22. ૨૨ યોહાનનો જન્મ
ગતકાળમાં, ઈશ્વરે દેવદૂતો અને સંતો- મહંતો મારફતે ઇમના લોકો હાથે સંવાદ કર્યો હતો. પરંતુ ઇ પછી ૪૦૦ વર્ષના વ્હાણા વિતા ગયા જેમાં તેમણે કોઈની હાથે વાર્તાલાપ કર્યો નહિ. અચાનક એક ઈશ્વરના દૂત, ઝખાર્યા નામના વયોવૃદ્ધ પુરોહિત કને ઈશ્વરનો સંદેશ લાયવ્યો. ઝખાર્યા અને ઇની બાઈ એલિઝાબેથ ઈ પરભુ પરાયણ લોકો હતા, પણ ઈમને બાળક પ્રસવ થાય એવી કોઈ શક્યતા નોહતી.
દૂતે ઝખાર્યાને કીધું, “તારી બાઈને પુત્ર પ્રસવ થાશે. એનું તું નામ યોહાન પાડીશ એ પવિત્ર આત્માથી ભર્યો- ભર્યો થાશે અને ઇ મસિહા (મોક્ષદાતા) માટે લોકોને સાવધ કરશે!” ઝખાર્યાએ કીધું, “મારી બાઈ અને હું બાળકો પેદા કરવા હાટુ ઘણા વૃદ્ધ છીએ. અને તેમે કહો છો ઇ હંધુય થાશે ઇ મને કઈ રીતે જણાશે? "
દૂતે ઝખાર્યાને કિધુ, “તમને આ શુભ સમાચાર દેવા હાટુ ઈશ્વરે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં લગણ ના થઈ જાય ન્યા લગણ તું વાણી ઉચ્ચારી શકીય નહિ. કારણ કે, તેં મારી વાત પર ભરોસો કર્યો નહિ. ” એ જ પળે ઝખાર્યાની બોલવાની શક્તિ ગુમાવી બેઠો. પછી ઈશ્વરનો દૂત ઝખાર્યા કનેથી હાલ્યો ગ્યો. ઇ પછી, ઝખાર્યા ઘરે પાછો ફર્યો અને ઇની બાઈને સારા દિવસો શરૂ થયા.
જયારે એલિસાબેથ છ મહિના ગર્ભે હતી, ત્યારે અચાનક ઇ જ સ્વર્ગદૂત એલિઝાબેથના એક સંબંધી કને દેખાયો અને ઇ સંબંધીનું નામ મરિયમ હતું. એ કુંવારી હતી. અને એનુ સગપણ યૂસફ નામના એક જણ હારે થ્યું હતું. દૂતે ઇ કુંવારી મરિયમને કિધુ, તને હારા દાહડા થશે અને તુ એક દીકરાને જણીશ,જેનું નામ તુ ઈસુ રાખજે. એ હંધાયથી ઉચાં ઈશ્વરના દીકરા હશે અને હરહંમેશ સર્વ જાતિઓ અને કુળો પર રાજ કરશે. ”
મરિયમે જવાબ દીધો "આ તે કેવી રીતે બની શકે? હું તો એક કુંવારી કન્યા છું! ઈશ્વરના દૂતે સમજણ દેતા કીધું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરની મહામોટી શક્તિ તારા ઉપર રહેશે.. એટલે ઇ બાળક પવિત્ર થશે કારણકે ઇ ઈશ્વરના દીકરા છે. "મરિયમે દૂતની વાણી પર ભરોસો કરીને વાતનો સ્વીકાર કર્યો.
ઈશ્વરના દૂતની વાણી પછી તરત જ મરિયમ એલિસાબેથને મળવા પ્હોચી. જયારે એલિસાબેથે મરિયમના હારા દાહડાની શુભવાત સાંભળી કે તરત જ ઇના પેટમાં બાળકે કુદકો માર્યો. ઈ બેઉ બાઈઓ ઈશ્વરે ઈમના હાટુ જે મહાકામ કર્યું હતું ઇ હારું ખૂબ જ હરખાતી હતી. ત્રણ મહિના પછી મરિયમ એલિસાબેથને મળીને ઘરે પરત ફરી.
ાબેથે દીકરાને જન્મ આપ્યો, પછી ઈશ્વરના દૂતનાં કીધા પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેથે ઇ બાળકનું નામ યોહાન પાડ્યું. ઈશ્વરે ફરી ઝખાર્યાને બોલતો કિધો. ઝખાર્યાએ કહ્યું, “ ઈશ્વરનો મહિમા થાઓ, કારણ કે એમણે એમની પ્રજાને સ્મરણમાં રાખી છે! મારા દીકરા તું સર્વાધિપતિ ઈશ્વરનો સંત તરીકે ઓળખાઇશ, જે લોકોને પોતાના પાપોની માફી કેવી રીતે મેળવવી એ દેખાડશે!”
લમાંથી એક વાર્તા: લૂક ૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).