18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 1

વરહોના વ્હાણા વીત્યા પછી દાઉદ દેવલોક પામ્યો. અને એનો દીકરો સુલેમાન ઈઝ્રારાએલ ઉપર રજવાડુ હલાવવા લાગ્યો. ઈશ્વ્રરે સુલેમાનને કીધુ કે તારે જે માંગવુ હોય ઈ માંગ. જ્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું ત્યારે ઈશ્વર એનાથી ખુબજ આનંદિત થયા અને એને દુનિયાનો સૌથી મહાજ્ઞાની બનાવી દીધો. સુલેમાન ઘણી સારી ઊંડી બાબતો શીખ્યો અને મોટો ન્યાયી ન્યાયાધીશ બન્યો. ઈશ્વરે એને ઘણો ધનવાન બનાવ્યો.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 2

યરૂશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાનક બંધાવ્યું. જેના હાટુ એના બાપ દાઉદે યોજના ચિતરી હતી. અને એને લગતી સામગ્રી એકઠી કરી હતી. લોકો હવે “મિલનમંડપ”ને બદલે ભક્તિસ્થાનકમાં બલિદાન ચઢાવવા લાગ્યા. અને ઈશ્વરને ભજવા લાગ્યા. ઈશ્વર ભક્તિસ્થાનકમાં હાજરાહજૂર હતાં અને એ ન્યા એના લોકો હારે હતા.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 3

પરંતુ સુલેમાનને પરદેશના મલકની બાઈઓ હારે પ્રેમબંધાણો. એણે એમાની 1000 બાઈઓ હારે વિવાહ કર્યા. અને એણે ઘણી બાઈઓને પોતાની પટરાણીઓ બનાવી અને એમ એ ઈશ્વરને આધિન ના રહયો. એમાની ઘણી બાઈઓ કે જે પારકા મલકની હતી. એવીઓ એમના મલકના જુદા દેવતાઓને લઈ આવી. અને એમની પૂજા કરવાનુ એમણે ચાલુ રાખ્યુ. એટલે જયારે સુલેમાન વયોવૃદ્ધ થયો ત્યારે એણે પણ ઇ મૂર્તિઓને સેવી.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 4

ઈશ્વર સુલેમાનથી ઘણો કોપાયમાન થયા અને એના અવિશ્વાસીપણાને લીધે દંડના રૂપમાં એણે ઈઝ્રારાએલના રજવાડાને સુલેમાનના દેવલોક પામ્યા પછી બે ભાગમાં વહેચી નાંખવાનું વચન દીધું.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 5

સુલેમાનના દેવલોક થયા પછી એનો દીકરો રહાબઆમ રાજા થયો. રહાબઆમ મૂર્ખ માણસ હતો. ઈઝ્રારાએલનુ આખું રજવાડુ એને રાજા ઘોષિત કરવા હાટુ એકઠું થયું. એમણે રહાબઆમને ઠપકો આપતા કહ્યું કે, અમારા શાહુંકારોએ કાળી મજૂરી કરાવી ભારેખમ કરનો બોજ અમારા માથે કર નાંખ્યો છે.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 6

રહાબઆમેં મૂર્ખતાથી એમને જવાબ આપતા કીધું કે, ”તમે એવુ વિચારો છો કે મારા બાપે તમારી પાસે કાળી મજૂરી કરાવી છે. પરંતુ હું એના કરતા પણ કાળી વેઠ તમારા પર લાદીશ અને એના કરતા પણ વધારે દંડ કરીશ. ”

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 7

ઈઝ્રારાએલના દસ કુળોએ રહાબઆમની સામે બળવો કર્યો. કેવળ બે કુળો જ એની સાથે સાથી બની રહ્યા. આ બે કુળો છેવટે યહુદાના રજવાડા તરીકે ઓળખાયા.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 8

ઈઝ્રારાએલના બાકીના દસ કુળો કે, જેઓએ રહાબઆમ સામે વિરોધ કર્યો હતો એમણે યરોબઆમ નામના એક આદમીને પોતાના રજવાળુ મલકની ઉત્તર દિશાએ સ્થાપ્યુ. અને એને ઈઝ્રારાએલનુ રજવાડું તરીકે પ્રસિદ્ધ કર્યું.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 9

યરોબઆમે ઈશ્વર સામે બળવો કર્યો અને લોકોને ગેરમારગે પાપ કરવા દોર્યું. એણે ઈશ્વરની આરાધના કરવાને બદલે એના લોકને હાટુ યહુદાના રજવાડાના ભક્તિસ્થાનકમાં પણ બે મૂર્તિઓની સ્થાપના કરી.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 10

યહુદાનું રજવાડુ અને ઈઝ્રારાએલનું રજવાડુ એકબીજાનું વેરી બની ગયું. અને પરસ્પર વારંવાર ધિંગાણે ચડવા લાગ્યા.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 11

ઈઝ્રારાએલના નવા રજવાડામાં એકે એક રાજા નરાધમ બન્યા. ઘણા રાજાઓને ઈઝ્રારાએયલી લોકો એમની જગ્યાએ મનગમતા રાજા બનાવવાને હારું ઘણાને હંણી નંખાવતા હતા.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 12

ઈઝ્રારાએલના રજવાળાના હંધાય રાજાઓને અને પ્રજાઓ મૂર્તિપુજા કરતા હતા. એમની મૂર્તિપુજામાં ઘણી વખત જાતિય લંપટતા અને અમાનવિયતા આવી જતી હતી. એમાં એમણે બાળકોના બલી ચડાવવાનું નરાધમ કૃત્ય પણ આચર્યું હતું.

18. ૧૮. રજવાડાના ભાગ પડ્યા — illustration 13

ાના રાજાઓ દાઉદના વંશજો હતા. એમના ઘણાંય રાજાઓ સારા નીવડ્યા. એમણે ન્યાયથી રાજધરમ નિભાવ્યો. અને ઈશ્વરની આરાધના કરી. પરંતુ યહુદાના ઘણા રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અધમ અને મૂર્તિપૂજક બન્યા. એમના ઘણાં રાજાઓએ તો તેમના પોતાના બાળકોનુ બલી પણ જુઠા દેવતાઓને બલિદાન તરીકે ચડાવ્યા. યહુદા રજવાડાના મોટા ભાગના લોકોએ ઈશ્વરનો અનાદર કર્યો અને બીજા દેવતાઓની પૂજા કરી.

લની વાર્તા1રાજા 1-6: 11-12

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).