16. ૧૬. છોડાવનાર

16. ૧૬. છોડાવનાર — illustration 1

યહોશુઆના દેવલોક સીધાવ્યા પછી ઈઝ્રારાએલીઓ ઈશ્વરના આદેશોને પાળતા ન્હોતા, અને તેઓએ બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યા નહીં અને ઈશ્વરના નિયમનું પાલન કર્યું નહીં. ઈઝ્રારાએલીઓએ સાચા ઈશ્વ્રર પ્રભુને ભજવાને બદલે કનાનના દેવતાઓની ઉપાસના કરી. ઈઝ્રારાએલીઓમાં રાજા નહોતા, માટે દરેક જણ તેમને જે સારુ લાગે તે કરતો.

16. ૧૬. છોડાવનાર — illustration 2

ઈઝ્રારાએલીઓએ ઈશ્વ્રરના આદેશો ધ્યાને ધર્યા નહીં એટલે ઈશ્વરે એમને એમના શત્રુઓ ઉપર વિજય અપાવ્યો નહિ. અને તેમને દંડ કર્યો. આ હંધાય શત્રુઓ ઈઝ્રારાએલીઓની ચીજ-વસ્તુઓને હરી લઈને એમની માલ-મિલકતો નાબુદ કરતા અને ઘણાંયને હણી નાંખતાં. ઘણાંય વરસો હુધી ઈશ્વ્રરને ધ્યાને ન ધરતા એવા એમના શત્રુઓના દાબમાં સંકોચાયેલી રહ્યા પછી ઈઝ્રારાએલીઓએ પસ્તાવો કીધો અને પોતાના છુટકારા હાટુ ઈશ્વરને આજીજી કરી.

16. ૧૬. છોડાવનાર — illustration 3

એટલે ઈશ્વરે એમને શત્રુઓના પંજામાંથી છોડાવા માટે છોડાવનાર મોકલી આપ્યા. અને એમના મલકમા શાંતિ આણી. એમ છતાંય લોકો ફરીથી ઈશ્વરને ભૂલ્યા અને મુર્તિપુજામાં પાછુ મન પરોવ્યું. એટલે ઈશ્વર મિદ્યાની પ્રજાઓને એમની ઉપર એવી રીતે લાવ્યા કે એમને હરાવે.

16. ૧૬. છોડાવનાર — illustration 4

મિદ્યાનીઓ સતત સાત વરસો હુધી ઈઝ્રારાએલીઓની હંધીય ફસલ ખાઈ ગયા. ઈઝ્રારાએલીઓ બહુ ભયભીત થઈ ગુફાઓમાં ગરી ગ્યા હતા. કે એમને મિદ્યાનીઓ ભાળી ના જાય . આખરે એમના છુટકારા હાટુ એમણે ઈશ્વરને પોકાર્યા.

16. ૧૬. છોડાવનાર — illustration 5

એક દાહડે ગિદિઓન નામનો એક ઈઝ્રારાએલી માણસ સંતાઈને ઘંઉ મસળતો હતો. કે એના ઘઉં મિદ્યાનીઓ ચોરી ના જાય. એવી વેળાએ ઈશ્વરના દૂતે આવીને ગિદિયોનને કીધું, “હે પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી હારે સે. જા અને ઈઝ્રારાએલીઓને મિદ્યાનીઓના પંજામાંથી છોડાવ. ”

16. ૧૬. છોડાવનાર — illustration 6

ગિદિયોનના બાપ પાસે એક દેવવેદી હતી. પણ હાલ એ મૂર્તિઓથી ભરેલી હતી. ઈશ્વરે ગિદિયોનને કીધું કે તું વેદીનો ચૂરે-ચુરા કરી નાંખ. પણ ગિદિયોન લોકોના ભયથી ભયભીત થયો. અને એણે રાત પડવા હુંધી રાહ જોઈ. એ પછી એણે તે વેદીને તોડી નાખી અને એના ભુક્કા બોલાવી દઈ ઇ જગ્યાની પડખે મૂર્તિ માટે નૈવેદ ચઢાવાનું હતું ઇ જગ્યાએ એણે એક નવી વેદી બાંધી.

