21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન દીધું.
પ્રારંભથી જ ઈશ્વરે મસિહને મોકલવાનું આયોજન કર્યું હતું. મસિહનું પરથમ વચન આદમ-હવા કને આવ્યું હતું. ઈશ્વરે વચન દિધુ કે, હવા દ્વારા એક વંશવેલો સર્જાશે અને એ એરુનું માથું છુંદશે. જે એરુએ હવાને ભૂલવી હતી એ શેતાન હતો. વચન નો અર્થ એ હતો કે મસિહ સંપૂર્ણ રીતે શેતાનને પરાસ્ત કરશે.
ઈશ્વરે ઈબ્રાહિમને વચન દીધું, કે એના દ્વારા પૃથ્વીના હંધાય જાતિના લોકોને આશીર્વાદ મળશે. ભાવિકાળમાં જયારે મસિહ આવશે ત્યારે આ વચન પૂરું થાશે. એમની મારફતે એક-એક માનવજાતિનો મોક્ષ શક્ય બની શકશે.
ઈશ્વરે મુસાને વચન દીધું કે ભાવિકાળમાં મૂસાની જેમ જ બીજા સંતો- મહંતોને ઉભો કરશે. મસિહ થોડાક જ વેળામાં આવવાના હતા. એની વિશે આ બીજુ વચન હતું.
ઈશ્વરે દાઉદને વચન દીધું હતુ કે, એના પોતાનો જ એક વંશ ઈશ્વરના લોકો પર હરહંમેશ રાજ કરશે. એનો અર્થ એ હતો કે, મસિહ દાઉદના પોતાના વંશમાના રહેશે.
સંત- મહંત યર્મિયા મારફતે ઈશ્વરે વચન દિધુ હતું કે, સિનાઈ ગઢ પર ઈઝ્રાયલ હારે કરાર કર્યો એમ નહિ, પરંતુ એક નવો જ કરાર સ્થાપવામાં આવશે. નવા કરારમાં ઈશ્વર લોકોના હૃદયપટ પર એના આદેશો કોતરશે. લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે. તેઓ એમના લોકોમાના થશે. અને ઈશ્વર એમના પાપો માફ કરશે. મસિહ જ નવા કરારનો પ્રારંભ કરશે.
ઈશ્વરના સંતો- મહંતોએ દર્શાવ્યું હતું કે, એ મસિહ એક સંત- મહંત, એક પુરોહિત અને એક રાજા હશે. સંત- મહંત એક વ્યક્તિ છે જે ઈશ્વરની વાણી સાંભળે છે અને પછી એ પ્રમાણે લોકોને જણાવે છે. જે મસિહને ઈશ્વરે આપવાનું વચન દીધું હતું, એ એક પૂર્ણરીતે મસિહા હશે.
ઈઝ્રારાએલી પુરોહિતો લોકો માટે એમના પાપોની સજાને લીધે ઈશ્વરની આગળ બલિદાન ચઢાવનાર પાત્રો હતા. પુરોહિતો પણ લોકો હાટુ ઈશ્વરને પોકારનાર બન્યા. મસિહ એક સંપૂર્ણરીતે પ્રમુખ પુરોહિત થશે જે એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ તરીકે આગળ ધરશે.
રાજા એ વ્યક્તિ છે જે એક રજવાડા પર રાજ કરે છે અને એ લોકોનો ન્યાય કરે છે. મસિહ એક સંપૂર્ણ રાજા હશે. જે એના પૂર્વજ દાઉદના રાજસિંહાસન પર બિરાજશે. તેઓ સમસ્ત પૃથ્વી પર રાજ કરશે. અને હરહંમેશા પ્રમાણિકપણે અદલ ન્યાય તોળશે. અને યોગ્યતાની રૂએ નિર્ણયો લેશે.
ઈશ્વરના સંતો- મહંતોએ મસિહને માટે ઘણી બધી એને વિષયક આગાહીઓના આલેખ ભાખ્યા હતા. માલાખી સંતે આગાહી કરી હતી કે મસિહ પહેલાં એક મહાન- પુરોહિત આવશે. એટલે કે, યશાયા પુરોહિતે ભવિષ્ય ભાખ્યું હતું કે, મસિહનો જન્મ કુંવારીને કૂખે થાશે. મીખાહ પુરોહિતે કહ્યું હતું કે એમનો જન્મ બેથલેહેમ નગરમાં થાશે.
