15. ૧૫. વચનનો મલક

15. ૧૫. વચનનો મલક — illustration 1

છેવટે, સમય આવી પૂગ્યો કે, ઈઝ્રારાએલીઓ વચનન મલક કનાનમાં ઘર કરે. યહોશુઆએ યરીખો નગર કે જે મજબુત બાંધાની ડેલીઓથી વાડાબંધ હતું એમાં બે જાસુસો મોકલ્યા. નગરમાં રાહાબ નામની એક વેશ્યા(લલના) રહેતી હતી એણે જાસુસોને છુપાવવામાં અને ઈ પછી એમને ભાગવામાં સહાય કરી. એણે એમ કયરું કારણ કે, તે ઈશ્વર પર ભરોસો કરતી હતી. એમણે રાહાબ અને તેના કુટુંબને જ્યારે તેઓ યરીખોનો નાશ કરે ત્યારે બચાવવાનો કોલ આપ્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 2

ઈઝ્રારાએલીઓએ વચનના મલકમાં ગરવા માટે યર્દન નદીને ઓળંગવાની હતી. ઈશ્વરે યહોશુઆને કીધું, “સંત-પુરોહિતોને પહેલા નિકળવા દયો. ”જ્યારે સંત-પુરોહિતોએ પોતાના પગલાં યર્દન નદીમાં પખાળ્યા કે, દખ્ખણ બાજુનું પાણીનું વ્હેણ બંધ થઈ ગયું અને એટલે ઈઝ્રારાએલીઓ નદીની બીજી બાજુએ(ગમ) સુકી જમીન પર પુગ્યા.

15. ૧૫. વચનનો મલક — illustration 3

યર્દન નદી પાર કરી એટલે ઈશ્વરે યહોશુઆને કીધું કેવી રીતે યરીખો નગર પર જોરદાર હલ્લો કરવો અને લોકોએ ઈશ્વરના આદેશોની આણ સ્વીકારવી. જેમ ઈશ્વરે એમને કોઠા સૂઝની હમજ દીધી હતી, એમ દળો અને સંત-પુરોહિતો યરીખો નગરની ફરતે એક દાહાડામાં છ વાર એમ છ દાહાડાઓ સુધી ફર્યા.

15. ૧૫. વચનનો મલક — illustration 4

એટલે સાતમા દાહડે,ઈઝ્રારાએલીઓએ નગર ફરતે સાત વાર ફેરફુદરડી ફર્યા. જ્યારે તેઓ નગરનો છેલ્લો ફેરો ફરી રહ્યા હતા ત્યારે, જ્યારે સંત-પુરોહિતોએ રણશીંગના સુરો ફુંક્યા અને સિપાઈઓએ મોટી આવાજે બૂમોની ગર્જનાઓ કરી

15. ૧૫. વચનનો મલક — illustration 5

એટલે યરીખોનો કોટ ખરી પડ્યો. ઈઝ્રારાએલીઓને ઈશ્વરે જેવા આદેશો કર્યા હતા એમ નગરમાંનાં હંધાયનો સમૂળગો નાશ થયો. એમણે રાહાબ અને એના કુટુંબને જ છોડી દીધું. જે કુટુંબ ઈઝ્રારાએલનો ભાગ ગણાયું. જ્યારે બીજા લોકો કે જેઓ કનાનમાં વસતા હતા. એમણે સાંભળ્યું કે ઈઝ્રારાએલીઓએ યરીખોને ધૂળ ભેગું કીધું છે ત્યારે એમને ભય લાગ્યો કે ઈઝ્રારાએલીઓ એમના પર પણ ધીંગાણું કરશે તો?

15. ૧૫. વચનનો મલક — illustration 6

ઈશ્વરે ઈઝ્રારાએલીઓને આજ્ઞા આપતા કીધું હતું કે, એમણે કનાનમાંની કોઈ પણ પ્રદેશની જાતિ- વર્ણ હારે સંધી કરવી નહીં. પરંતુ કનાનીઓની એક દેશજાતિ, કે જેઓ ગિબયોનીઓથી ઓળખાતા હતા. એમણે યહોશુઆને ખોટું કીધું કે તેઓ કનાનથી ખુબ જ આઘા વસે છે. એમણે યહોશુઆને સંધી કરી સંબંધ બાંધવા નોતર્યા.