16. ૧૬. છોડાવનાર — illustration 7

બીજા દાહડે લોકોએ ભાળ્યું કે કોઈકે વેદીને ભાંગીને ભુક્કો કરી નાંખી છે. ત્યારે લોકો ગુસ્સે ભરાણા. તેઓ ગિદિયોનના ઘેર એને હણી નાંખવાને ગયા, પરંતુ ગિદિયોનના બાપે એમને જણાવ્યું, “શા હારુ તમે તમારા દેવોને બચાવવાનો પ્રયાસ કરો છો ? જો એ મૂર્તિયો ઈશ્વર છે તો એને પોતાનું રક્ષણ એની જાતે કરવા દયો. ” એણે આવું કીધું એટલે લોકોએ એને મારી નાખ્યો નહીં.

16. ૧૬. છોડાવનાર — illustration 8

ઇ પછી પાછા મિદ્યાનીઓ ઈઝ્રારાએલીઓને લૂંટવા આવ્યા. એઓ એટલા બધા હતા કે એમને ગણી શકાય નહીં. ગિદિયોને ઈઝ્રારાએલીઓને એમની હારે ધિંગાણે ચડવા એકઠા કર્યા. ગિદિયોને ઈશ્વરને બે નિશાનીઓ આપવાનું ઠરાવ્યું. જેથી એને ખાતરી બંધાય કે ઈશ્વર ઈઝ્રારાએલીઓને છોડાવવાને એનો ઉપયોગ કરી રહ્યા છે.

16. ૧૬. છોડાવનાર — illustration 9

પ્રથમ એંધાણીમાં , ગિદિયોને લૂગડું લઈને એને બહાર જમીન પર મુક્યું અને ઈશ્વરને કીધું કે સવારે આ લુગડા પર જ ઝાકળ ઝરશે. પણ જમીન પર ઝરશે નહીં. ને ઈશ્વરે તેવું કયરું. બીજી રાત્રે, એણે ઈશ્વરને કીધું કે જમીન ભીની થવી જોઈએ પણ આ લૂગડું નહીં. અને ઈશ્વરે ઇ રીતે પણ કયરું. આ બે એંધાણીઓથી ગિદિયોનને ખાતરી દેવડાવી કે, ઈશ્વર ઈઝ્રારાએલીઓને મિદ્યાનીઓના પંજામાંથી છોડાવવા ચાહે છે.

16. ૧૬. છોડાવનાર — illustration 10

32,000 ઈઝ્રારાએલી સિપાઈઓ ગિદિયોન કને આવ્યા, પરંતુ ઈશ્વરે એને કીધું કે એટલા બધા નહિ. માટે ગીદીયોને એમાંથી 22,000 સિપાઈઓ કે, જેઓ ધીંગાણાથી ફફડતાં હતા. એમને ઘેરે પરત કર્યા. ઈશ્વરે ગિદિયોનને કીધું કે હજુ પણ સિપાઈનું જૂથ ઝાઝું છે. એટલે ગિદિયોને 300 સિપાઈઓ સિવાયના હંધાને ઘેર રવાના કયરા.

16. ૧૬. છોડાવનાર — illustration 11

તે રાત્રે ઈશ્વરે ગિદિયોનને કીધું, “નીચે મિદ્યાનીઓની છાવણીમાં જા અને ન્યા તેઓ જે કહે છે તે હંધુય હાંભળે ત્યારે તું ડરીશ માં. ” એટલે તે રાત્રે ગિદિયોન છાવણીમાં ગ્યો અને એક મિદ્યાની સિપાઈને તેના ભેરુને એણે જે સપનામાં ભાળ્યું હતું એના વિષે વર્ણના કરતા હાંભળ્યો. ઇ માણસના ભેરુએ કીધું, “આ સપનાનો અર્થ ઇ છે કે ગિદિયોનની સેના મિદ્યાનીઓની સેનાને હરાવશે !” જ્યારે ગિદિયોને આ હંધુય સાંભળ્યું ત્યારે એણે ઈશ્વરની આરાધના કરી.

16. ૧૬. છોડાવનાર — illustration 12

ઇ પછી તે પોતાના સિપાઈઓ કને પાછો ફર્યો. અને એમને એણે રણશીંગડુ, માટીના ઘડુંલીયા અને દિવાઓ દીધા. તેઓ મિદ્યાની સિપાઈઓ જ્યાં નિંદર માણતા હતા ઈ છાવણીને ઘેરો ઘાલ્યો. ગિદિયોનના 300 સિપાઈઓ કને ઘડુંલીયોમાં દીવડાઓ હતા. એટલે મિદ્યાનીઓ એમના દિવડાઓના અજવાળાને ભાળી શક્યા નહીં.

