28. ૨૮. જુવાન ધનવાન અધિકારી
એક દહાડે, એક ધનવાન જુવાન અધિકારીએ ઈસુ કને આવીને પૂયછું કે, "હે ઉત્તમ બોધકાર! " અનંત જીવન મેળવવા હાટુ મારે હું કરવું જોઈએ? ઈસુએ ઇને કહ્યું, તું શા હારું મને 'ઉત્તમ' કહે છે? કેવળ એક જ છે જે ઉત્તમોત્તમ છે, અને ઇ ઈશ્વર જ છે. પણ જો તું અનંતજીવન મેળવવા ઈચ્છતો હોય તો ઈશ્વરના આદેશોનું પાલન કર.
કયો આદેશ મારે પાળવો જોઈએ? "એણે પૂછ્યું. એટલે ઈસુએ જવાબ દીધો, "હત્યા કરવી નહિ. વ્યભિચાર કર મા. ચોરી કર મા. ખોટુ બોલ મા. તારા મા અને બાપનો આદર કર, અને તારા પાડોશીને તારી જાતની માફક જ પ્રેમ કર. "
ઇ સાંભળીને જુવાને ઉત્તર દીધો કે, આ હંધાય આદેશો તો હું પાળું સુ. પણ હજીએ વધારે હું શું કરું જેનાથી મને અનંતજીવન મળે? "ઈસુએ એને ભાળ્યો અને એને વ્હાલ કર્યો.
આગળ ઈસુએ જવાબ દેતા કિધુ કે, જો તું સંપૂર્ણ થાવા ઈચ્છતો હોય તો, પછી જા અને જે કાંઈ તારી કને છે એ હંધુય વેચી નાખ અને જે નાણા ઉપજે ઈ હંધાય ગરીબોમાં વ્હેચી દે એટલે તને સ્વર્ગમાં ખજાનો લાધશે. ઇ પછી આવ અને મારી વાંહે હાલવા મંડ. ”
જુવાન માણસને જયારે ઈસુએ જે કાંઈ કિધુ ઇ હાંભળ્યું, ત્યારે ઇ ખૂબ જ ઢીલો થઈ ગ્યો. કારણ કે ઇ ઘણો જ સંપતિવાન હતો. અને ઇ સંપત્તિનો ત્યાગ કરવા માંગતો ન હતો. ઇ ન્યાથી પાછો વળીને ઈસુ કનેથી હાલતો થ્યો.
ઇ પછી ઈસુએ એના શિષ્યોને કીધુ કે, ધનવાનોને ઈશ્વરના રજવાડામાં પ્રવેશ કરવો ઇ કેટલું આકરું સે! હા, એક ધનવાનને ઈશ્વરના રજવાડામાં પ્રવેશ કરવા કરતા એક ઊંટને સોયના નાકામાંથી નીકળી જવું સરળ સે. "
જયારે શિષ્યોએ ઈસુએ જે કીધું ઇ હાંભળ્યું, ત્યારે એમનેય આંચકો લાયગ્યો. અને વળતા શિષ્યોએ પૂયછું કે, "તો પછી કોણ મોક્ષ મેળવી હકશે?"
ઈસુએ શિષ્યો તરફ નજર કરીને કીધું કે, લોકોને ઇ હંધુય અશક્ય સે, પરંતુ ઈશ્વર હાટુ ઇ હંધુય શક્ય સે. "
પિતરે ઈસુને કહ્યું, અમે હંધુય છોડીને તમારી વાંહે-વાંહે આવ્યા છીએ. અમને હું ઈનામ મળશે? "
જવાબ દેતા કીધું કે, હરેક જણ જે મારા હાટુ પોતાનાં ઓરડાંઓ, ભાઈઓ, બહેનો, મા-બાપ, બાળકો, અને સંપતિ ત્યજી દેશે, એ ૧૦૦ ગણું વધારે મેળવશે અને ઇને અનંતજીવન મળશે, એ નોખું! "પણ કટલાક લોકો જે પહેલા સે તેઓ હંધાયની પાછળ થાહે અને જે હંધાયને છેલ્લે છે તેઓ સૌની પહેલા થાહે. "
લમાંથી એક વાર્તા: માથ્થી ૧૯:૧૬-૩૦; માર્ક૧૦:૧૭-૩૧; લૂક ૧૮:૧૮-૩૦
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).