25. ૨૫. શેતાન વડે ઈસુનું પરીક્ષણ થાય છે.
પવિત્ર જળસંસ્કાર પામ્યા પછી પવિત્ર આત્મા ઈસુને વનવગડે લઇ ગયા ન્યાં એમણે ૪૦ (ચાળીસ) દાહડા અને ૪૦ (ચાળીસ) રાત નકોરડા ઉપવાસ કરીયા. આ સમયે શેતાન ઈસુ કને આવ્યો અને ઈસુ પાપમાં પડે એટલા હાટુ તેણે એમનું પરીક્ષણ કયરુ.
શેતાને ઈસુને પ્રલોભનમાં નાંખવા હાટુ કીધું કે, જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પા'ણાને કહે કે ઇ રોટલો બની જાય જેથી તમે ખાઈ શકો!"
ઈસુએ જવાબ દીધો કે, ઈશ્વરના વચનમાં લયખું સે કે, માણહ કેવળ રોટલીથી જ નહિ પણ ઈશ્વરના પવિત્ર મુખમાંથી નીકળતા હરેક વચન માત્રથી જીવી હકે છે.
ઇ પછી શેતાન ઈસુને મંદિરના સૌથી ઊંચા મિનારા પર લઈ ગ્યો અને કીધું કે, જો તમે ઈશ્વરના દીકરા સો, તો અહીંયાથી હેઠે ઠેકડો મારો. કારણ કે લયખું સે કે, ‘ઈશ્વર પોતાના દૂતોને આદેશ કરહે એટલે તેઓ તમને ઇમની હથેળીમાં ઝીલી લેવા આવી જાહે જેથી તમારા પગો પાણા પર પછાડાશે નહિ.
પરંતુ ઈસુએ શેતાનને પવિત્ર ગ્રંથમાંથી વચન કીધું કે,’’ એમ લયખુ સે કે, તમારા પ્રભુ, તમારા ઈશ્વરનું પરીક્ષણ તમારે કદાપી કરવું નહિ.’’
ઇ પછી શેતાન ઈસુને પૃથ્વીના હંધાય રાજ-રજવાડા અને એનો હંધોય દેખાડ્યો અને કીધું કે ,જો તું પગે પડીને મારું ભજન કરે તો આ હંધુય હું તને દઈ દઈશ.
ઈસુએ જવાબ દેતા કીધું કે, અરે આધો જા શૈતાન ! મારી કનેથી હાલતો થા! ઈશ્વરના વચનમાં એમણે એમના લોકોને આદેશ દેતા ખાસ જણાવેલું સે કે, પ્રભુ તારા ઈશ્વરનું જ ભજન કર અને કેવળ એમની જ સેવા કર.
શેતાન એમને મૂકીને હાલ્યો ગ્યો. કેમકે ઈસુ ઇના પરીક્ષણોથી લગીરે બદલાયા નહિ. પછી દૂતોએ ઈસુની કને આવીને એમની સેવા કરી.(પગચંપી કરી)
લમાંથી એક વાર્તા:માથ્થી 4:1-11; માર્ક 1:12-13; લૂક 4:1-13
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).