15. ૧૫. વચનનો મલક — illustration 7

યહોશુઆ અને ઈઝ્રારાએલી પ્રજાએ આ બાબતે ઈશ્વરની પૂછ-પરછ કયરી નહી કે, ગિબયોનીઓ ખરેખર ક્યાંના રહેવાસીઓ છે? માટે યહોશુઆએ એમની સાથે શાંતિ સંધી-કરાર કયરા. ઈઝ્રારાએલીઓએ જ્યારે જાણ્યું કે, ગિબયોનીઓએ એમને છળ્યા છે ત્યારે તેઓ ઘણા ગુસ્સે ભરાણા, પરંતુ એમ છતાં એમણે સંધી-કરાર શરુ રાખ્યા, કારણ કે ઈ ઈશ્વર આગળનું વચન હતું. થોડા સમય પછી, કનાન મલકની બીજી જ્ઞાતિ અમોરીઓએ સાંભળ્યું કે ગિબયોનીઓએ ઈઝ્રારાએલ પર સંધી કરી છી, એટલે એમણે પોતાનું એક દળ બનાવી એની સેના કરીને ગિબયોન પર હલ્લો કરી દીધો. ગિબયોનીઓએ યહોશુઆ ઉપર મદદ સહાયને માટે સંદેશો કહેવડાવ્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 8

એટલે યહોશુઆએ ઈઝ્રારાએલની સેનાને એકઠી કરી.એમણે ગિબયોન પુગવાને માટે આખી રાત પગપાળા કરી. વહેલી પ્હોરે એમણે અમોરી સેનાને અચંબિત કરતો હલ્લો કર્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 9

ઇ દાહડે ઈશ્વર ઈઝ્રારાએલ હાટુ ધીગાણે ચડ્યો. એમણે અમોરીઓને દાંત ખાટા કરી દીધા. એમાંય પાછા મોટા કરા વરસાવ્યા. એટલે ઘણા અમોરીઓનો દાટ વળી ગ્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 10

ઈશ્વરે સુરજને પણ આભમાં એક ખૂણે અટકાવી રાખ્યો, એટલે ઈઝ્રારાએલી પાંહે અમોરીઓને સમૂળગો નાશ કરી ધૂળ ચાટતા કરવાનો કાળ રહે. ઇ દાહડે ઈશ્વરે ઈઝ્રારાએલ માટે મહામોટો વિજય મેળવ્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 11

ઈશ્વરે તે સેનાને પરાજય દીધા પછી, કનાનની બીજી જાતિઓ પણ એકઠી થવા લાગી. ને તેઓ એકઠાથઈ ઈઝ્રારાએલ ઉપર હુમલો કરવા લાગી. યહોશુઆ અને ઈઝ્રારાએલીઓએ એમના ઉપર હલ્લો કરીને એમને ભોંયભેગા કર્યો.

15. ૧૫. વચનનો મલક — illustration 12

આ યુધ્ધ પછી, ઈશ્વરે ઈઝ્રારાએલના હંધાય કુળને વચનના મલકમાં પોત-પોતાનો હિસ્સો વ્હેચી આપ્યો. ઇ પછી ઈશ્વરે ઈઝ્રારાએલની હદોમાં શાંતિ સ્થાપી.

15. ૧૫. વચનનો મલક — illustration 13

રે યહોશુઆ વયોવૃધ્ધ થયો એટલે એણે ઈઝ્રારાએલના હંધાય લોકોને ભેગાં કર્યા. ઇ સમયે યહોશુઆએ ઈશ્વરે સિનાઈ ગઢમાં એમની સાથે કરેલાં કોલ-કરારને પાળવાની જે-જે શરતો હતી ઈ એમણે સ્મરણમાં લેવડાવી. લોકોએ પણ ઈશ્વરના વિશ્વાસમાં અડીખમ રહેવાનું અને એના આદેશોને પાળવાનું વચન દીધું.

લની વાર્તાયહોશુઆ 1-24

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).