19. ૧૯. સંતો-પુરોહિતો
ઈઝ્રારાએલના હંધાય ઈતિહાસની વેળાઓમાં વચાળે ઈશ્વરે સંતો- મહંતોને મોકલ્યા. સંતો-મહંતો ઈશ્વર કનેથી સંદેશો હાંભળતા અને ઇ પછી લોકોને ઇ સંદેશ જણાવતા હતા.
આહાબ જ્યારે ઈઝ્રારાએલનો રાજા હતો ઇ વેળાએ એલિયા નામનો સંત-મહંત હતો. આહાબ નરાધમ મનુષ્ય હતો. જેણે લોકોને જુઠો દેવતા જેનુ નામ બઆલ હતુ એની પૂજા કરવા દોર્યા હતા. એલીયાએ આહાબને કીધુ ”હુ જ્યાં હુંધી કહુ નહિ ન્યા લગણ ઈઝ્રારાએલમાં વરસાદ કે ઝાકળ વરહસે નહિ. ”આના લીધે આહાબ ઘણો ક્રોધે ભરાણો.
ઈશ્વરે એલિયાને વનવગડે આવેલા નાળામાં છૂપાઈ જવા જણાવ્યું કારણ કે આહાબ એનુ ઢીમ ઢાળી દેવા ઈચ્છતો હતો. દરેક પ્રભાતે અને સંધ્યા ટાણે કાગડા એના હાટુ માંસ (ઘોંસ) અને રોટલો આણતા હતા. આહાબ અને તેનુ કટક એલિયાને ગોત'તુ રહયું પરંતુ તેઓ એને ગોતી હક્યા નહિ. દુકાળ એટલો બધો ભયંકર હતો કે, નાળુ અંતે સુકાઈ ગયું.
એટલે એલિયા પાંસે-ના મલકમાં ગયો તે મલકમાં એક વિધવા અને એનો દીકરો દુકાળને લીધે ભોજનની અછતમાં જ હતા. તેમ છતાંય એમણે એલિયાની હંભાળ રાખી. અને એને હાટુ ઈશ્વરે એમનુ પૂરું પાડ્યુ. એટલે એમની કુપ્પિમાનું તેલ અને ડબ્બામાનો લોટ ખૂટ્યો નહિ. આખાય દુકાળની વેળાએ એમની પાહે ખાવાને પૂરતો પુરવઠો રહ્યો. એલીયા ઘણા વર્ષો સુધી ન્યા રહ્યો.
સાડા ત્રણ વરસ પછી, ઈશ્વરે એલીયાને ઈઝ્રારાએલના રજવાળામાં પાછા ફરવા જણાવ્યું. અને આહાબને મળવા કીધુ. કારણ કે ફરીથી વરસાદ મોકલવા એ ઈચ્છતા હતા. જ્યારે આહાબે એલિયાને ભાળ્યો, ત્યારે એણે એને કીધુ કે, “તું દુ:ખડા દેનાર સે !” એલિયાએ એને જવાબ દીધો, “તું દુ:ખડા વ્હોરનાર છે ! તમે યહોવાના આદેશોનો અનાદર કર્યો છે અને બઆલની ચાકરી કરી સે. હવે તું ઈઝ્રારાએલના હંધાય લોકોને કાર્મેલ ગઢ ઉપર દોરી લઈ આવ. ”
ઈઝ્રારાએલના હંધાય લોકોને અને બઆલના 450 સંતો- મહંતોને, હારે કાર્મેલ ગઢ પર ચડી આવી આવ. એલિયાએ લોકોને કીધુ, “ક્યાં સુધી તમે બે મોંઢાવાળા રહેશો ? જો યહોવા એ ઈશ્વર છે તો એને ભજો ! અને જો બઆલ દેવ છે તો તેની પૂજા કરો !”
એટેલે એલિયાએ બઆલના સંતો- મહંતોને કહ્યું કે, “એક ગોધાને હણીને એના હાટુ વેદી તૈયાર કરો, પરંતુ તેના પર આગ પ્રગટાવશો મા. હું પણ એમ જ કરીશ. જે આગ જવાબ આપે એ જ ખરો ઈશ્વર છે. એ પ્રમાણે બઆલના સંતો- મહંતોએ વેદી તૈયાર કરી પરંતુ આગ પ્રગટાવી નહીં.
ઇ પછી બઆલના સંતો- મહંતોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારી અરજ ધ્યાને લે. ”આખો દાહડો એમણે અરજ કર્યા જ કરી. અને હાકલા-પડકારા કર્યા જ કર્યા. એમ જ પોતાના ડીલને છરીઓ વડે ઘાયલ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
અને ઇ સંધ્યા ટાણે એલિયાએ ઈશ્વરની વેદી તૈયાર કરી. ઇ પછી એણે લોકોને વેદી પરનું ઘોંસ, લાકડા અને વેદીની ચારેકોરથી જમીન પલળીના જાય ન્યા સુધી બાર માટલા વડે પાણી છાંટવાને કીધુ.
