31. ૩૧. ઈસુ પાણી ઉપર હાલે છે.
જ્યારે ઈસુ લોકોને વળાવી રહ્યા હતા ત્યારે એમણે શિષ્યોને નાવમાં બેહાડીને દરિયાની ઓલી કોર જાવાનું કીધું. પછી ઈસુ પ્રાર્થના કરવા ડુંગરે એકાંતમાં ગ્યા. ન્યા ઈસુ પોતે એકલા જ હતા અને બહુ લાંબી રાત હુંધી એમણે પ્રાર્થના કયરી.
ઇ વેળાએ શિષ્યો એમની નાવને હલેંસા મારી હાંકી રહ્યા’તા. લાંબી રાત થવા આવી તોય તેઓ મધદરિયે જ પુગ્યા હતા. તેઓ મહામેહનતે નાવને હલેસાથી આગળ ધપાવી રહ્યા હતા, કેમ કે પવન સામો વાતો હતો.
ઇ વેળાએ ઈસુ પોતાની પ્રાર્થના પૂરી કરીને શિષ્યોની કને ગયા. એટલે પાણી પર હાલીને ઓલી કોર એમની નાવ બાજુ ગ્યા.
શિષ્યોએ જ્યારે ઈસુને ભાળ્યા તો તેઓ ઘણા જ ભયભીત થ્યા . એમનો મનમાં એવો વિચાર આયવો કે, તેઓ કોઈ ભૂત-પ્રેતને ભાળી રહ્યા હોય! ઈસુ જાણી ગ્યા કે તેઓ બહુ ગભરાય ગ્યા છે, એટલે ઈસુએ પોકારીને કીધુ કે, ગભરાતાં નહી. એ તો હું સુ!
એટલે પિતરે ઈસુને કીધુ “ઓ પ્રભુ, જો એ તમે જ હો, તો મને આદેશ દયો કે હું પણ તમારી ગોડ્યે પાણી પર હાલીને તમારી કને આવું.” ઈસુએ પિતરને કીધુ, “હાલ્યો આવ!”
એટલે લાગલો પિતર નાવ પરથી હેઠો ઉતરીને ઈસુ કને જવાને પાણી પર હાલવા લાગ્યો. પણ થોડી વેળા હાલ્યા પછી, એણે પોતાની આંખ ઈસુ હામેથી ફેરવી લીધી અને ધુરકતા મોજાઓને ભાળીને તેમજ પવનના સુસવાટાથી પિતરના હાંજા ગગડી ગ્યા.
અને ઇ પાણીની માંય ડૂબવા લાગ્યો. એણે લાગલી બૂમ પાડીને પોકાર કર્યો કે, “ઓ સ્વામી, મને ઉગારો!” ઈસુએ લાગલો હાથ લાંબો કરીને એને પકડી લીધો. ત્યારે એમણે પિતરને કીધુ કે, “અરે ભરોસા વગરના , તેં શંકા કેમ ઉપજાવી?”
અને ઈસુ નાવમાં આયવાં પછી તરત જ પવન પડી ગ્યો. અને પાણી હેઠુ પડી શાંત થ્યું. શિષ્યો અચંબિત થ્યા. એમણે ઈસુની આરાધના કરીને કીધુ કે, “હાચો-હાચ, તમે જ ઈશ્વરના દીકરા છો.”
લની એક વાર્તા: માથ્થી ૧૪:૨૨-૩૩; માર્ક ૬ઃ૪૫-૫૨; યોહાન ૬ઃ૧૬-૨૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).