24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 1

ઝખાર્યા અને એલિસાબેથનો દીકરો યોહાન મોટો થયો અને સંત બન્યો. એ વન-વગડે વસતો હતો. જંગલી મધ અને તીડ આરોગતો હતો, અને ઊંટ (સાંઢિયા)ના વાળથી વણેલા લૂગડા પહેરતા હતો.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 2

ઘણાય લોકો યોહાનને હાંભળવાને હાટુ વન-વગડે આવતા હતા. એણે તેઓને બોધ દેતા કીધું કે, પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ આવવું ઘણું પાહે સે!”

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 3

લોકોએ જયારે યોહાનનો બોધ હાંભળ્યો ત્યારે, ઈમાંના ઘણાએ પોતાના પાપનો પસ્તાવો કર્યો, અને યોહાને ઇમને બાપ્તિસ્મા (જળ સંસ્કાર) આપ્યું. ઘણા ધર્મગુરુઓ પણ યોહાનથી પવિત્ર જળસંસ્કાર પામવા આવ્યા હતા. પણ એમણે પસ્તાવો કરીયો નહિ અને માફી પણ માંગી નહિ.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 4

યોહાને એવાં ધર્મગુરુને કીધું, “તમે ઝેરીલા એરુઓ છો! પસ્તાવો કરો અને તમારી કરણીઓ સુધારો. એક-એક ઝાડ જે સારા ફળ દેતું નથી ઇને કાપી નાખવામાં આવશે અને ઇને આગમાં ફેકી દેવામાં આવશે. ” ઈશ્વરે અગાઉના સંતો- મહંતો મારફતે યોહાન વિશે જે કીધું હતું એ પૂરું કર્યું કે “જો હું તમારી પહેલા મારા સંદેશવાહકને મોકલીશ, જે તમારા માટે કેડી કંડારશે.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 5

કેટલાક યહુદીઓએ યોહાનને પૂછ્યું કે, તું આવનાર મસિહ છે? યોહાને જવાબ દેતા કીધું કે, “હું મસિહ નથી, પણ મારી વાંહે જે આવી રહ્યા છે ઇ મહામોટા છે. એવા મહાન સે કે, ઇમના પગરખાની વાધરી છોડવાને પણ હું લાયક નથ.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 6

બીજે દાહડે, ઈસુ યોહાન કને જળ સંસ્કાર પામવા હાટુ આવિયા. જયારે યોહાને ઇમને ભાળ્યા, ત્યારે કીધું, "જુઓ! આ ઈશ્વરના બલિ છે કે જે જગતના પાપોને દૂર કરશે. ”

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 7

યોહાને ઈસુને કીધું, હું તમને જળસંસ્કાર આપવાને લાયક નથી. ખરેખર તો તમારે મને જળસંસ્કાર જોઈએ. "ઈસુએ કીધું કે, "તું મને જળસંસ્કાર દે, કારણ કે ઇ કરવું ઘટારત છે. એટલે ઈસુએ કોઈપણ પાપ કર્યું ન હોવા છતાંય સંતો-પુરોહિતોના અગમ નિગમના આલેખને પુરા કરવા યોહાને ઈસુને પવિત્ર જળસંસ્કાર દિધો.

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 8

ઈસુ પાણીથી જળસંસ્કારની વિધિ સંપન કર્યા પછી પાણીમાંથી જેવા બહાર આવ્યા કે તરત જ ઈશ્વરનો આત્મા પારેવાના સ્વરૂપમાં આકાશથી ઉતર્યો અને એમના પર મંડરાયો. ઇ જ વેળાએ આકાશમાંથી ઈશ્વરની વાણીનો અવાજ હંભળાયો કે, "આ મારો વહાલો દીકરો સે, અને હું એનાથી ઘણો જ પ્રસન્ન છું. "

24. ૨૪. યોહાન ઈસુને બાપ્તિસ્માં સંસ્કાર આપે છે. — illustration 9

રે યોહાનને કીધું, "પવિત્ર આત્મા નીચે ઉતરશે અને જે કોઈ વ્યક્તિ કે, જેને તમે જળસંસ્કાર દેશો એના પર મંડાશે એટલે ઇ વ્યક્તિ ઈશ્વરનો દીકરો છે. યાદ રાખો "માત્ર એક જ ઈશ્વર છે.” યોહાને ઈસુને જળસંસ્કાર દિધુ ઇ વેળાએ, એણે ઈશ્વર બાપને બોલતાં હાંભળ્યા, ઈશ્વરનાં દીકરા ઈસુને ભાળ્યા અને પવિત્ર આત્માને અનુભવ્યા.

લમાંથી વાર્તા:માથ્થી ૩; માર્ક ૧: ૯-૧૧; લુક ૩:૧-૨૩

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).