26. ૨૬. ઈસુએ પોતાના સેવાકાર્યનો આરંભ કર્યો
શેતાનના પરીક્ષણોમાંથી હેમખેમ પાર ઉતર્યા પસી ઈસુ જ્યાં વસતા હતા ઇ ગાલીલના મલકમાં પવિત્ર આત્માની શક્તિ સાથે પરત ફર્યા. ઈસુ લોકોને શીખવવા હાટુ એક જગાએથી બીજી જગાએ ગ્યા. હરેક લોકો ઇમના બારામાં હારી જ વાત્યું વાગોળી.
ઈસુ જ્યાં ઉછર્યા હતા ન્યા નાઝરેથ નગરમાં ગ્યા. વિશ્રામવારના દાહડે ઈ પ્રાર્થનાના સ્થાનકે ગ્યા. ત્યાના સભાજનોએ ઇમને પવિત્રગ્રંથમાંથી યશાયા સંતનું ખંડનું વાંચન કયરું. ઈસુએ પવિત્રગ્રંથ ખોલ્યો અને ઇમાનો એક વિભાગ સભાજનોની આગળ વાંચી હંભળાવ્યો.
ઈસુએ વાંચ્યું, "ગરીબોને સુવાર્તા દેવા, કેદીઓને બંધનમુક્ત કરવા, આંધળાને દૃષ્ટિ દેવા અને શોષિતોને આઝાદ કરવાને હાટુ ઈશ્વરે મને એમનો આત્મા દીધો સે”. વરહની જે આ વેળા સે, ઇ ઈશ્વર કૃપાની વેળા સે.
ઇ વાંચીને પછી ઈસુ હેઠા બેઠા. હંધાય સભાજનો ઈમને એકીટસે જોઈ રહ્યા. એમણે ગ્રંથમાંથી મસીહા વિશે જે વિભાગ વાયચો હતો, ઇ સભાજનો પહેલેથી જ જાણતા હતા. ઈસુએ કીધું કે, "જે શબ્દો મેં વાંચી હંભળાવ્યા છે ઇ આ વેળાએ બધું જ થઈ રહ્યું સે. "હંધાય સભાજનો અચંબિત (અવાક) થઈ ગયા. ને કહેવા લાગ્યા "હુ આ યૂસફનો દીકરો નથ?" એમણે પૂછ્યું,
એટલે ઈસુએ વળતો જવાબ દેતા કીધું કે, ઇ હાવ હાચું જ છે કે, કોઈપણ સંત-મહંતનો ઇમના પોતાના જ મલકમાં આદર થતો નથ. એલિયા જે સંત હતો ઇ વેળાએ ઇઝ્રારાએલમાં ઘણી વિધવાઓ હતી. પણ જ્યારે સાડા ત્રણ વર્ષ લગી વરસાદ ન વરહયો ત્યારે, ઈશ્વરે એલિયાને ઇઝ્રારાએલી વિધવાની પાહે નય, પણ ઇને બદલે પરદેશની વિધવા કને મદદ લેવાને હાટુ મોકલ્યો હતો. "
આગળ વાત વધારતા ઈસુએ કિધુ, " એલિશા સંતની વેળાએ, ચર્મરોગથી પીડિત ઇઝ્રારાએલમાં ઘણા લોકો હતા. પરંતુ ઇમાંથી એલિશાએ કોઈને નરવા કર્યા નહોતા. પણ એમણે કેવળ નામાન સેનાપતિ નો કોઢ મટાડયો હતો. જે ઇઝ્રારાએલના શત્રુનો સેનાપતિ હતો. જે સભાજનો ઈસુને હાંભળતા હતા ઇ હંધાય યહૂદીઓ હતા. ઈસુને આવુ કથન કહેતા હાંભળીને તેઓ કોપાયમાન થ્યા.
નાઝરેથના લોકોએ ઇમને સ્થાનકમાંથી બહાર તગેડી દીધા. અને ઇમને રેહશી નાખવા હાટુ એક પ્હાડની ધાર કને લઈ ગયા. પરંતુ ઈસુ એ ભીડની વચાળેથી છટકીને નીકળી ગ્યા. અને નાઝરેથનું નગર છોડીને હાલ્યા ગ્યા.
એ પછી ઈસુ ગાલીલના મલકમાં ગયા. અને મોટી સંખ્યામાં ભીડ એમની કને આવી પ્હોંચી. અને લોકો માંદા, ચાલવા, ભાળવા, સાંભળવા અને બોલવામાં લાચાર એવા વિકલાંગ લોકોને એમની કને લાવ્યા, અને ઈસુએ એમને નરવા કરી દીધા.
ઘણા લોકોમાં દુષ્ટ આત્માઓ હતી. એવાઓને ઈસુ પાસે આણવામાં આવ્યા. ઈસુના આદેશમાત્રથી, દુષ્ટઆત્માઓ લોકોમાંથી બહાર નીકળી આવ્યા, અને ઘણીવાર એ દુષ્ટઆત્માઓ પોકારતા કે, "તું ઈશ્વરનો દીકરો સે! "એટલે ભીડમાંના લોકો અચંબિત થતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
ી ઈસુએ બાર જણને ચુંટ્યા, જેઓ પ્રેરિત સંતો કહેવાયા. ઈ સંત પ્રેરિતો ઈસુની સંગાથે મુસાફરીઓ કરી અને એમની કનેથી શિક્ષણ મેળવ્યું.
લમાંથી એક વાર્તા:માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).