16. ૧૬. છોડાવનાર — illustration 13

એટલે ગિદિયોનના સિપાઈઓએ એકી સાથે ઘડુંલીયાઓ ફોડી દીધા. અને એકદમ જ દીવાઓનું અજવાળું ઝળકવા લાગ્યો. એમણે એમનું રણશીંગડુ ફુક્યું, અને મોટેથી પડકાર કર્યો “યહોવાની તથા ગિદિયોનની તલવાર !”

16. ૧૬. છોડાવનાર — illustration 14

ઈશ્વરે મિદ્યાનીઓને ગુંચમાં નાંખી દીધા, એટલે એ હંધાય એકમેકને હણી નાંખવા અને હલ્લો કરવાની શરૂઆત કરી દીધી. એટલે બાકીના ઈઝ્રારાએલીઓને તેમના ડેલીઓમાંથી બરકવામાં આવ્યા. જેથી તેઓ મિદ્યાનીઓની વાંહે ધાય. તેઓએ એમનામાના ઘણાઓને મસળી નાખ્યા. અને બાકીનાઓને ઈઝ્રારાએલીઓની મલકમાંથી તગેડી દીધા. અને એમની વાંહે ધાયા. 1,20,000 મિદ્યાનીઓ એ દાહડે ધૂળમાં ભળ્યા(હણાયા). એવી રીતે ઈશ્વરે ઈઝ્રારાએલનો છુટકારો કયરો.

16. ૧૬. છોડાવનાર — illustration 15

લોકો ગિદિયોનને પોતાનો રાજા બનાવવા ઈચ્છતા હતા. ગિદિઓને એમને એવું નો કરવા દીધું, પરંતુ એણે એમને સોનાનાં જે કુંડળો તેઓએ મિદ્યાનીઓ કનેથી જુટાવ્યા હતા ઇ આણવા જણાવ્યું. લોકોએ ઘણા જથ્થામાં સોનું દીધું

16. ૧૬. છોડાવનાર — illustration 16

એટલે ગિદિયોને એ સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના પહેરણ કે જે મુખ્ય સંત-પુરોહિતો પહેરે છે તે વણવામાં કર્યો. પરંતુ લોકોએ એને મૂર્તિની જેમ પૂજા કરવાનું શરૂ કર્યું. એટલે ઈશ્વરે ફરીથી ઈઝ્રારાએલીઓને શિક્ષા કરી કારણ કે એમણે ઈશ્વરથી ભૂલીને ફરીથી મૂર્તિઓને ભજી હતી. ઈશ્વરે એ’મના શત્રુઓને એમને હણવાની મંજુરી દીધી. અને છેલ્લે તેઓએ ફરીથી ઈશ્વરની સહાય માંગી અને ઈશ્વરે એમને છોડાવવા હારુ બીજા કોઈકને મોકલ્યો.

16. ૧૬. છોડાવનાર — illustration 17

આ બીના વારંવાર ઘટતી જ રહી. ઈઝ્રારાએલીઓ પાપ કરતા, ઈશ્વર એમને દંડ કરતા, એઓ પાછા પસ્તાવો કરતા અને ઈશ્વર એમને છોડાવવા માટે સંતો મોકલતા. ઘણાય વરસો લગ, ઈશ્વરે ઈઝ્રારાએલીઓને એમના શત્રુઓના પંજામાંથી છોડાવવા હાટુ છોડાવનાર મોકલી આપ્યા.

16. ૧૬. છોડાવનાર — illustration 18

,લોકોએ ઈશ્વર કને રાજાની માંગણી કરી. જેવી રીતે બીજા મલકોમાં હતા એમ. એમણે મહા અને બાહુબળીયા રાજાને માંગ્યા કર્યા. જેઓ એમને ધીંગાણામાં આગેવાની આપે. ઈશ્વરે એમની આ આજીજી ગમી નોહતી. એમ છતાંય એમણે જેમ-જેમ રાજાની ઈચ્છા રાખી એમ-એમ તેણે એમને રાજા નીમી આપ્યો.

લની વાર્તાન્યાયાધીશો 1-3:6-8

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).