17. ૧૭. ઈશ્વરનો દાઉદ સાથેનો કોલ-કરાર
શાઉલ ઈઝ્રારાએલનો પહેલો રાજા હતો. લોકો જેવો ચાહતા હતા એવો જ એ કદાવર અને રૂપાળો હતો. શાઉલે પરથમ વરસોમાં ઈઝ્રારાએલ ઉપર રાજ કર્યું ત્યારે એક યશસ્વી રાજાની જેમ આખા રજવાળા હંભાળ્યું. અને ઇ પરથમની વેળાએ હારો રાજા નીવડ્યો. પરંતુ ઇ પછી નરાધમ માણસ બની ગ્યો. એણે ઈશ્વરના આદેશોનું પરિપાલન કર્યું નહીં. એટલે ઈશ્વરે એક દહાડે એક નોંખો જ માણસ પસંદ કર્યો કે, એની જગ્યાએ ઇઝ્રરાએલનું આખું રાજય દિપાવે.
ઈશ્વરે જુવાન ઈઝ્રારાએલી જેનું નામ દાઉદ હતું એને, શાઉલ પછીના બીજા રાજા તરીકે નીમણુંક કર્યો. દાઉદ બેથલેહેમ ગામમાં ઘેટાં ચરાવનાર હતો. એક વાર જ્યારે દાઉદ એના બાપના ઘેટાં ચરાવતો હોય છે, ત્યારે તે દાઉદે ઘેટા ઉપર તરાપ મારનાર હાવજ અને રીંછ એમ બેઉને રેહશી નાંખ્યા હતાં. દાઉદ સ્વભાવે નમ્ર અને ન્યાયી માણહ હતો. જે ઈશ્વ્રર પર ભરોસો રાખતો હતો. અને એના આદેશોને આધિન હતો.
દાઉદ મહાસૈનિક અને બહાદૂર આગેવાન બન્યો. જ્યારે દાઉદ હજુ તો યુવાસ્થામાં હતો. ત્યારે જ તેણે ગોલ્યાથ નામના મહાયોધ્ધા સામે બથ ભીડી હતી. ગોલ્યાથ નીવડેલો યોદ્ધા હતો. ખુબ જ જબરો અને ત્રણ મીટરની ઊંચાઈ ધરાવતો કદાવદાર હતો. પરંતુ ઈશ્વરે દાઉદ વડે ગોલ્યાથને હણવામાં અને ઈઝ્રારાએલની લાજ બચાવવામાં સહાયતા કરી હતી. ઇ પછી દાઉદે ઈઝ્રારાએલના શત્રુઓ ઉપર અનેક મહાવિજય મેળવ્યા હતા. જેના લીધે લોકોએ એની વધામણી કરતા થાકતા ન હતા.
દાઉદ તરફી લોકોનો વધતો સ્નેહ ભાળીને શાઉલની અદેખાય વધતી હતી. શાઉલે એને દબોચી નાંખવા હાટુ ઘણાબધા વાર કયરા હતા. એટલે દાઉદ શાઉલથી સંતાઈને રહેતો હતો. એક દાહાડે શાઉલ દાઉદનું ઢીમ ઢાળી નાંખવા ફિરાકમાં એને ગોતતો હતો. ઇ વેળાએ શાઉલ એ જ ગુફામાં પૂગ્યો. જ્યાં દાઉદ શાઉલથી સંતાઈને બેઠો હતો, પરંતુ શાઉલ એને ભાળી શક્યો નહીં. દાઉદ શાઉલની ઘણી નજીક જ હતો અને શાઉલનો વધ કરી શક્યો હોત પણ દાઉદે એવું કર્યું નહિ. પણ એની નિશાનીરૂપી એના લુંગડાની કોરને કાપી લીધી એટલા હારુ કે, રાજા બનવા હાટુ ઇ કદાચ એને મારી શક્યો હોત પણ એવું હાવ એની પર ના આવે ઇ હાટુ ઇને માત્ર લુગડાની કોર જ કાપી. બીજું કાઈ કયરુ નહી .
અંતે, શાઉલ યુદ્ધમાં શહિદ થ્યો. અને દાઉદ ઈઝ્રારાએલનો રાજા બન્યો. તે ભલો રાજા હતો અને લોકો એને જ ઈચ્છતા હતા. ઈશ્વરે દાઉદને આશીર્વાદિત કર્યો અને એને સફળ રાજવી બનાવ્યો. દાઉદ ઘણા મહાયુદ્ધ લડ્યો. અને ઈશ્વરે એને ઈઝ્રારાએલના શત્રુઓ ઉપર ફતેહ મેળવવા ભારે સહાય કરી. દાઉદે યરૂશાલેમ જીતી લીધુ અને એને રાજનગરી બનાવી. દાઉદના રજવાળામાં ઈઝ્રારાએલ મહાશક્તિશાળી અને વૈભવી રાજ બન્યું.
દાઉદ એક ભક્તિસ્થાન બાંધવા માંગતો હતો, જ્યાં હંધાય ઈઝ્રાયલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને અર્પણ બલિદાન ચઢાવી શકે. 400 વર્ષો સુધી લોકો મુસાએ રચેલા “મિલન મંડપમાં” ઈશ્વરની આરાધના કરતા અને તેમને બલિ ચઢાવતા.
