20. ૨૦. બંદીવાસ અને પાછા ફરવું
ઈઝ્રરાએલના રજવાડાએ અને યહુદાના રજવાડાએ ઇ બેઉએ ઈશ્વરનો અનાદર કરી પાપ કયરૂ. એમણે ઈશ્વરે જે કોલ-કરાર સિનાઇ ગઢ પર દીધો હતો ઈ રદ કયરી દીધો લોકો પસ્તાવો કરે અને ફરી, પાછા એની ભક્તિ કરે ઇ હારુ ચેતવવા ઈશ્વરે પોતાના સંતો- મહંતોને મોકલ્યા પણ એમણે એમનું માન્યું નહિ.
એટલે ઈશ્વરે બેઉ રજવાડાઓને એમના શત્રુઓ દ્વારા એમનો નાશ કરવા હાટુ મંજુરી દીધી. આશૂરનું રજવાડુ, જે બહુબળિયું હતુ અને ઘાતકી રજવાડુ હતુ, એણે ઈઝ્રારાએલના રજવાડાઓનો ભુક્કો બોલાવ્યો અને આશૂરના સિપાઈઓએ ઈઝ્રરાએલના ઘણા લોકોને હણી દીધા. બધી જ માલ-મિલ્કત તેઓ હરી ગયા અને દેશને ભસ્મીભૂત કર્યો.
આશૂરના બધા લોકોએ એમના આગેવાનો, ધનપતિઓને અને કુશળ કારીગરોને ઈ હંધાયને ભેગા કરી એમને આશૂર લઈ ગયા. ફક્ત ગરીબ ઈઝ્રરાએલીઓ જેમને હણ્યા નહોતા એમને જ ઈઝ્રરાએલમાં રાખવામાં આવ્યા.
ઇ પછી આશૂરીઓ પરદેશીઓને ઈઝ્રરાએલનું જે રજવાડુ ન્યા વસવા હાટુ લાવવામાં આવ્યા. પરદેશીઓએ જે નગરો નેસ્તાનાબુદ કર્યા હતા એમને ફરીથી સમારવા હાટુ એમને રાખ્યા. ઈઝ્રરાએલીઓ હાર્યે પરણ્યા કે, જેઓ ન્યા જ વસી ગયા હતા. ઈઝ્રરાએલના જેઓ વંશજો પરદેશીઓ હાર્યે પરણ્યા હતા તેઓ સમરૂનીઓ તરીકે ઓળખાયા.
યહુદા રજવાડાના લોકોએ ભાળ્યું કે ઈશ્વરની આરાધના અને આધિનતા ન પાળતા ઈઝ્રરાએલના રજવાળાને દંડ કરી કવો બેહાલ કર્યો સે. એમ છતાંય તેમણે મૂર્તિપૂજા કરવાનું અને કનાનીઓના દેવતાઓની આરાધના કરવાનું શરુ જ રાખ્યુ. ઈશ્વરે એમને ચેતવવા હાટુ સંતો- મહંતો મોકલ્યા પણ એમણે એમની દરકાર કરી નહિ.
આશૂરે ઈઝ્રરાએલના રજવાડાનો ખાત્મો બોલાવ્યો એના 100 વર્ષો પછી, ઈશ્વરે નબૂખાદનેસ્સાર જે બાબિલનો રાજા હતો, એને યહુદાના રજવાડા ઉપર હલ્લો કરવા મોકલ્યો. બાબિલ બહુબળિયું રજવાડુ હતું. યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર રાજાના વેઠિયા બનવાનું મંજુર કર્યું અને એને દર વર્ષે ઘણા નાણા આપવાનુ ઠેરાવ્યું.
