29. ૨૯. એક નઠારા સેવકની કથા

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 1

એક દહાડે, પિતરે ઈસુને પૂયછું કે, “સ્વામી, કેટલી વાર મારે મારા ભાઈને માફ કરી દેવો જોઈએ જ્યારે ઇ મારી હામે ગુનો કરે? શું સાત વાર સુધી? ”ઈસુએ કીધું, “સાત વાર નહિ, પણ સિત્તેર ગણી સાત વાર!” આ રીતે, ઈસુએ એનો અરથ તારવ્યો કે, આપણે હરવખતે માફ જ કરવું જોઈએ. એ સમજાવતા ઈસુએ આ કથા હંભળાવી.

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 2

ઈસુએ કીધુ, “ઈશ્વરનું રજવાડું એક રાજા જેવું છે કે, જે પોતાના સેવકો કને હિસાબ જોવા માંગે સે. ઇના એક સેવકે અધધધ કરજ લીધું. જેનું મૂલ એક વરહના ૨૦૦,૦૦૦ મજુરી જેટલું હતું. ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 3

“સેવક એ કરજનું ચુકવણું કરી હક્યો નહિ, એટલે રાજાએ કીધુ,“કરજનું ચુકવણું દેવા હાટુ આ જણને અને એના પરિવારને ગુલામ-વેઠિયા તરીકે વેચી દો ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 4

“સેવકે રાજા આગળ એના ઘૂંટણીએ પડી જઈને અરજ કરતા કીધુ કે,“મારી હાર્યે ધીરજ ધરો, એટલે હું તમને કરજની એક-એક દમડી ચૂકવી દઈશ. 'રાજાએ સેવક ઉપર દયા કયરી અને એમણે ઇનું હંધૂય કરજ માફ કરી દીધું અને ઇને જાવા દીધો. ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 5

પરંતુ જયારે ઇ સેવક રાજા પાસેથી નીકળી જઈને ઇના સાથીદાર એવા સેવકને મળ્યો કે જેના પર ચાર મહિનાની મજુરી જેટલું કરજ હતું. ઇ સેવકે એના સાથીદાર સેવકનો કાટલો પકડીને કીધુ કે, “મારી કનેથી લીધેલુ નાણું મને ભરી ધ્યે”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 6

"સાથીદાર સેવકે ઘૂંટણીએ પડીને અરજ કરતાં કીધુ કે,‘મારી તરફ ધીરજ ધર, હું તને કરજની દમડીએ દમડી ચૂકતે કરી દઈશ. પણ દયા કરવાને બદલે ઇ સેવકે ઇના સાથીદાર સેવકને જ્યાં સુધી કરજ ચૂકવે નહિ ન્યા લગણ એને જેલમાં પૂર્યો. ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 7

કેટલાક બીજા સેવકોએ આ બીના ભાળી એટલે નિસાસો નાંખતાં તેઓ રાજા કને ગ્યા. અને હંધીય બીના એમને કહી હંભળાવી. ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 8

રાજાએ પેલા સેવકને બરકયો અને કીધુ, હે નરાધમ સેવક! મેં તારું અધધ કરજ જાતું કયરૂ કારણ એટલું જ કે તેં મને આજીજી કરી. હું તારે પણ એમ જ કરવું ઘટિત નોહતું? ”રાજા ખુબ જ કોપાયમાન થયો અને જ્યાં લગણ હંધુય કરજનું ચુકવણું નો થાય ન્યા લગણ ઇ સેવકને જેલમાં ધકેલી દીધો. ”

29. ૨૯. એક નઠારા સેવકની કથા — illustration 9

ઈસુએ કીધુ,“જો તમે તમારા ભાઈના અપરાધ પૂરા હૃદયથી માફ નહી કરો તો મારા સ્વર્ગધામના બાપ પણ તમારા હંધાયની હાર્યે ઇ જ રીતે હાલશે. ”

લમાંથી એક વાર્તા: માથ્થી ૧૮:૨૧-૩૫

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).