એટલે એલિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવી દે કે તું જ ઈઝ્રારાએલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું. મને જવાબ દે કે જેથી આ લોકો ભાળી શકે કે તું જ સાચો ઈશ્વર છે. ”
એટલે તરત જ, આકાશમાંથી આગ ઉતરી અને ઘોંસ, લાકડાને, ધૂળ અને પાણી કે જે વેદીની ચારેકોટ હતું ઇ હંધુય બાળીને નાખ્યું ભસ્મ થ્યું. જ્યારે આ બધું લોકોએ ભાળ્યું એટલે એઓ જમીન પર પડ્યા અને કિધુ, “યહોવા જ ઈશ્વર છે ! યહોવા જ ઈશ્વર છે !”
એટલે એલિયાએ કીધુ, “બઆલના એક પણ સંતો- મહંતને ભાગી જવા દેશો મા!” એથી લોકોએ બઆલના સંતો- મહંતોને પકડ્યા અને એમને ન્યાંથી દૂર લઈ જઈ અને એમનું ઢીમ ઢાળી દીધુ.
એટલે એલિયાએ આહાબ રાજાને કીધુ, “તુ તરત જ નગર ભણી જા. કેમકે વરસાદ આવી પૂગ્યો છે. ” તરત જ એક નાની વાદળી દેખાય આવી અને અતિ ભારે વરસાદ વરહ્યો. એમ યહોવાએ દુકાળનો અંત આણ્યો અને પ્રમાણ દીધુ કે એ જ સાચો ઈશ્વર સે.
એલિયાના સમય પછી, ઈશ્વરે એલિશા નામના માણસને પોતાના સંતો- મહંત તરીકે પસંદ કરી નિમ્યો. ઈશ્વરે એલિશા મારફતે ઘણા ચમત્કારો કર્યા. એક પરચો નામાન નામના એક સેનાપતિ હારે ઘટયો. જે દુશ્મન દળનો સેનાપતિ હતો, જેને ભયંકર ચર્મરોગ હતો. એણે એલીશાને વિશે સાંભળ્યુ હતું. અને ઇ એલિશા કને જઈને એને સાજો કરવા હાટુ જણાવે છે. એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું કીધુ.
પહેલા નામાન કોપાયમાન થયો અને એણે એમ કર્યુ નહિ, કારણ કે ઇ એને મૂર્ખતા સમાન લાગ્યું. પરંતુ ઇના રથના સારથિએ કીધુ કે ઇશ્વરના સંતે જે કીધુ સે એ કરવામાં તને કોઈ તકલીફ ના હોવી જોઈએ. એકવાર ઇ કરી તો જો. એટલે અંતે એણે સાત વાર યર્દનમાં ડૂબકી મારી. સાતમી વાર જ્યારે એ પાણીમાં ડૂબકી મારીને બહાર આવ્યો, ત્યારે એની ચામડી પૂરેપૂરી સાજી-નરવી થઈ ગઈ હતી. ઈશ્વરે એને નરવો કર્યો હતો.
ઈશ્વરે બીજા ઘણા સંતો- મહંતોને મોકલ્યા. એમણે લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને નીતિમય જીવવાનું અને બીજાઓ તરફ દયા-ભાવ રાખવાનું સૂચવ્યું. સંતો- મહંતોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું ત્યાગશે નહીં અને ઈશ્વરને આધીન થવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર એમને દંડિત માનીને ન્યાય તોળશે. અને એમને દંડ ફટકારશે.
ઘણી બધી વેળાએ લોકો ઈશ્વરને આધીન રહ્યા નહીં. તેઓ સંતો- મહંતોની હાર્યે અ જુગતિ રીતે વર્ત્યા અને અનેકવાર એમને હણી પણ નાંખ્યા. એકવાર, યર્મિયા સંતો- મહંતોને સૂકા ભઠ કૂવામાં નાખી દેવામાં આવ્યા. અને એને મરવાની હાલતમાં છોડી દીધો. ઇ કૂવામાં રહેલા ગારામાં ખૂંચી ગ્યો, પરંતુ રાજાને એની પર રહેમ આવી અને એણે પોતાના સિપાઈઓને આદેશ દીધો કે યર્મિયા ઢળી પડે ઇ પ્હેલા એને બહાર કાઢી લાવો.
કે લોકો એમને પસંદ કરતા ન હતા. તો પણ સંતો- મહંતો ઈશ્વરને માટે વાણી ઉચ્ચારતા રહ્યા. એમણે લોકોને ચેતવણી દેતા અને કહેતા રહ્યા કે તમે પસ્તાવો નહીં કરશો તો ઈશ્વર તમારો સર્વનાશ કરશે. એમણે લોકોને ઈશ્વરની ઇ વાણી પણ સ્મરણમાં લાવ્યા કે ખ્રિસ્ત (મસીહ) આવશે.
લની વાર્તા1 રાજા 16-18, 2 રાજા 5, યર્મિયા 38
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).