે એમના તંબુઓ માંય તેણે આણ્યું જેથી એનું માંસ ખાઈ શકે. આ સમય વચ્ચે ઈશ્વરે એમના લુગડા અને ખાસડાં ફાટવા દીધા નહીં.
ઈશ્વરે એમને ચમત્કારિક રીતે પાણામાંથી પાણી દીધું. આમ છતાંય, ઈઝ્રારાએલઓએ ઈશ્વર અને મૂસા સામે ફરીયાદોની બુમો ચલાવી. ત તોપણ ઈશ્વર ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને દીધેલા પોતાના વચનો હાટુ ભરોસાપાત્ર રહ્યા.
બીજા વાર જ્યારે લોકો પાસે પાણી નોહતું, ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, “પાણાને કહે-ને-પાણી વ્હેશે. ”પરંતુ મૂસાએ બધા લોકોની સામે ઈશ્વરની આજ્ઞા ઉથાપી અને પાણાને કેહવાને બદલે તેણે પાણાને બે વાર લાકડી ફટકારી. દરેક લોકો હાટુ પાણામાંથી પાણી વહેવા માંડ્યું, પણ ઈશ્વર મૂસા ઉપર ગુસ્સે-ભરણો અને કીધું, “તું વચનના મલકમાં જઈ શકશે નહીં. ”
ચાલીસ વર્ષો સુધી ઈઝ્રારાએલીઓ વન-વગડે રઝળ્યા પછી તેઓ હંધાય જેઓએ ઈશ્વરની સામે બાંયો ચડાવી હતી તે હંધાય મરણને શરણ થયા. ઇ પછી ઈશ્વર લોકોને વચનના મલકની સીમા પર લઈ ગયા. હવે મૂસા વયોવૃદ્ધ થયો હતો, માટે ઈશ્વરે યહોશુઆને આ લોકોને હલાવવા અને સહાય કરવા માટે પસંદ કર્યો. ઈશ્વરે મુસાને વચન દીધું કે એક દાહડે તે મૂસા જેવો સંત-પુરોહિત પાછો મોકલશે.
રે ઈશ્વરે મૂસાને કીધું કે, તું પર્વતની ટોચ ઉપર ચઢી જા જેથી તું વચનનો મલક નીરખી શકે. મૂસાએ વચનનો મલક દીઠો. પરંતુ એમાં એને જવાની મંજુરી દીધી નહિ. ઇ પછી મૂસા દેવલોક પામ્યો. એટલે ઇઝરાએલે ત્રીસ દિવસ લગી શોક પાળ્યો. યહોશુઆ એમનો નવો મુખીયો બન્યો થયો. યહોશુઆ સારો મૂખીયો સાબિત થયો કારણ કે, તે ઈશ્વરને વફાદાર હતો.
લની વાર્તાનિર્ગમન 16-17, ગણના 10-14, 20:27, પુનર્નિયમ 34
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).