પરંતુ ઈશ્વરે નાથાન સંત-મહંતને એવા સંદેશા સાથે એને દાઉદ કને મોકલ્યો કે, તું યુદ્ધ કરનાર કરનાર લડવૈયો છે, માટે તું મારા હાટુ ભક્તિ સ્થાનક બાંધી શકીશ નહીં. પણ તારો દીકરો તે બાંધશે. એમ છતાંય હું તને ખુબ જ આશીર્વાદ દઈશ. તારા વારસદારોમાંથી એક હરહંમેશ રાજ ચલાવશે. એક જ વંશવેલો કે, જે હરહંમેશ રાજ ચલાવશે એ તો ખ્રિસ્તછે.” ”ખ્રિસ્ત તો ઈશ્વરના પસંદ કરેલા એવા એક છે, જે આ જગતના લોકોને એમના પાપથી તારશે.
જ્યારે દાઉદે આ ઉચ્ચારણો સાંભળ્યા કે, તેણે તરત જ ઈશ્વરનો પાડ માન્યો. કારણ કે તેણે દાઉદને બહુમાન દીધુ હતું અને એને ઘણા આશીર્વાદો દીધા હતા. દાઉદ જાણતો નહોતો કે ઈશ્વર ક્યારે આ બીનાઓ કરશે. પરંતુ આ બને એ હાટુ ખ્રિસ્તના અવરણ હાટુ ઈઝ્રાયલીઓને ઘણાં લાંબા વેળા રાહ જોવી પડશે. 1000 વર્ષો સુધી.
દાઉદે ન્યાયથી અને વિશ્વાસુપણે લાંબા વરસો રજવાડુ હંકાર્યું અને ઈશ્વરે એને આશીર્વાદ દીધો. જો કે, એના જીવનના અંત સમયની વેળાએ એણે ઈશ્વર સામે ભયંકર દુષ્ટતા આદરી.
એક દહાડે, જ્યારે દાઉદના સિપાઈઓ ધિંગાણે પરદેશ ગયા હતા, એવી વેળાએ એણે પોતાના મહેલ ઉપરથી એક સુંદર બાઈને ના'તી ભાળી એનું નામ બેથશેબા હતું.
નજર ફેરવી લેવાને કે આંખ આડા હાથ દેવાને બદલે દાઉદે કોઈક વડે એ બાઈને મહેલે તેડવાને મોકલ્યો. અને એ પછી દાઉદ એ બાઈ સાથે સોડ તાણી અને પછી એને એના ઘેર પાછી મોકલી દીધી. થોડા સમય પછી બેથશેબા દાઉદને કહેણ મોકલે છે કે એ પોતે ગર્ભવતી છે. એને હારા દિવસો રહ્યા સે.
બેથશેબાનો ધણી, જેનું નામ ઉરીયા હતું, તે દાઉદનો ઉત્તમ સિપાઈ હતો. દાઉદે ઉરીયાને યુધ્ધમાંથી પરત બોલાવીને કીધું કે તે પોતાની બાઈ કને જાય. પરંતુ સાથી સિપાઈઓ યુદ્ધ લડે અને હું ઘરે જાઉં, એવી દલીલ સાથે વાતને ઉરીયાએ નકારી. એટલે દાઉદે સેનાપતિને એમ કહેણ મોકલ્યું કે, એને જ્યાં શત્રુઓનો પ્રહાર વધુ હોય ન્યા એને આગળ રાખજો, જેથી એનુ કળશ કાઢી નાંખવામાં આવે.
ઉરીયાની શહિદી પછી, દાઉદ બેથશેબાની હારે વિવાહ કર્યો. ઇ પછી, એણે દાઉદના દીકરાને જણ્યો. દાઉદે જે પ્રમાણે આચર્યું હતું એ રીતે તો ઈશ્વર ખૂબ જ કોપાયમાન થ્યા હતા, એટલે એણે નાથાન સંત-મહંતને દાઉદ કને મોકલ્યો એ હારું કે એણે મહાપાપ આચર્યું હતું. દાઉદે એના મહાપાપનો પસ્તાવો કર્યો અને ઈશ્વરે એને માફ કર્યો. એ પછીના જીવન સુધી, દાઉદ ઈશ્વરની વાંહે હાલ્યો. અને એના આદેશોને આધિન રહ્યો, એની તકલીફોની વેળાએ પણ.
ના પાપની દંડના રૂપમાં એનું બાળક મરણ પામ્યુ. દાઉદના જીવનની હંધીય વેળાઓમાં એના કુટુંબમાં લડાઈ ચાલી અને દાઉદનું સામર્થ્ય નિસ્તેજ થ્યું. જો કે, દાઉદ ઈશ્વર તરફે અવિશ્વાસુ બન્યો પણ ઈશ્વર આપલા કોલ-કરાર અને વચનો તરફ ઈશ્વર હરહંમેશ વિશ્વાસુ રહ્યા. ઇ પછી દાઉદ અને બેથશેબાને બીજો એક દિકરો જન્મ્યો અને એમણે એનું નામ સુલેમાન રાખ્યું.
લની વાર્તા1 શમુએલ 10: 15;19, 24, 31, 2 શમુએલ 5, 7, 11-12
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).