27. ૨૭. દયાળુ સમરૂનીની કથા

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 1

એક’દી એક યહૂદી ધર્મશાસ્ત્રનો જાણકાર ઈસુના જ્ઞાનની કસોટી કરવા હાટુ એમની કને આવ્યો અને પૂયછું કે, અનંત જીવન મેળવવા હાટુ મારે હું કરવું જોઈએ?" ઈસુએ જવાબ દેતા કીધું કે " ઈશ્વરના નિયમગ્રંથમાં હું લયખ્યું સે?"

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 2

શાસ્ત્રના જાણકારે ઉત્તર દેતા કીધું કે, ઈશ્વરનો નિયમ શીખવાડે સે કે, "તમારા ઈશ્વરને પૂરેપૂરા હૃદયથી, પૂરેપૂરા આત્માથી, પૂરેપૂરી શક્તિથી અને પૂરેપૂરી બુદ્ધિથી પ્રેમ કરો અને જેમ તમે પોતાની જાતને પ્રેમ કરો સો ઇમ જ તમારા પાડોશી પર પણ પ્રેમ રાખો. "ઈસુએ ઉત્તર દેતા કીધુ કે, તું હાચો છે! જા ને ઇ પ્રમાણે કર કે તું જીવતો રહે.”

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 3

ુધર્મશાસ્ત્રનો જ્ઞાતા ઈસુની આગળ પોતાને પ્રામાણિક દેખાડવા ચાહતો હતો કે, પોતે નીતિમાન જણ છે. એટલે ઇણે પૂયછું કે, "મારો પાડોશી કોણ સે?"

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 4

એક કથા હંભળાવતા કીધુ કે, "એક યહૂદી માણસ યરુશાલેમથી યરિખો ગામ બાજુ મુસાફરી કરતો હતો."

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 5

ળાએ મારગમાં બહારવટિયા ની એક ટોળીએ એના પર હુમલો કરીને એનું હંધુય લૂટી લીધુ અને ઇને મરણતોલ ઢીકા-પાટુ કરી ન્યાંથી હાલ્યા ગ્યા. "

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 6

"થોડી વેળા પછી, એક યહૂદી પુરોહિત એ મારગેથી પસાર થ્યો. લુટાયેલા અને અધમૂઆ થયેલા આ જણને ઇ ધાર્મિક આગેવાને જયારે ભાળ્યો, ત્યારે એણે પોતાનું મોઢું અવળું ફેરવીને મારગની ઓલી કોરથી હાલતો થ્યો.

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 7

"થોડી વેળા પછી એક લેવી ઇ મારગે આવ્યો. (લેવીઓ એટલે યહૂદિઓંની એક જાતિ છે જે સ્થાનકમાં સંત-પુરોહિતોને પૂજાપાઠમાં મદદ કરનાર ) લેવીએ પણ આ મરણતોલ જણને ભાળીને મારગ ફંટાવીને બીજી કોરે હાલતો થ્યો.

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 8

આ મારગે આવતો એક બીજો જણ જે સમરૂની હતો. (સમરૂની જાતિ ઇ યહૂદીઓના જ વંશજો હતા. પણ ઇમણે પરદેશી લોકોની હારે વિવાહ કર્યા હતા.) આ સમરૂનીઓ અને યહૂદીઓ પરસ્પર એકમેકનો તિરસ્કાર કરતા હતા.) પણ જયારે સમરૂનીએ યહૂદી માણસને તરફડતો ભાળ્યો એટલે ઇના પર એને દયા આવી એટલે એણે એની કાળજી લીધી અને ઇના ઘા પર પાટો બાંધ્યો.”

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 9

એટલું જ નહિ પણ ઇ સમરૂની એને પોતાના ગધેડા પર બેહાડીને મારગ કાંઠે આવેલી એક ધરમશાળામાં લઈ ગ્યો અને એની હંભાળ લીધી.

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 10

"બીજા દાહડે, સમરૂનીએ મુસાફરી કરવી જ પડે એમ હતી. એટલે એણે ધરમશાળામાં કર્મચારીને થોડાક નાણા દીધા અને કીધું, ‘આની સંભાળ રાખજો, અને જો આના કરતાં કાંઈ વધારે નાણાંનું ખરચ થાય તોય ખરચ કરજો હું પાછા વળતે દઈ દઈશ.”(ચૂકતે કરીશ)

27. ૨૭. દયાળુ સમરૂનીની કથા — illustration 11

ઇ પછી ઈસુએ બંધારણના જ્ઞાતાને પૂયછું કે તું હું વિચારે સે? આ ત્રણેય જણમાંથી ઓલા ઘવાયેલા જણનો હાચો પડોશી કોણ થયો કહેવાય? "એણે જવાબ દીધો કે," જે માણહે દયા કરી ઇ”. ઈસુએ એને કીધું કે, "તું જા અને ઇ જ પ્રમાણે કર.

બાઈબલમાંથી એક વર્તા:લૂક ૧૦:૨૫-૩૭

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).