યશાયા પુરોહિતે ભાખ્યું હતું કે, મસિહ ગાલીલમાં વસશે. ભંગિત હૃદયોને દિલાસોજી કરશે, બંદીવાનોને આઝાદ થયેલા જાહેર કરશે અને કેદીઓને બંધનમુક્ત કરશે. એમણે ઇ વાતની પણ આગોતરી જાણ કરી હતી કે, મસિહ માંદા લોકોને નરવા કરશે અને જેઓ હાંભળવા, જોવા, બોલવા અથવા ચાલવા અશક્ત છે એમને નરવા કરશે.
યશાયા પુરોહિતે એમ પણ ભાખ્યું હતું કે, મસિહનો વગર કારણે દ્વેષ કરવામાં આવશે અને ઇમનો તિરસ્કાર કરવામાં આવશે. અન્ય પુરોહિતોએ ભવિષ્ય ભાખતાં કીધું કે, જે લોકો મસિહને હણશે ઇ લોકો એમના ઉતરાયેલા લૂગડાં હાટુ જુગાર રમશે. અને એમનો જ એક મિત્ર મસિહને પકડવામાં મદદ કરશે. ઝખાર્યાહ પુરોહિતે આગાહી કરી કે જે મિત્ર મસિહને પકડવામાં મદદ કરશે એને દલાલી તરીકે ત્રીસ ચાંદીના સિક્કાની મ્હોર ચૂકવણી પેટે મળશે.
પુરોહિતોએ એ પણ આલેખ્યું કે, મસિહનું મરણ કેવી રીતે થશે! યશાયાએ ભવિષ્ય આલેખતા કીધું કે, લોકો મસિહના મુખ પર થુંકશે, એમની હાંસી ઉડાવશે, અને એમને માર મારશે. તેઓ એમને વીંધી-પીંખી નાખશે. અને એમણે કાઈ ખોટું કર્યું ન હોવા છતાંય, ઇ અતિ દુઃખ અને કારમી યાતના ભોગવતા મરણ પામશે.
પુરોહિતોએ ભવિષ્ય આલેખતા ઇ પણ ભાખ્યું કે, મસીહ કોઈપણ પાપ કર્યા વિનાના નકળંગ હશે. એ બીજા લોકોના પાપોને લીધે સજા ભોગવનાર તરીકે મૃત્યુ પામશે. એમને થયેલ દંડ ઇ ઈશ્વર અને માનવો વચ્ચે શાંતિ સ્થાપશે. એથી જ, ઈશ્વરની મહેચ્છા ઇ હતી કે તેઓ મસિહનો કચ્ચર ઘાણ કાઢીને કચડી નાખે.
પુરોહિતોએ ભવિષ્ય આલેખતા એવું પણ કીધું કે મસિહ મૃત્યુ તો પામશે, પણ ઈશ્વર ઇમને મૃત્યુમાંથી સજીવન કરશે. મસિહના મરણ અને પુનરુત્થાન ( મરણમાંથી પાછા ઉઠવા) વડે, ઈશ્વર પાપીઓને બચાવવાની એમની યોજનાને પરિપૂર્ણ કરશે, અને એમ નવા કરારનો પ્રારંભ કરાવશે.
રે પુરોહિતોને મસિહ વિષયક અનેક કથનો કહી હંભળાવ્યા, પરંતુ મસિહ એમાંના કોઈ પણ પુરોહિતોના કાળમાં આવ્યા નહોતા. આ અંતિમ ભવિષ્ય વાણીઓં આલેખવામાં આવી ઇના ૪૦૦ થી વધુ વરસોના કાળ પછી યોગ્ય સમયે ઈશ્વર સંસારમાં મસિહને મોકલશે.
લમાંથી એક વાર્તા:ઉત્પત્તિ ૩: ૧૫; ૧૨: ૧-૩; પુનર્નિયમ ૧૮: ૧૫; ૨ શમૂએલ ૭; યર્મિયા ૩૧; યશાયા ૫૯: ૧૬; દાનીયેલ ૭; માલાખી ૪: ૫; યશાયા ૭: ૧૪; મીખાહ ૫: ૨; યશાયા ૯: ૧-૭; ૩૫: ૩-૫; ૬૧; ૫૩; ગીતશાસ્ત્ર ૨૨: ૧૮; ૩૫: ૧૯; ૬૯: ૪; ૪૧: ૯; ઝખાર્યા ૧૧: ૧૨-૧૩; યશાયા ૫૦: ૬; ગીતશાસ્ત્ર ૧૬: ૧૦-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).