32. ૩૨. ઈસુ એક આસુરી આત્માના વળગાડવાળાને અને એક માંદી બાઈને હાજી કરે સે.
એક દહાડે ઈસુ અને એમના ચેલા એક નાવડીમાં બેસીને દરિયાની ઓલી કોર એક મલકમાં ગ્યા. ન્યા ગરસાની દેશના લોકો વસતા હતા.
જ્યારે તેઓ દરિયાની ઓલી કોર પુગ્યા, ત્યારે એક આસૂરી આત્માના વળગાડ વાળો માણહ દોડતો એમની પાહે આયવો.
આ માણહ એટલો બધો જોરાવર હતો કે કોઈ પણ ઇને કાબુમાં રાખી હકતું નોહતું. ન્યા હુંધી કે, લોકો ઇના હાથ અને પગને સાંકળોએ બાંધતા પણ એને પણ ઇ તોડી નાંખતો હતો.
ઇ માણહ ઇ મલકની સીમાડે આવેલ મહાણમાં કબરોમાં વસતો હતો. ઇ માણહ રાત- દાહડો રાડા-રાડ કારીયા કરતો હતો. ઇ લૂગડા પહેરતો નોહતો અને પાણાઓથી પોતાને વેતરતો હતો.
જ્યારે ઇ માણહ ઈસુની પાહે આયવો, ત્યારે ઈસુની આગળ ઘૂંટણિયે પડી ગ્યો. ઈસુએ એની માંયના આસુરી આત્માને કીધુ કે, “આ માણહમાંથી નીકળી જા!”
આસુરી આત્મા ઇ વ્યક્તિના મોઢે પ્હાડી અવાજે પોકારી ઊઠ્યો કે, હંધાયથી ઊંચા ઈશ્વરનાં દીકરા, ઈસુ, તુ મારી પાહેથી હેની ઈચ્છા રાખે સે? કૃપા કરી મને પીડા દેશો મા!” એટલે ઈસુએ આસુરી શક્તિના આત્માને પૂયછું કે, “તારું નામ હું સે?” એટલે વળતો ઉત્તર દેતા એણે કીધું કે, “મારું નામ સેના સે. કેમ કે અમે ઘણાય છીએ. (‘સેના”નો અર્થ રોમન રજવાળાના લશ્કરોમાંના કેટલાક હજારોની સંખ્યામાં સિપાઈઓની ટોળી)
આસુરી શક્તિના આત્માઓએ ઈસુને આજીજી કરી કે ,“કૃપા કરીને અમને આ મલકમાંથી બહાર ધકેલી દેતા નહિ!” ન્યા કને જ પ્હાડ પર ભૂંડોનું એક ટોળું ચરી રહ્યું હતું. એથી આસુરી શક્તિના આત્માઓએ ઈસુને આજીજી કરતા કીધુ કે “કૃપા કરીને અમને ભૂંડોના ટોળામાં ગરકાવી દયો. એટલે ઈસુએ કીધુ કે, “જાઓ!”
એટલે આસુરી આત્માઓ પેલા માણહમાંથી નીકળી જઈને ભૂડોમાં ગર્યા. ભૂંડો પ્હાડના ઢોળાવ પરથી હેઠેની બાજુ દોડ્યા અને દરિયામાં પડી મરી ગયા. ઇ ટોળામાં આશરે ૨,૦૦૦ ભૂંડો હતા.
જે લોકો ભૂંડોની ભાળ રાખતા હતા તેઓએ જે બીના ઘટી એ ભાળ્યું એટલે તેઓ નગરમાં નાસી ગ્યા. અને જે કોઈને મળ્યા એમને જે કાંઈ ઈસુથી થયું હતું એ હંધુય એમને કહી હંભળાવ્યું. નગરમાંથી લોકોએ આવીને પેલા માણહને ભાળ્યો કે, જેમાં આસુરી વળગાળ હતો. એને પુરા લૂગડે અને શાંતચિત્તે બેઠેલો અને એક હારા માનવની ગોળ્યે વ્યવહાર કરતો ભાળ્યો.
લોકો ઘણા ગભરાયા અને ઈસુને ન્યાથી હાલતા થાવા કીધું. એટલે ઈસુ નાવમાં ચઢી જાવાની તૈયારી કયરી. જે માણહમાં પહેલા જે આશુરી આત્માઓ હતા એણે પણ ઈસુને પોતાની હાર્યે લઈ જવા આજીજી કરી.
પણ ઈસુએ એને કીધુ કે, “હું આજ્ઞા કરી સુ કે તૂ તારે ઘરે જા અને ઈશ્વરે તારા હાટુ જે કયરૂ સે, ઇ હંધુય તારા મિત્રો અને કુટુંબને જણાવ કે ઈશ્વરે તારા પર કેટલી બધી મ્હેર કયરી સે!
ઇ પછી ઇ માણહ ન્યાંથી હાલતો થ્યો અને હંધાયને ઈસુએ જે મહાકામ એની હાટુ કયરું હતું ઇ કહી હંભળાવ્યું. જે કોઈ-એ એની આ વાત હાંભળી તેઓની આંખો અચંબાથી ફાટી ગઇ.
ઈસુ દરિયાની ઓલી કોર પાછા હાલ્યા ગયા. જ્યારે તેઓ ન્યા પુગ્યા, તો એક મોટું ટોળુ એમની ચારે-કોર એકઠું થયું. અને એમના પર પડા-પડી કરવા લાગ્યા. ઇ ટોળામાં એક બાઈ પણ હતી જે બાર-બાર વરહથી લોહીવાની બીમારીથી પીડા ભોગવતી હતી. એણે પોતાનું હંધુય ધન વૈદો પર ખર્ચી કાઢ્યું હતું. ઇને એમ હતું કે ઇ વૈદો એને હાજી કરહે. પણ ઉલટાની એની હાલત હાવ બગડતી ગઈ.
એણે હાંભળેલું કે, ઈસુએ ઘણાય બીમારોને હાજા કરી દેય છે એટલે એણે મનમાં વિચાર્યું કે જો હું એમના પહેરણ માત્રને પણ અડકીશ, તો હું સાજી થઈ જાઈશ!" એટલે ઈ ઈસુની વાંહે આવીને એમના પહેરણની કોરને અડકી એટલે તરત જ ઇનો લોહીવા બંધ થઈ ગ્યો!
ઈસુએ લાગલું જાણી લીધું કે એમનામાથી પરાક્રમી શક્તિ બહાર વહી સે. એટલે એમણે વાંહે જોઈને પૂયછું કે, “મને કોણ અડક્યું?”
યોએ વળતો જવાબ આપતા કીધુ કે, “તમારી ચારેકોર ટોળે-ટોળા અફડા-તફડી મચાવે છે. ને તમે એમ ક્યોસો કે, મને કોણ અડક્યું?’”ઇ બાઈ ડરતી અને ધ્રુજતી ઈસુની પાહે આવીને ઘૂટણયે પડી ગઈ. ઇ પછી બાઈએ એમને કીધુ કે એણે હું કયરૂ હતું અને એ કેવી રીતે હાજી થઈ. ઈસુએ એને કીધુ કે, “બાઈ! તારા ભરોસાએ તને હાજી કરી સે. શાંતિથી હાલી જા.”
લની એક વાર્તાઃ માથ્થી ૮:૨૮-૩૪; ૯ઃ૨૦-૨૨; માર્ક ૫ઃ૧-૨૦; ૫ઃ૨૪-૩૪; લુક ૮ઃ૨૬-૩૯; ૮ઃ૪૨-૪૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).