પરંતુ કેટલાક વર્ષોના વ્હાણા વિત્યા પછી, યહુદિયાના રાજાએ નબુખાદનેસ્સાર સામે બળવો કર્યો. એટલે બાબિલે પાછા આવીને યહુદિયાના રજવાડા ઉપર હલ્લો કરી દીધો. એમણે યરૂશાલેમ નગર કબજે કરીને ભક્તિસ્થાનકનો નાશ કર્યો અને નગરનો તેમજ ભક્તિસ્થાનકનો ખજાનો હરી લીધો.
યહુદિયાના રાજાને એના બળવાની શિક્ષા દેવાને હાટુ નબુખાદનેસ્સાર રાજાના સિપાઈઓએ રાજાના દીકરાને એની નજર સામે હણી નાખ્યો. અને ઇ પછી એને આંધળો કરી દીધો. ઇ પછી, એમણે રાજાને બાબિલના બંદિવાસમાં મરવા હાટુ તેને લઈ ગ્યા.
નબુખાદનેસ્સાર અને એની સેનાએ યહુદિયાના રજવાડાના હંધાય લોકોને બાબિલ લઈ ગયા, જેઓ અતિ કંગાળ હતા એમને એમની જ વાડીયોમાં ખેતી કરવા હાટુ રહેવા દીધા. આ ઈ વેળા હતી કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો મલક ત્યજીને બંદિવાસમાં જવા હાટુ રીતસરનું દબાણ કરવામાં આવ્યું.
જોકે ઈશ્વર એના લોકોને એમના પાપોને લીધે દંડ કરીને તેઓને બંદિવાસમાં ધકેલવામાં આવ્યા, પરંતુ ઇ એમને અથવા પોતાના વચનને ભૂલ્યા નહીં. ઈશ્વરે એમના ઉપર પોતાની રહેમ નઝર રાખવાનું તથા પોતાના સંતો- મહંતો વડે એમની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. એણે વચન દીધું કે સિત્તેર વર્ષો પછી, તેઓ વચનના મલકમાં ફરીથી પાછા ફરશે.
સિત્તેર વરસો પછી, કોરેશ, જે પર્શિયાનો રાજા હતો, એણે બાબિલને હરાવ્યું અને પર્શિયાના રજવાડાએ બાબિલના રજવાડાની જગ્યા લીધી. ઈઝ્રરાએલીઓ હવે યહુદીઓ તરીકે ઓળખાતા હતા. અને એમાના ઘણા લોકોએ પોતાનુ આયખું બાબિલમાં પસાર કયરૂ. એમાના ઘણા ઓછા ઘરડા લોકને પોતાનો યહુદિયા મલક સ્મરણમાં હતો.
પર્શિયન રજવાડુ બહુબળિયું શાસન હતું. પરંતુ તેઓ જીતેલી પ્રજા પ્રત્યે તરફ દયાળુ હતા. કોરેશ પર્શિયાનો રાજા બન્યો ઇ પછી તરત જ એણે આદેશ દીધો કે, જે યહુદીઓ યહુદિયા પાછા જવા ઈચ્છતા હોય તેઓ પર્શિયા ત્યજીને યહુદિયા જઈ શકે સે. એણે ભક્તિસ્થાનકનુ પુન:નિર્માણ કરવા હાટુ નાણાં પણ દીધા ! એથી, બંદિવાસમાં સિત્તેર વરસો પછી, યહુદીઓની એક નાની ટોળી યહુદિયાના યરૂશાલેમ નગરમાં પાછું વસ્યું.
રે લોકો યરૂશાલેમમાં પાછા વસ્યા, ત્યારે એમણે ભક્તિસ્થાનક અને નગરને ફરતે કોટ બાંધ્યો. જો કે હજુ પણ બીજા લોકો વડે એમના પર રજવાડુ ચલાવાતું, ફરીથી તેઓ વચનના મલકમાં વસવા લાગ્યા અને ભક્તિસ્થાનકમાં આરાધના કરવા લાગ્યા.
લમાંથી એક વાર્તા:2 રાજઓ 17; 24-25; 2 કાળવ્રત્તાંત 36; એઝરા 1-10; નહેમ્યાહ 1-13
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).