33. ૩૩. ખેડૂતની કથા

33. ૩૩. ખેડૂતની કથા — illustration 1

એક દહાડે, ઈસુ દરિયાકાંઠે એક મહામોટા ટોળાને બોધ દઈ રહ્યા હતા. એમને સાંભળવા હાટુ એટલુ માનવમેહારામણ આયવું કે, ઈસુને કાંઠાના પાણીમાં રહેલી એક નાવમાં ચઢવું પડ્યું, જેથી એમને બોધ કરવા પૂરતી જગા મળી રહે. એમણે નાવમાં બેહીને લોકોને સત્સંગ પીરહતા એક કથા હંભળાવી.

33. ૩૩. ખેડૂતની કથા — illustration 2

“એક ખેડૂત બી વાવવાને ગ્યો. એ પોતાને હાથે બી વાવતો હતો, ત્યારે કેટલાંક બીજ મારગમાં પયડા અને પંખીઓ આવીને ઇને ચણી ગ્યા.

33. ૩૩. ખેડૂતની કથા — illustration 3

“બીજા બી પાણાવાળી જમીનમાં પયડા, ન્યા થોડીક જ માટી હતી. ઇ બી પાણાવાળી જમીનમાં વહેલાં તો ઊગી ગ્યા પણ ઇનાં મૂળીયા પાણામાં ઊંડે ગરી હક્યા નહિ. એટલે જયારે સુરજનો તાપ વધ્યો ત્યારે છોડવા વિલયને નાશ પામ્યા.

33. ૩૩. ખેડૂતની કથા — illustration 4

“વળી કેટલાક બીજ કાંટા-ઝાખરામાં પયડા. ઇ બી વધ્યા તો ખરા પણ કાંટાઓએ અને ઝાંખરાઓએ ઇમને દાબી વધવા નો દીધા. છેવટે ઇમાં કાંઈ ધાન લાગ્યું નહી.”

33. ૩૩. ખેડૂતની કથા — illustration 5

“બાકીના બીજ હારી જમીનમાં પયડા. એ બીજ ફાલ્યા-ફોર્યા અને એનાથી ૩૦, ૬૦, અને ૧૦૦ ગણા ધાન પાક્યા. “જેને કાન સે ઇ આ કથા હાંભળી લ્યો!”

33. ૩૩. ખેડૂતની કથા — illustration 6

આ કથાએ ચેલકાઓને ગુચવણમાં નાંખ્યા. ઇ હાટુ ઈસુએ એમની ગુંચને ઉકેલતા હમજાવ્યું કે, “બી” ઇ તો પરમેશ્વરનું વચન સે. મારગે પડેલા બી, ઇ એવા માણહો સે જે પરમેશ્વરના વચન પર કાન તો દેય સે, પણ હમજતો નથી. અને શેતાન આવીને ઇ વચનને એનામાંથી ચણી જાય સે.

33. ૩૩. ખેડૂતની કથા — illustration 7

પાણાવાળી જમીન પર પડેલા બી, ઇ એવા માણહો સે કે જે ઈશ્વરનાં વચનને કાને દેય સે, અને ખંતથી મને લગાડે સે. પણ જ્યારે વિપત્તિ અને કપરા સમયો આવે સે ઇ વેળાએ તેઓ પાછા પડી જાય સે.

33. ૩૩. ખેડૂતની કથા — illustration 8

“કાંટાળી જમીન પર પડેલા બી, ઇ એવા માણહોને બતાવે સે કે, જે ઈશ્વરના વચનોને કાને ધરે સે, પણ વેળા વહી જાય ઇમ-ઇમ એમને ચિંતા, વૈભવ અને જીવનની ઘેલછા એવી તો ઉછળે સે કે, ઈશ્વર હાટેના એમના સ્નેહને તેઓ સુકવી નાંખે સે. જેના પરિણામે એમણે સત્સંગમાં ઈશ્વરનું જે વચન હાંભળ્યું હતું ઇ ફળવંત થાતું નથ.”

33. ૩૩. ખેડૂતની કથા — illustration 9

તુ હારી ફળદ્રુપ જમીન ઇ એવા માણહોને દર્શાવે સે કે, જે ઈશ્વરના વચનને હાંભળે સે, ઇના પર પૂરો ભરોસો કરે સે, અને ઝાઝા ફળ પેદા કરે સે.”

લ ની એક કથા : માથ્થી ૧૩ઃ૧-૮, ૧૮-૨૩; માર્ક ૪ઃ૧-૮, ૧૩-૨૦; લુકા ૮ઃ૪-૧૫

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).