23. ૨૩. ઈસુનો જન્મ
મરિયમનું સગપણ યૂસફ નામના એક નીતિમાન જણ હાર્યે થયું હતું. એણે હાંભળ્યું કે, હાલ મરિયમને પેટે હારા દાહડા હાલી રહ્યા છે અને ઇ બાળક ઈના પોતાના પંડનું નથી. ઇ હંધુય જાણતો હોવા છતાંય ઈ મરિયમને બદનામ (કલંકિત) કરવા માંગતો ન હતો. એટલે ઈણે શાંતિથી ઇને છૂટા-છેડા દેવાનું મનોમન નક્કી કર્યું હતું. આ બાબતે કંઈ પગલું ભરે ઈ પહેલા તો ઈશ્વરના દૂતે ઇને સપનામાં આવીને, એની હારે સંવાદ કયોં.
દૂતે કીધું, “યૂસફ, મરિયમને તારી બાઈ હમજીને તેડી લાવવામાં ડરીશ મા. ઈને જે બાળક છે એ પવિત્ર આત્માથી છે. ઈ એક દીકરાને જણશે ઇનુ નામ તું “ઈસુ” પાડજે (એનો અર્થ’, ઈશ્વર બચાવે છે) કારણ કે ઈ લોકોને એમના પાપોમાંથી તારશે. "
એટલે યૂસફે મરિયમ હાર્યે વિવાહ કરી એને ઘરે લઇ આવ્યો. બાળકનો જન્મ ન થઈ જાય ન્યા લગણ ઈ એના શરીર હાર્યે કોઈ સબંધમાં આવ્યો નહિ.
જયારે મરિયમને બાળકનો જન્મ દેવાની વેળા પાહે આવે એમ હતી ત્યારે, રોમન રજવાડાની હકૂમતે હંધાયને એમના પૂર્વજો જ્યાં વસતા હતા ન્યા ઇ વતનના નગરમાં જઈને વસ્તી ગણતરીમાં પોતાના નામની નોધણી કરવા હુકમ કર્યો. એથી યૂસફ અને મરિયમને નાઝરેથથી બેથેલહેમ પહોંચવા હાટુ લાંબી મુસાફરી કરવી પડી. કારણ કે, ઈમના પૂર્વજ દાઉદ હતા અને ઇમનું માદરે વતન બેથેલહેમ હતું.
જયારે તેઓ બેથલેહેમમાં પુગ્યા ત્યારે ઇમને રોકાવા ધર્મશાળામાં કોઈ જગા ખાલી નોહતી . તેઓ ઘણી મેહનત પછી એક જગા ગોતી શક્યા જે પશુઓની ગમાણ હતી. અને ન્યા બાળકનો જન્મ થયો અને ઇની માએ ઈને ગમાણમાં પોઢાડયું કારણ કે, ઇમની પાહે આસન ન હતું. એમણે ઈનું નામ “ઈસુ” રાયખ્યું.
ઇ રાત્રે, કેટલાયેક ભરવાડો, પાહેની સીમમાં ઇમના ઘેટાંઓની રખેવાડી કરતા હતા. અચાનક એક અજવાળે ભરેલો દૂત ઇમની આગળ પ્રગટયો. અને તેઓ ડરી ગયા. દૂતે તેઓને કીધું, “ ડરો માં, કારણ કે તમારે હાટુ મારી પાંહે ખુબ જ શુભ સમાચાર છે. મસિહ (મોક્ષદાતા), સ્વામી, બેથલેહેમમાં જન્મી ચુક્યા છે!”
"જાઓ અને બાળકને ગોતો. ઇ તમને લૂગડાંમાં લપેટેલો અને ગમાણમાં પોઢેલો મળશે. ”અચાનક, આકાશ ધૂન ગાતા દેવદૂતોની મંડળીથી ભરાઈ ગ્યું, તેઓ ધૂનમાં ગાતા હતાં કે, “આકાશમાં ઈશ્વરનો મહામોટો મહિમા થાય છે અને એમણે ચુંટી કાઢેલા લોકોને આ ધરા પર મહાશાંતિ મળે. ‘’
થોડા જ સમયમાં ભરવાડો ઈસુ જ્યાં જન્મ્યા'તા એ જગાને ગોતી કાઢીને પૂગ્યા અને એમને દૂતે કીધું હતું ઇ જ પ્રમાણે ગમાણમાં એક બાળકને લૂગડાંમા લપેટેલો ઇમણે ભાળ્યો. તેઓ ઘણા હરખાયેલા હતા. મરિયમનો હરખ પણ માંતો ન હતો. હવે ભરવાડોએ જે હાભળ્યું તથા ભાળ્યું એ હારૂ તેઓ ઈશ્વરની વધામણીના ગીતો ગાતા ઇમના ઘેટાઓ જ્યાં હતા ઇ સીમોમાં પાછા ફર્યા.
થોડીક જ વેળા પછી, પૂર્વમાં દૂર દેશાવરમાં મહાજ્ઞાની પુરુષોએ નભમાં એક અજુગતો તારલિયો ભાળ્યો. ઈમને ઇનો અરથ ન હમજાણો કે ઇ તો યહૂદીઓનો એક નવો રાજા જન્મ્યો છે એની એંધાણી છે. પણ તેઓ ઇ જાણવાની હોશને લીધે લાંબી મજલની મુસાફરી આદરી. તેઓ બેથલહેમમાં પૂગ્યા અને ઈસુને અને ઇમના મા-બાપ જ્યાં હતા ન્યા ઇ ઓરડીને ગોતી.
ે મહાજ્ઞાનીઓએ ઈસુને ઇમના મા-બાપની હાર્યે ભાળ્યા ત્યારે એમણે નમીને ઈસુનુ ભજન કરિયું. ઇમણે ઈસુને અણમોલ સોગાદો ચરણે ઘરી. પછી તેઓ પોતાના મલક પાછા ફર્યા.
લમાંથી એક વાર્તા: માથ્થી ૧; લૂક ૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).