30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 1

ઈસુએ ઈમના શિષ્યોને બોધ દેવા અને શિક્ષણ દેવા હાટુ ચારેકોરના મલકના ગામોમાં મોકલ્યા. ઇ પછી તેઓ ઈસુ જ્યાં હતાં ન્યા પાસા આયવા. એમણે ઇ ગામોમાં જે, જે કીધુ હતું ઇ હંધુય એમને કહી હંભળાવ્યું, એટલે ઈસુએ એમને થોડી વેળા આરામ કરવા હાટુ સરોવરના તિરે શાંત જગાએ એમની હાર્યે આવવા નોતર્યા. એટલે, તેઓ હોડીમાં સવાર થઈ સરોવરને પેલે કાંઠે પોંગ્યા.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 2

ઘણા લોકોએ ઈસુ અને એમના શિષ્યોને હોડીમાં સવાર થઈ જતા ભાળ્યા. એથી લોકો એમને મળવા હાટુ દોડીને એમની અગાઉ એ સ્થળે પૂગી ગ્યા. ત્યારે, લોકોનું એક મોટું ટોળું પહેલેથી જ એમની રાહ જોઈ ઉભું હતું.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 3

એ ટોળામાં આશરે ૫૦૦૦ માણહો હતા, જેમાં બાઈઓ અને બાળકોની ગણતરી ધ્યાને લીધી નથી. ઈસુને લોકો પર વધારે દયા ઊભરી આયવી. ઈસુને મન આ હંધાય લોકો ભરવાડ વગરનાં ઘેટા જેવા હતા. ઇ હારું ઈસુએ એમને શીખવ્યું અને ઇમાં જે માંદા હતા એવાઓને પણ એમણે નરવા કરિયા.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 4

હમી હાંજે શિષ્યોએ ઈસુને કીધું કે , “મોડું થઈ ગ્યું સે અને અહીં આટલાકમાં કોઈ ગામડાઓ ય નથ. એટલે ઇ લોકો પોત-પોતાની રીતે ખાવાની વ્યવસ્થા કરી હકે.”

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 5

ઈસુએ ઇના શિષ્યોને કીધુ કે, “તમે જ એમને કાંઈક ખાવાનું દયો!” તેમણે કીધું કે , અમે તો કેમ કરીને દઈ હકીએ? અમારી કને તો કેવળ પાંચ રોટલી અને બે માછલી જ સે.”

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 6

પછી ઈસુએ એમના શિષ્યોને કીધુ કે, લોકોને ઘાસના મેદાનમાં પચાસ-પચાસની હારમાં બેહવા કયો.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 7

પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી હાથમાં લઇ, ઊંચે નભમાં નિરખીને આ ભોજન હાટુ ઈશ્વરનો આભાર માન્યો.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 8

ઇ પછી ઈસુએ રોટલી અને માછલીનાં બટકા કરી ઇ બટકાઓ લોકોને વહેંચવા હાટુ શિષ્યોને દીધા. શિષ્યોએ ઇ ભોજન બીજા લોકોને દેવા ગયા છતાંય એ ખાણું ખૂટ્યુ જ નહિ! હંધાય લોકોએ ધરાઈને ખાધું અને ઓડકાર લીધો.

30. ૩૦. ઈસુ પાંચ હજારને જમાડે છે. — illustration 9

ી, શિષ્યો વધેલું અન્ન એકઠું કરવા લાગ્યા. જેની બાર ટોપલીઓ ભરાઈ. આ હંધોય ખોરાક ઓલી પાંચ રોટલી અને બે માછલીઓમાંથી થ્યો હતો.

લની એક વાર્તા: માથ્થી 14:13-21; માર્ક 6:31-44; લુક 9:10-17; યોહાન 6:5-15

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).